ખાસ-ખબર સંવાદદાતા
ભાવનગરથી જૂનાગઢ લીલી પરિક્રમા કરવા આવેલા કાનજીભાઇ ડાભી ભવનાથ થી રિક્ષામાં બેસી દાતાર રોડ પાસે રીક્ષામાંથી ઉતરી ગયા બાદ તેમને ખ્યાલ આવ્યો તેમનો રૂ.4600ની કીંમતનો સામાન અને થેલો રીક્ષામાં ભૂલાઇ ગયો છે. આ બાબતની જાણ ભવનાથ પોલીસ સ્ટે. ના પી.એસ.આઇ એમ.સી.ચુડાસમાંને કરતા તેમના દ્વારા નેત્રમ શાખાના પી.એસ.આઇ પી.એચ.મશરૂ અને તેમની ટીમ દ્વારા વિશ્ર્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સી.સી.ટી.વી ફૂટેજ ચેક કરતા કાનજીભાઇ બેઠેલ રીક્ષાને ટ્રેક કરતા જી.જે 07 એ.ટી. 0366 નંબરની રીક્ષા શોધી કાઠી તેમનો સમાન અને થેલો પરત કરવામાં આવ્યો હતો. આ કામગીરી રેન્જ ડીઆઇજી મંયકસિંહ ચાવડા,એસણી રવિ તેજા વાશમ સેટ્ટીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ નેત્રમ શાખાની સરાહનીય કામગીરી
