અધિકારીઓએ ભરતીના છછમાં ફેરફાર કર્યો હોવાનો આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાના વર્ગ-3 અને 4ના કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્ર્નો નહીં ઉકેલાતા આજરોજ કોર્પોરેશનના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. કોર્પોરેશનના કર્મચારીઓએ રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. આ તકે પોલીસ અને કર્મચારીઓ વચ્ચે વાતાવરણ પણ તંગ બન્યું હતું.
- Advertisement -
વધુમાં અધિકારીઓએ ભરતીના આર.આર.માં ફેરફાર કર્યો હતો, આમ નાના કર્મચારીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે. કર્મચારી પરિષદ દ્વારા ભરતી પ્રક્રિયા, લાયકાતોમાં સુધારો અને છુટછાટો સહિતના ફેરફારો સહિતની પડતર માંગોને લઈ આજે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો તેમજ કોર્ટ કાર્યવાહીની તૈયારીઓ થતાં મનપા દ્વારા કેવિયેટ દાખલ કરી દેવામાં આવી હતી, તો સાથે જ વિજીલન્સના સ્ટાફે વિરોધ કરી રહેલા કર્મચારીઓને ધક્કા મારી બહાર ખસેડ્યા હતા. આમ હજુ પણ મનપાની ઓફિસમાં તાળા યથાવત છે. જ્યાં સુધી આ નાના વર્ગના કર્મચારીઓની માંગોને પૂરી કરવામાં આવશે નહીં ત્યાં સુધી વિરોધ યથાવત રાખવા કર્મચારીઓએ ચિમકી ઉચ્ચારી હતી.