ચારધામ યાત્રાના દર્શન માટે 15 મે એ રજીસ્ટ્રેશનનો આંકડો 30 લાખથી વધુ પહોંચી ગયો છે આ કારણે સરકારને ભીડને નિયંત્રણ કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં રોક લગાવવી પડી રહી છે. સરકારે કેદારનાથ ધામમાં 25 મે સુધી રજીસ્ટ્રેશનમાં રોક લગાવવી પડી છે.
15થી25 મે સુધી 2.79 લાખ યાત્રીઓએ કેદારનાથ ધામ માટે અગાઉથી જ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. ચારધામની યાત્રા માટે 15 મે સુધીમાં 30 લાખથી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂકયું છે. કેદાર ખીણમાં સતત ખરાબ હવામાન અને વરસાદ અને બરફ વર્ષા થઈ રહી છે.
- Advertisement -