અમદાવાદમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળ્યા છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું છે. મુખ્યમંત્રી ડેસ્કબોર્ડથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રામાં આવતા સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને નગર ચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી સી.એમ.ડેશબોર્ડની વીડિયો વોલ પર સમગ્ર યાત્રાના માર્ગનું નિરીક્ષણ અને રથયાત્રાના શરુઆતના રૂટનું રિયલ ટાઈમ મોનીટરીંગ કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને ભગવાનના મુખ્ય રથનો માર્ગ તેમજ યાત્રામાં જોડાયેલા પદયાત્રીઓની બારીકાઇથી વિગતો મેળવી હતી.
- Advertisement -
વીડિયો વોલ દ્વારા મેળવી ઝીણવટપૂર્વક જાણકારી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવવામા આવેલા સલામતી સુરક્ષાના પોલીસ પ્રબંધ અંગે પણ વીડિયો વોલ દ્વારા ઝીણવપૂર્વકની જાણકારી મેળવી હતી. આ વેળાએ મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્યઅગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરી તેમજ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને અધિકારીઓ પણ આ નિરીક્ષણમાં જોડાયા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિર ખાતે પહિંદ વિધિ કરીને ભગવાન શ્રી જગન્નાથજી, ભ્રાતા બળદેવજી અને બહેન સુભદ્રાજીની 146મી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ભગવાન સમક્ષ ગુજરાતના અને દેશના લોકોના સુખ, શાંતિ અને સર્વાંગીણ… pic.twitter.com/AwUHOVq2a4
- Advertisement -
— CMO Gujarat (@CMOGuj) June 20, 2023
મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી કરાઈ રહ્યું છે રિયલ ટાઈમ મોનીટરીંગ
આ રથયાત્રાનું સમગ્ર દિવસ દરમ્યાન મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી સી.એમ ડેશબોર્ડ દ્વારા અમદાવાદ શહેર પોલીસ અને મહાનગર પાલિકાની ટીમ દ્વારા રિયલ ટાઈમ મોનીટરીંગ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. આ ટીમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રથયાત્રાની છેલ્લામાં છેલ્લી સ્થિતિથી માહિતગાર રાખશે.
#RathYatra2023 Police control room, Ahmadabad city @sanghaviharsh @GujaratPolice @InfoGujarat pic.twitter.com/X93ZTYvsBT
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) June 20, 2023
25 હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી રહી છે, ત્યારે રથયાત્રામાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રાના બંદોબસ્તમાં વિવિધ રેન્કના 25 હજારથી વધુ સુરક્ષા જવાનો જોડાયા છે. જેમાં 11 IG, 50 SP, 100 DySP, 300થી વધુ PI, 800 PSI અને SRP તથા CRPFની 35 ટુકડી અને 6 હજાર હોમગાર્ડના જવાનો જોડાયા છે. આ રથયાત્રા દરમિયાન અફવા પર ધ્યાન ન આપવા પોલીસે લોકોને અપીલ કરી છે. સાથે જ આજની રથયાત્રામાં પ્રથમ વખત એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરાયો છે.