મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં કાર્યક્રમમાં મિસ-કમ્યુનિકેશનનાં કારણે સર્જાઈ મોટી બબાલ
જિલ્લા વહિવટી તંત્રની અઠવાડિયામાં બીજી વખત મુર્ખામી : આટકોટ ખાતે વડાપ્રધાનનાં કાર્યક્રમમાં અવ્યવસ્થા અને પત્રકારો સાથે અન્યાય બાદ હિરાસર એરપોર્ટ ખાતે પણ વહિવટી તંત્રનું નબળું નેતૃત્વ પુરવાર થયું!
- Advertisement -
પત્રકારોને માહિતી ખાતા દ્વારા સીધાં જ હેલિપેડ લઈ જવાયા અને DCP પ્રવિણકુમાર મીણાનો પીત્તો છટક્યો : શું કલેક્ટર તંત્ર દ્વારા આવા જંગી કાર્યક્રમો માટે પણ કોઈ હોમવર્ક થતું નથી?
ખાસ-ખબર સંવાદદાતા
આજે હિરાસર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિરીક્ષણ માટે આવ્યા છે. ત્યારે કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્રના મિસકોમ્યુનિકેશનના કારણે બબાલ સર્જાઈ છે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કવરેજ માટે ગયેલા પત્રકારો અને પોલીસ તંત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી. જેનું કારણ જિલ્લા વહીવટી તંત્રની બેદરકારી છે. સર્કિટ હાઉસ ખાતેથી માહિતી ખાતાની બસ પત્રકારો અને કેમેરામેનને સીધા જ એરપોર્ટના હેલિપેડ ખાતે લઈ જવાયા હતા. ત્યાં કેમેરામેન અને ફોટોગ્રાફર દ્વારા કવરેજ ચાલુ કરાતા ડીસીપી પ્રવીણકુમાર મીણાએ પોતાના પ્રોટોકલ મુજબ તેમને અટકાવ્યા હતા. જેને લઈને બબાલ શરૂ થઈ હતી. આ મામલો એટલો ગરમાયો હતો કે, મીડિયાકર્મીની ગાડી ડિટેઈન કરવા સુધી પહોંચ્યો હતો. જ્યારે આ સમગ્ર ઘટનાની વાસ્તવિકતા પર નજર કરીએ તો પત્રકારો તેમનું કવરેજ કરતા હતા અને પોલીસ પ્રશાસન પણ પોતાની ફરજ નીભાવી રહ્યા હતા. પરંતુ આ ભૂલએ જિલ્લા વહીવટી તંત્રની કહેવાય.
- Advertisement -
આવા જંગી કાર્યક્રમો હોય અને ખુદ મુખ્યમંત્રી તેની મુલાકાત કરતા હોય ત્યારે માહિતી ખાતા સાથે સંકલન કરીને વ્યવસ્થા કરવી જોઈએ પરંતુ ખુદ કલેક્ટર તંત્ર હોમવર્ક કરતું નથી તેવું ઉપસી આવે છે. આવું પ્રથમ વખત નથી બન્યું કે, વહીવટી તંત્રનો અણધડ વહીવટ સામે આવ્યો હોય ગત શનિવારે પણ વડાપ્રધાનના આટકોટના કાર્યક્રમમાં પણ વહીવટી તંત્રનું નબળું નેતૃત્વ પુરવાર થયું હતું. આ કાર્યક્રમમાં પણ પત્રકારો માટે કોઈ બેઠક વ્યવસ્થા જ ન હતી. જેથી તેઓએ નીચે બેસીને કાર્યક્રમનું કવરેજ કરવા મજબૂર બન્યા હતા. જ્યારે આજે ફરીથી જિલ્લા વહીવટી તંત્રનું નબળું નેતૃત્વ જોવા મળ્યું.
કલેક્ટર અને DCPની હાજરીમાં ઈખએ દિલગીરી વ્યક્ત કરી!
સમગ્ર મામલે DCP પાર્થરાજસિંહ ગોહિલને તપાસ સોંપાઈ : બે દિવસમાં રિપોર્ટ તૈયાર કરવાના આદેશ
પોલીસ કમિશનર કચેરીએ પત્રકારોના ધરણાં
જિલ્લા વહીવટી તંત્રના વાંકે થયેલી પોલીસ અને પત્રકારો વચ્ચે બબાલ મુદ્દે પોલીસ કમિશનર કચેરી ખાતે મીડિયાકર્મી નીચે બેસી ગયા હતા અને ડીસીપી પ્રવીણકુમાર મીણાનો વિરોધ નોંધાવ્યો હતો અને ડીસીપી મીણા હાય..હાયના નારા લગાવ્યા હતા. મીડિયાકર્મી સાથે કરેલા ગેરવર્તન મુદ્દે ડીસીપી મીણા માફી માગે તેવી માંગ કરી છે.