કડવા પાટીદારની વિવિધ 25 જેટલી સંસ્થાઓના હોદ્દેદારો-પરિવારજનોએ સાથે મળી રાસોત્સવનો આનંદ માણ્યો
ખાસ-ખબર સંવાદદાતા
ઉમિયાધામ સિદસર પ્રેરિત કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં ગઇ કાલે દશેરાના દિવસે બાય-બાય નવરાત્રીની રંગેચંગે ઉજવણી સાથે કલબ યુવી નવરાત્રી મહોત્સવ-2023ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. દરરોજ હજારો દર્શકો અને 10,000થી વધુ ખેલૈયાઓએ સમગ્ર નવરાત્રી દરમિયાન રાસોત્સવનો આનંદ માણ્યો હતો. ગઇકાલે બાય-બાય નવરાત્રીમાં અતિથિ વિશેષ તરીકે ઉમિયાધામના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, ઉપપ્રમુખ જગદીશભાઇ કોટડીયા કલબ યુવીની મુલાકાત લઇ રાસોત્સવ નિહાળ્યો હતો.
પાટીદાર ભામાશા જીવનભાઇ ગોવાણી, કાંતીભાઇ માકડીયા, ઉમિયા પરિવાર સંગઠન સમિતિના સરોજબેન મારડીયા, જ્યોતીબેન ટીલવા, કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટરો તથા કમિટિ મેમ્બરોએ વિજયા દશમીના રોજ માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો. કલબ યુવી નવરાત્રીમાં ગઇકાલે યોજાયેલ બાય-બાય નવરાત્રીમાં સંપૂર્ણ પારીવારીક માહોલમાં વિવિધ પાટીદાર સંસ્થાઓના હોદ્દેદારો-પરિવારજનો, ક્લબ યુવીના હોદ્દેદારો, સ્પોન્સર પરિવારો, ટીમ મેમ્બરોના પરિવારોએ ટ્રેડીશ્નલ ડ્રેસમાં સજ્જ થઇ રાસોત્સવને
માણ્યો હતો.
કલબ યુવીના સમગ્ર આયોજનને સફળ બનાવવા બદલ કલબ યુવીના એડવાઇઝરી ડાયરેક્ટર મૌલેશભાઇ ઉકાણી, સ્મિતભાઇ કનેરીયાએ પાટીદાર પરિવારોને એક મંચ પર નવરાત્રી મહોત્સવનો આનંદ માણવા માટે સફળ આયોજનના શિલ્પી કલબ યુવીના કમિટિ મેમ્બરની કાર્યશક્તિને બિરદાવી હતી. નવ દિવસ માતાજીની આરાધના સાથે ખેલૈયાઓ અને દર્શકોએ મન ભરી આ ઉત્સવને
માણ્યો હતો.
કલબ યુવી દ્વારા સફળતાપૂર્વક નવરાત્રી મહોત્સવ પારીવારીક માહોલમાં સંપન્ન થયો હતો. સંપૂર્ણ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા પાયાના શિલ્પી એવા બોર્ડ ઓફ ડાયરેકટર બીપીનભાઇ બેરા, પ્રફુલભાઇ કાથરોટીયા, સુરેશભાઇ ઓગણજા, સંદીપભાઇ માકડીયા, નરેન્દ્રભાઇ ઘેટીયા, ડો. કલ્પેશભાઇ ઉકાણી, જીજ્ઞેશભાઇ આદ્રોજા, વિજયભાઇ ડઢાણીયા, કોર કમિટિ મેમ્બર્સ તથા કમિટિ મેમ્બર્સની ટીમ તથા સ્પોન્સરો, મ્યુઝીકલ એરેજમેન્ટ ટીમ, લાઇટ, સાઉન્ડ મંડપ સહિતની ટીમનો કો-ઓર્ડીનેટર ડાયરેકટર કાંતીભાઇ ઘેટીયાએ આભાર વ્યક્ત કર્યો હતો. હર્ષોલ્લાસ સાથે તથા સમગ્ર પારીવારીક વાતાવરણમાં કલબ યુવી નવરાત્રી મહોત્સવ-2023ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, તેમ કલબ યુવીના મીડિયા કોર્ડીનેટર રજની ગોલે જણાવ્યું છે.