ધ્વજારોહણ સમારોહ સાથે શરૂઆત: તમામ અર્બન બેંકો, ક્રેડિટ સોસાયટીઓ અને સહકારી સંસ્થાઓના આગેવાનો જોડાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
સમગ્ર દેશમાં તા. 14 નવેમ્બર, 2025થી 20 નવેમ્બર, 2025 દરમિયાન ’સહકાર સપ્તાહ’ની ઉજવણી થવાની છે, જેના ભાગરૂપે રાજકોટ મહાનગર અને તેના ચારેય ઝોનની ટીમ દ્વારા સહકારિતાને લોકભોગ્ય બનાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં રાજકોટની તમામ અર્બન કો-ઓપરેટીવ બેંકો, 150થી વધુ ક્રેડિટ સોસાયટીઓ, હાઉસિંગ સોસાયટીઓ અને કર્મચારી સોસાયટીઓના સહકારી આગેવાનો જોડાશે.
- Advertisement -
ઉજવણીનો પ્રારંભ: ધ્વજારોહણ સમારોહ, સહકાર સપ્તાહની ઉજવણીનો શુભારંભ તા. 14-11-2025ના રોજ સવારે 10:00 કલાકે થશે. સ્થળ: રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકની વાણીયાવાડી મેઈન રોડ શાખા, ગાયત્રી બસ સ્ટોપ. સહકારનો સપ્તરંગી ધ્વજ આરોહણ: પુરૂષોત્તમભાઈ પીપળીયા, સી.ઈ.ઑ., રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના હસ્તે કરવામાં આવશે. અધ્યક્ષ સ્થાને: નલિનભાઈ વસા, પ્રદેશ ઉપાધ્યક્ષ, સહકાર ભારતી.
રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન શ્રી દિનેશભાઈ પાઠક, સિટીઝન કો-ઓપરેટીવ બેંકના ચેરમેન શ્રી હારીતભાઈ મહેતા, જીવન કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, પાર્શ્વનાથ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન શ્રી પિયુષભાઈ મહેતા, કો-ઑપરેટીવ બેંક ઓફ રાજકોટના સી.ઈ.ઓ જુલીબેન સાવલિયા, વિજય કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન શ્રી નિકુંજભાઈ ધોળકિયા, ધરતી કો-ઓપરેટીવ બેંકના એમ.ડી શ્રી રાજુભાઈ ભંડેરી, માધવ શરાફી સહકારી મંડળીના ચેરમેન ડો. પ્રકાશભાઈ મોઢા, અને સહકાર ભારતી રાષ્ટ્રીય સંપર્ક પ્રમુખ વિનોદભાઈ બરોચિયાની ઉપસ્થિતિમાં આ સપ્તાહની ઉજવણી શરૂ થશે. આ ઉજવણી પાછળનું મુખ્ય સંગઠન સહકાર ભારતી છે, જે સહકારી ક્ષેત્રે વિશ્વનું સૌથી મોટું સંગઠન છે. સ્થાપના: 11 જાન્યુઆરી, 1979ના રોજ પ. પૂ. શ્રી લક્ષ્મણરાવ ઈનામદાર (વકીલ સાહેબ) દ્વારા કરવામાં આવી હતી. સૂત્રો: ’વિના સહકાર નહીં ઉદ્ધાર’ના સૂત્રમાં ’વિના સંસ્કાર નહીં સહકાર’ પંક્તિ ઉમેરવામાં આવી છે. ધ્યેય: કેન્દ્ર સરકાર દ્વારા પ્રચલિત ’સહકાર થી સમૃદ્ધિ’ રૂપે, ભારતીય જીવન મૂલ્યો આધારિત સંસ્કારી કાર્યકર્તાઓનું નિર્માણ કરીને દેશની આર્થિક ઉન્નતિ કરવી. સહકાર સપ્તાહ દરમિયાન રાજકોટ મહાનગરના ચારેય ઝોનમાં પ્રશિક્ષણ, સહકાર મિલન અને સહકારી મહિલા સંમેલન જેવા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે:
આ સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા માટે સહકાર ભારતી રાજકોટ મહાનગરની ટીમ સક્રિયપણે જહેમત ઉઠાવી રહી છે, જેમાં અધ્યક્ષ ડો. એન. ડી. શીલુ, સંગઠન પ્રમુખ જયેશભાઈ સંઘાણી, તેમજ વિવિધ ઝોન અને પ્રકોષ્ઠના સંયોજકો અને સભ્યો યોગદાન આપી રહ્યા છે.



