કિશોરીઓ, સગીરાઓનું જીવન સુધારવા કાર્યવાહી જરૂરી, 2026 સુધી પગલાં લેવાશે: સરકાર
પોલીસની કાર્યવાહી સામે મહિલાઓ રસ્તા પર ઉતરી સરકાર ખોટા આરોપો લગાવી પરેશાન કરી રહી છે, લગ્ન કરનારા પુખ્ત: પરિવારજનો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આસામમાં બાળ લગ્નોની સામે સરકાર દ્વારા મોટા પાયે ધરપકડો શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલાની સંખ્યા વધીને 2500 સુધી પહોંચી ગઇ છે. બીજી તરફ આ ધરપકડના વિરોધમાં લોકો ધરણા પ્રદર્શન કરવા લાગ્યા છે. મહિલાઓ મોટી સંખ્યામાં ધરણા કરવા લાગી છે.
આસામમાં પહેલી તારીખથી બાળ લગ્ન કરનારા પુરુષો કે કરાવનારા ધર્મગુરુઓ કે મૌલવીઓની સામે પોલીસ દ્વારા આકરા પગલા લેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં આવા 2500 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. અને આ ધરપકડની કાર્યવાહી 2026માં વિધાનસભાની ચૂંટણી યોજાય ત્યાં સુધી શરૂ રાખવામાં આવશે. બીજી તરફ લોકોમાં આ કાર્યવાહીને લઇને ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.
જે જિલ્લાઓમાં વધુ પ્રમાણમાં ધરપકડ થઇ છે ત્યાં મોટી સંખ્યામાં મહિલાઓ ધરણા પ્રદર્શન કરી રહી છે. કેટલીક મહિલાઓ પોતાના બાળકોને સાથે રાખીને ધરણા કરી રહી છે.
આસામ સરકારે 14 વર્ષથી ઓછી વયની કિશોરીઓ સાથે લગ્ન કરનારા પુરુષની સામે પોક્સો કાયદો અને 14થી 18 વર્ષની વયની સગીરા સાથે લગ્ન કરનારા સામે બાળ લગ્ન વિરોધી કાયદા હેઠળ ગુનો દાખલ કરવાનું શરૂ કરી દીધુ છે.