રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ હોમ આઇસોલેશનમાં છે. સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે
- Advertisement -
ગુજરાતના આરોગ્યમંત્રી કોરોનાને માત આપી પરત ફર્યા છે ત્યારે બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોનાના હળવા લક્ષણ જણતા તેઓએ કોવિડનો રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા મુખ્યમંત્રી પટેલની સંપર્કમાં આવેલા લોકોને સાવચેત રહેવા સૂચન કરવામા આવ્યું છે. હાલ CM ભૂપેન્દ્ર પટેલને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
આજની કેબિનેટ બેઠક પણ કરી હતી રદ્દ
મહત્વનું છે કે ગઈકાલે મંગળવારે મુખ્યમંત્રી લોકોને મળતા હોય છે પણ કાલનો આ કાર્યક્રમ તેમજ આજની કેબિનેટ બેઠક બંને રદ્દ કરવામા આવતા અનેક ચર્ચાઓએ જોર પકડયું હતું. ગઈકાલે રાત્રે જ ભૂપેન્દ્ર પટેલને કોરોના થયો હોવાના આશંકા દર્શાવતા વાતો સોશિયલ મીડિયામાં વહેતી થઈ હતી. સીએમએ 2 દિવસથી તબિયત ખરાબ હોવાને લીધે કોઈ જાહેર કાર્યક્રમમાં જવાનું ટાળ્યું હતું. મહત્વનું છે કે ગત સપ્તાહે જ મુખ્યસચિવ પંકજ કુમારને પણ કોરોના થયો હતો.એ અગાઉ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
રથયાત્રામાં ભાગ નહીં લઈ શકે
આ તરફ રથયાત્રાને આડે હવે ગણતરીના 3 દિવસો જ રહ્યા છે. આજથી જ અનેક રંગારંગ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ રથયાત્રામાં ભાગ લેવા અને વિધિઓમાં હાજર રહેવા જવાના હતા પણ કોરોના પોઝિટિવ આવતા તેઓ રથયાત્રામાં નહીં જોડાઈ શકે, જો કે કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રથયાત્રાના કાર્યક્રમ અંગે સીએમઓ તરફથી કોઈ જાણકારી આપવામાં આવી નથી
- Advertisement -
CMને કોરોના થતાં વર્ષોની પહિંદવિધિની પરંપરા તૂટશે
-પહિંદવિધિ કોણ કરશે તેને લઇને કોઇ ઔપચારિક જાહેરાત નહીં
-રથયાત્રા પહેલા થતી પહિંદવિધિ CM કરતા હોય છે
-રથયાત્રાના પ્રસ્થાન પહેલા થતી હોય છે પહિંદવિધિ
ગઈકાલના ગુજરાતના કોરોના કેસ
ગુજરાતમાં કોરોનાના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. આરોગ્ય વિભાગ હાલ એક્શન મોડમાં છે ત્યારે લોકોને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાની સલાહ આપી રહ્યું છે. તેવામાં ફરી કોરોનાએ ઉછાળો માર્યો છે. મંગળવારે 500ની નજીક કોરોનાના કેસ પહોંચી જતા ચિંતાના વાદળો ઘેરાયા છે. ગઈકાલે રાજ્યમાં નવા 475 કેસ નોંધાતા એક્ટિવ કેસ 2893 પર પહોંચ્યા છે. તો 98.88 ટકા રિકવરી રેટ છે.