ખાસ-ખબર ન્યૂઝ પાકિસ્તાન, તા.01
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા થયા બાદ દેશમાં આવેલી ઘણી ચાઈનીઝ કંપનીઓ (chinese companies) બલુચિસ્તાન (Balochistan )થી ડરી ગઈ છે. આ કારણે કંપનીઓએ પાકિસ્તાન છોડવાનો નિર્ણય કર્યો છે. ચીનના શ્રમિકો પર હુમલો થયા બાદ તેમનો આત્મવિશ્વાસ વધુ ડગમગાયો છે. હવે ચીનના એન્જિનિયરો અને કર્મચારીઓ પાકિસ્તાનમાં રહેવાની હિંમત કરી રહ્યા નથી. સુરક્ષાના કારણોસર ઘણી ચાઈનીઝ કંપનીઓ અને તેના કર્મચારીઓ પાકિસ્તાન છોડવાની યોજના બનાવી રહ્યા છે, તેમ એક સુરક્ષા વિશ્લેષકે જણાવ્યું છે.
- Advertisement -
ચીન-પાકિસ્તાનનો પ્રોજેક્ટ અટવાયો
રિપોર્ટથી એવો સંકેત મલી રહ્યો છે કે, કેટલાક લોકો સુરક્ષા કારણોસર દેશ છોડવા પર વિચાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 60 અબજ ડોલરના ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડેર હેઠળ પાકિસ્તાનના તત્વાવધાનના પ્રોજેક્ટમાં હજારો ચાઈનીઝ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. હુમલાઓ વધતા હવે આ પ્રોજેક્ટને પણ અસર થઈ રહી છે.