જૂનાગઢ સાંસદ બાદ સોમનાથ MLAનું સુસાઇડ નોટમાં નામ સામે આવ્યું
હોસ્પિટલ મુકવા આવેલ મિત્રોના નિવેદન લેવાનું શરુ: પીએમ અને FSL રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમાનું વેરાવળના ડો.ચગના આપઘાત મામલે સુસાઇડ નોટમાં નામ આવ્યા બાદ હવે સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નામ સુસાઇડ નોટમાં સામે આવતા રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો છે જયારે સાસંદ રાજેશ ચુડાસમા સામે ગુનો દાખલ કરાયો છે અને સોમનાથ ધારાસભ્યનું નામ સામે આવતા મૃતક નીતિન પરમારના પીએમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ આગળની તપાસ કરવામાં આવશે તેમ ડીવાયએસપી કોડીયાતર દ્વારા જણાવ્યું હતું.
ચોરવાડના નીતિન પરમારે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો અને એક સુસાઇડ નોટ પણ મળી આવૈ હતી જેમાં સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમા સહીત ત્રણ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ધારાસભ્યના નામનો સુસાઇડમાં ઉલ્લેખ થતા વિમલ ચુડાસમાએ પ્રતિક્રિયા સામે આવી હતી. જેમાં ધારાસભ્યએ સીસીટીવી કેમેરાના આધારે કાળા કલરની કારમાંથી 8 થી 9 લોકો આવ્યા હતા અને ટેબલ પર સુવડાવી જતા રહ્યા હતા જો કોઇ વ્યક્તિએ ફાંસો ખાધો હોય તો પોલીસને જાણ કરવી પડે બાદમાં જ મૃતદેહ નીચે ઉતારી શકાય અને આ લોકો મૃતદેહ મૂકીને ચાલ્યા ગયા હતા તેના ભાઇએ પણ શંકા છે કે, હત્યા થઇ છે અને ઇજાના નિશાન પણ જોવા મળ્યા છે જેથી એવુ લાગે છે ફાંસો નથી ખાધો, હત્યાની શંકા છે, એનો મોબાઇલ પણ ગુમ છે. તેના મોબાઇલની કોલ ડિટેઇલ કઢાવવાની રજૂઆત કરાઇ છે.
ચોરવાડના નિતીન પરમાર ગળાફાંસો ખાઇ આપઘાત પ્રકરણ મામલે માંગરોળ ડીવાયએસપી કોડીયાતર દ્વારા ખાસ ખબર સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, આપઘાત કરનાર નિતીન પરમારના મૃતદેહનું પીએમ કર્યા બાદ તેની અંતિમ વિધી પણ પૂર્ણ કરવામાં આવી છે અને જે પીએમ રીપોર્ટ આવશે તેના પરથી સાચુ કારણ જાણવા મળશે.
તેમજ જે સુસાઇડ નોટ મળી આવી છે તેને પણ એફએસલમાં મોકલીને રિપોર્ટ મંગાવવામાં આવશે. ત્યાર બાદ સાચુ કારણ બહાર આવશે અને પોલીસ દ્વારા રિપોર્ટ બાદ આગળની વધુ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. જયારે હોસ્પિટલ ખાતે મુકવા આવેલા લોકો મૃતકના મિત્રો હોય ત્યારે તેના પણ નિવેદનો લેવાની કાર્યવાહી ચાલી રહી છે. આ તમામ પાસા ચકાસીને વધુ તપાસ આગળ ચલાવવામાં આવશે.
આપઘાત કરનાર નિતિન પરમારની સુસાઇડ નોટ
મારૂં નામ નીતિન જગદીશ પરમાર છે, રહેવાનું જુજારપુર..હું અત્યારે ફાંસો ખાઉં છુ અને એ માટે જિમ્મેદાર 3 વ્યક્તિ છે. જેમાં વિમલ કાના ચુડાસમા, સોમનાથ ધારાસભ્ય, મનુભાઇ મકનભાઇ કવા રહે. પ્રાંચી અને ભનુ મકન કવા રહે.પ્રાચી. આ 3 જણાના હિસાબે મને માનસીક ત્રાસ અને મને મારી નાખવાની ધમકી આવે છે, એના હિસાબે હું ફાંસો ખાઇને જીવન ટુંકાવુ છુ અને મારા મરવાનું કારણ આ ત્રણ જણા જ છે.