7 મતદાન મથક 332 મતદારો: 6 બેઠકો બિનહરીફ: 19મીએ મતગણતરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નાગરિક બેન્કની કાલે ચૂંટણી યોજાશે, ત્યારે મામા-ભાણેજ વચ્ચેના વિવાદના કારણે સહકારીક્ષેત્રમાં ભારે ચર્ચાસ્પદ બનેલી આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઇ તે માટે કલેકટર તંત્ર સાબદુ બન્યું છે, અને રાજકોટ સહિત સાત સ્થળે મતદાન યોજાનાર હોય સુરત અને મુંબઈના મતદાન મથકો પર ફરજ માટે મૂકાયેલા સ્ટાફને મતપેટીઓ સાથે ફરજના સ્થળે ગઇકાલે જવા રવાના થયા હતા, ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે સાતેય મતદાન મથકો પર વેબ કાસ્ટિંગ-વીડિયો રેર્કોડિંગની વ્યવસ્થા ચૂંટણીતંત્ર દ્વારા ગોઠવાઈ છે.
સુરત અને મુંબઈ માટે મતપેટીઓ સાથે સ્ટાફને રવાના કર્યા બાદ હવે, રાજકોટ, જસદણ. જેતપુર, અમદાવાદ, મોરબી સહિતના સ્થળો પર મતપેટી સાથે સ્ટાફને આજે બપોરે મોકલવામાં આવનાર છે. રવિવારે સવારે 8 થી બપોરે 4 વાગ્યા સુધી મતદાન માટે અને તા.19મીએ મતગણતરી કરી પરિણામ જાહેર કરાશે. દરેક મતદાન મથકો ઉપર પોલીસનો પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવાનું આયોજન ચૂંટણીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. રાજકોટમાં કુલ 196 મતદારો છે, કુલ 33ર મતદારો મતદાન કરશે, બંને પેનલોએ જીતના દાવા કર્યા છે. કુલ 3 લાખ 37 હજાર સભાસદો છે, તેમના પ્રતિનિધિ તરીકે 33ર મતદારો મતદાન કરશે. ચૂંટણીમાં સહકાર પેનલના 6 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, સહકાર પેનલનું ચૂંટણી ચિન્હ સફરજન તો સંસ્કાર પેનલનું ચિન્હ માઇક અપાયું છે, દરેક મતદાન મથકો ઉપર નાયબ મામલતદાર ફરજ ઉપર મૂકાયા છે, રાજકોટમાં નાગરીક બેંક હેડ ઓફીસ ખાતે મતદાન થશે.
સહકાર પેનલના ઉમેદવારો…
(1) માધવ દવે
(2) ચંદ્રેશ ધોળકિયા
(3) દિનેશ પાઠક
(4) અશોક ગાંધી
(5) ભૌમિક શાહ
(6) કલ્પેશ ગજ્જર
(7) ચિરાગ રાજકોટિયા
(8) વિક્રમસિંહ પરમાર
(9) હસમુખ ચંદારાણા
(10) દેવાંગ માંકડ
(11)ડો.એન.જે.મેઘાણી
(12) જીવણ પટેલ
(13) જ્યોતિબેન ભટ્ટ
(14) કીર્તિદાબેન જાદવ
(15) નવીન પટેલ (બિનહરીફ)
(16) સુરેન્દ્ર પટેલ
(અમદાવાદ) બિનહરીફ)
(17) દીપક બકરાણિયા
(મોરબી) (બિનહરીફ)
(18) મંગેશ જોશી
(મુંબઈ) (બિનહરીફ)
(19) હસમુખ હિંડોચા
(જામનગર) બિનહરીફ)
(20) બ્રિજેશ મલકાણ
(21) લલિત વોરા
(ધોરાજી) (બિનહરીફ)
સંસ્કાર પેનલ ઉમેદવારો
(1) જયંત ધોળકિયા
(2) લલિત વાડેરિયા
(3) ડો. ડી. કે. શાહ
(4) દીપક કારીઆ
(5) વિશાલ મીઠાણી
(6) દીપક અગ્રવાલ
(7) ભાગ્યેશ વોરા
(8) વિજય કારીઆ
(9) પંકજ કોઠારી
(10) નીતાબેન શેઠ
(11) હિનાબેન બોઘાણી