પાકિસ્તાને ચીન સાથે મુક્ત વેપાર કરાર પર પુનર્વિચાર કરવો જોઈએ
ખાસ-ખબર સંવાદદાતા
શું પાકિસ્તાનને મિત્રતાના નામે દેવામાં ડૂબી ડુબાડવાની ચીનની રણનીતિ સમજાઈ ગઈ છે? પાકિસ્તાનના મીડિયાનું વલણ પણ આ જ સંકેત આપી રહ્યું છે. પાકિસ્તાનના અખબાર ડોને ચીન સાથેના દેશના વેપાર પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે આ મિત્રતાથી આપણું માત્ર નુકસાન થયું છે.
અર્થવ્યવસ્થાના જાણકાર પત્રકાર ખુર્રમ હુસૈને તેમના એક લેખમાં ચીન સાથે પાકિસ્તાનના વેપાર પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને તેને પાકિસ્તાનની દુર્દશાનું કારણ ગણાવ્યું છે. તેમણે લખ્યું છે કે, પાકિસ્તાન ચીન માટે અલગ નથી. તે અન્ય દેશો પાસેથી જે ઈચ્છે છે તે પાકિસ્તાન પાસેથી પણ લઈ રહ્યો છે. તે વસ્તુ છે ધંધામાં નફો.
રસપ્રદ વાત એ છે કે આ એ જ ચીન છે, જેને પાકિસ્તાન પોતાનો સદાબહાર મિત્ર કહે છે. તમને જણાવી દઈએ કે વેપાર ખાધ સિવાય ચીને ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર અને ગ્વાદર પોર્ટ જેવા પ્રોજેક્ટ માટે મોટી લોન આપીને પણ પાકિસ્તાન પર દબાણ કર્યું છે. આ કોરિડોરથી ચીનને અફઘાનિસ્તાન અને પછી મધ્ય એશિયા સુધી પહોંચવાનો રસ્તો મળી ગયો હોવા છતાં પાકિસ્તાનને તેનાથી કોઈ આર્થિક ફાયદો થતો દેખાઈ રહ્યો નથી. ખુર્રમ લખે છે કે પાકિસ્તાન સિવાય ચીન ઘણા દેશો સાથે વેપાર સરપ્લસમાં છે, પરંતુ હવે તેઓ તેને સમજી રહ્યા છે અને પગલાં લઈ રહ્યા છે.
તેમણે લખ્યું છે કે ચીન પણ ભારત સાથે વેપાર સરપ્લસમાં છે. પરંતુ ભારત હવે તેની વેપાર નીતિ બદલી રહ્યું છે. તેમનું કહેવું છે કે આપણા અને અન્ય દેશો વચ્ચે આ જ ફરક છે. ખુર્રમનું કહેવું છે કે આપણે ચીન સાથે ભાવનાઓના આધારે સંબંધો ન રાખવા જોઈએ પરંતુ તથ્યો અને જરૂૂરિયાતો અનુસાર વાત કરવી જોઈએ. તેમનું કહેવું છે કે પાકિસ્તાન સાવધાન રહેવાને બદલે ચીન પાસેથી વધુ લોન લઈ રહ્યું છે, જેના કારણે સંકટ ઘેરી બની રહ્યું છે. તે એવું પણ સૂચન કરે છે કે પાકિસ્તાને ચીન સાથે મુક્ત વેપાર કરાર પર પુનર્વિચાર કરવો જોઈએ. આનાથી માત્ર ચીનને ફાયદો થઈ રહ્યો છે, જ્યારે આપણા પૈસાનું નુકસાન થઈ રહ્યું છે.
અમેરિકા અને બ્રિટનથી જે કમાણી થાય છે તે ચીન સાથેના વેપારમાં ખર્ચીએ છીએ
2010થી ચીન સાથે અમારું વેપાર અસંતુલન 90 બિલિયન ડોલર છે. આનો અર્થ એ થયો કે ચીજવસ્તુઓ અને સેવાઓના બદલામાં 90 અબજ ડોલરની જંગી મૂડી પાકિસ્તાનથી ચીનમાં ગઈ. આ પછી અમે ખાડી દેશોમાંથી તેલ ખરીદવામાં મોટી રકમ ગુમાવી. ખુર્રમ હુસૈન કહે છે કે ચીન કરતાં અમેરિકા અને યુરોપ જેવા દેશો સાથે વેપાર કરવો અમારા માટે વધુ સારો છે. તેઓ લખે છે, “અમેરિકા સાથે અમારો વેપાર 34 બિલિયન ડોલરનો સરપ્લસ છે. બ્રિટન સાથેનો વેપાર 12 બિલિયન ડોલરની સરપ્લસમાં છે. મતલબ કે અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાંથી આપણે જે કંઈ કમાઈએ છીએ તે ચીન સાથેના વેપારમાં ખર્ચીએ છીએ.”