એક્ટરને 2 દિવસ પહેલાં હાર્ટઅટેક આવ્યો
સોની ટીવીનાં ફેમસ શૉ CIDમાં ઈંસ્પેક્ટર ફેડરિક્સનો રોલ પ્લે કરનારા એક્ટર દિનેશ ફડનિસને શુક્રવારે એટલે કે 1 ડિસેમ્બરનાં હાર્ટઅટેક આવ્યો હતો. સાંજનાં સમયે તેમને હાર્ટ અટેક આવ્યો હતો જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ સમાચારને તેમના કો-સ્ટાર દયાનંદ શેટ્ટીએ કન્ફર્મ કર્યું છે.
- Advertisement -
દયાએ આપી માહિતી
મીડિયા રિપોર્ટ અનુસાર દિનેશ ફડનિસનાં મિત્ર અને કો-સ્ટાર દયાનંદ શેટ્ટીએ, હાર્ટ અટેક આવ્યાની માહિતી આપી હતી. દયાનંદ શેટ્ટીએ CID શૉમાં ઈંસ્પેક્ટર દયાનો રોલ પ્લે કર્યો હતો. દયાનંદ અનુસાર હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ દિનેશની હાલતમાં સુધારો જોવા મળ્યો છે. તેમની બોડી સારી રીતે રિસ્પોન્ડ કરી રહી છે. ઘરવાળાઓ અને નજીકીઓને આશા છે કે તે જલ્દી ઠીક થઈ ઘરે પાછા આવી જશે.
'CID' actor Dinesh Phadnis, who played the role of Fredricks in the show, is hospitalized in Mumbai after suffering a heart attack. Our thoughts are with him, and we wish him a very speedy recovery.#tellytalkindia #celebritynews #exclusive #cid #tvshow #realityshow… pic.twitter.com/MCwPqv84QW
— Telly Talk (@TellyTalkIndia) December 3, 2023
- Advertisement -
વેંટિલેટર સપોર્ટ પર છે દિનેશ
57 વર્ષનાં એક્ટર દિનેશ ફડનિસને મુંબઈનાં તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. સ્થિતિ નબળી હોવાને લીધે તેમને વેંટિલેટર સપોર્ટમાં રાખવામાં આવ્યું છે. હાલમાં તેમની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે.
CID શૉથી મળી ઓળખ
દિનેશ ફડનિસને વર્ષ 1998માં શરૂ થયેલા ટીવી શૉ CIDમાં ખાસ ઓળખ મળી હતી. શરૂઆતી કેટલાક એપિસોડ્સમાં તેમને કડક પોલીસ ઈંસ્પેક્ટર ફેડરિક્સનો રોલ આપવામાં આવ્યો હતો જો કે પાછળથી તેમને કોમેડિયન ઈંસ્પેક્ટરની રીતે રજૂ કરવામાં આવ્યું. CID શૉ 2018 સુધી ચાલ્યું હતું. ટીવી શૉ સિવાય દિનેશ મરાઠી ફિલ્મોમાં પણ જોવા મળે છે.