ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ક્ષત્રિય સમાજની અગ્રહરોળની સામાજીક સંસ્થા ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ રાજકોટ દ્વારા આગામી રવિવારના રોજ 50મો વિદ્યાસત્કાર સમારોહ યોજાશે. સુવર્ણ જયંતિ વર્ષ સમારોહમાં મુખ્ય મહેમાન ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના કુંડાના ધારાસભ્યો ભદરી સ્ટેટના રાજકુંવર- રઘુરાજપ્રતાપસિંહજી રાજાભૈયા” તેમજ મહારાજા યદુવિર કિષ્નાદત્તા ચામરાજા વાડિયાર ઓફ મૈસુર, માન. સસંદ સભ્ય 4ઙ મૈસુર, કર્ણાટક અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં 370 થી વધુ ક્ષત્રિય તેજસ્વી તારલાઓને સન્માનીત કરવામાં આવશે. સૌરાષ્ટ્ર કચ્છના ક્ષત્રિય સમાજના તેજસ્વી વિધ્યાર્થીઓને સંસ્થા દ્વારા છેલ્લા 50 વર્ષથી સન્માનીત કરી સમાજમાં શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે અવરીત કાર્ય થઈ રહ્યા છે. સુવર્ણ જયંતી વર્ષ વિધ્યા સત્કાર સમારોહ તા. 15/09/2024, રવિવારના રોજ બપોરના 02-00 કલાકે હેમુ ગઢવી હોલ. ટાગોર માર્ગ રાજકોટ ખાતે યોજાશે. આગામી રવિવારે આયોજિત 50માં વિધ્યા સત્કાર સમારોહમાં દેશભર તેમજ વિશ્વભરમા ક્ષત્રિય સમાજમા આગવી નામના ધરાવતા લાખો, કરોડો ક્ષત્રિયોના તેમજ અન્ય સમાજમા પણ લોકચાહના ધરાવનાર ઉતરપ્રદેશના ભદરી રિયાસતના રાજવી પરિવારના કુંવર રઘુરાજપ્રતાપસિંહજી રાજા ભૈયા મુખ્ય મેહમાન પદે તેમજ તેમની સાથે મૈસૂર સ્ટેટ સાંસદ ક્રિષ્નાદત્તા ચામરાજા વાડિયાર ઓફ મૈસુર પણ સમારોહમા ઉદ્ઘાટક તરીકે સ્થાન દીપાવશે.
ક્ષત્રિય સમાજના હાયર એજયુકેશનથી પ્રાઇમરી સુધીમાં ઉચ્ચતમ સિદ્ધિ હાંસલ કરનારા 370થી વધુ વિધ્યાર્થી દીકરા, દીકરીઓને શિલ્ડ, સર્ટિફિકેટ તથા રોકડ પુરસ્કાર સાથે મહાનુભવોના હસ્તે સન્માનીત કરાશે સાથે પોલિસ ડિપાર્ટમેન્ટમા ઉત્કૃષ્ટ ફરજ બજાવવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર ડી.વાય.એસ.પી. કૃષ્ણકુમારસિંહજી એચ.ગોહિલ, ભગીરથસિંહજી વી.ગોહિલ તથા નિરવસિંહજી પી.ગોહિલને પણ તેઓની ઉચ્ચતમ સેવા પ્રદાન કરવા સંદર્ભે સન્માનીત કરવામાં આવશે સાથે 50મા વર્ષના લક્ષ્યમા ઓલ ઈન્ડિયા બાસ્કેટ બોલ ફેડરેશન સિલેક્શન કિમટીના ચેરમેન પદે પસંદગી પામેલા અને તાજેતરમા પેરીસ ઓલમ્પિકમા સ્પેશિયલ ડેલિગેટ રહેલા શક્તિસિંહ ગોહિલનું પણ સન્માન કરાશે.