ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
સદગુરૂ રણછોડનગર-2, જલગંગા ચોક, સંતકબીર રોડ પર આવેલ ખોડીયાર બાળકોની હોસ્પિટલ દ્વારા ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ખોડીયાર બાળકોની હોસ્પિટલ પાસેથી રૂ.10,000/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.
તા.20-08-2024ના રોજ સદગુરૂ રણછોડનગર-2, જલગંગા ચોક, સંતકબીર રોડ પર આવેલ ખોડીયાર બાળકોની હોસ્પિટલને ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ રૂ.10,000નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કામગીરી રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેર નિલેશ પરમારની સુચના અને નાયબ પર્યાવરણ ઈજનેર પી.સી.સોલંકીના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.6ના સેનીટરી ઇન્સ્પેકટર હરેશ ગોહેલ દ્વારા કરવામાં આવેલ.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ તમામ હોસ્પિટલ, દવાખાનાઓ તથા ક્લિનિક ચલાવતા ડોકટરોને જાણ કરવામાં આવે છે કે તેમનો બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં કે કોઇપણઅન્ય જગ્યાએ ન ફેકતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે અધિકૃત કરેલ એજન્સી Distromed Bio-Clean Pvt. Ltd. મારફત નિકાલ કરવા જણાવાયું હતું.