ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જિલ્લામાં અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત ગીર સોમનાથમાં પણ વિવિધ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં લોકો સફાઈ અભિયાનમાં જોડાયા છે. આગામી બે મહિના સુધી સફાઈ અભિયાન હાથ ધરાયું છે ત્યારે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તેમજ તમામ તાલુકાના ગામોમાં અસરકારક અમલીકરણના હેતુથી દૈનિક ધોરણે 15 ડિસેમ્બર સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.ગીર સોમનાથમાં ગ્રામ્ય કક્ષાએ આવેલા ધાર્મિક સ્થળો, જાહેર રસ્તાઓ, ગામનો ચોરો, બજારો અને શાળા, સ્કૂલ, કોલેજોમાં લોકભાગીદારી દ્વારા સ્વચ્છતાલક્ષી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવેલ હતી અને આ જ રીતે આગળ પણ લોકભાગીદારીથી વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાલક્ષી કામગીરી વધુ વેગવંતી બનાવવામાં આવશે.