જૂનાગઢ કૃષિ યુનિ.નાં અધિકારીઓએ રેકર્ડ સાથે ચેડાં કર્યાનાં ગંભીર આક્ષેપ
જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી ગુનો નોંધવા મુખ્યમંત્રી, કૃષિ સચિવ સહિતનાને રજૂઆત કરાઇ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક બાદ રોજ નવા ખુલ્લાસા થઇ રહ્યાં છે. કૃષિ યુનિવર્સિટીનાં વીસી ઓફીસનાં અધિકારીઓ દ્વારા રેકર્ડ સાથે ચેડા કર્યાનાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યાં છે. તેમજ જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી ગુનો નોંધવા મુખ્યમંત્રી, કૃષિ સચિવ સહિતનાં ઉચ્ચઅધિકારીઓને રજુઆત કરતા ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ.વી.પી.ચોવટિયા સીસીસી પ્લસની પરીક્ષામાં નાપાસ થયાનાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યાં છે. જૂનાગઢનાં વિરલ જોટવાએ મુખ્યમંત્રી, કૃષિ મંત્રી, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગનાં અગ્રસચિવ, નાયબ સચિવને રજુઆત કરી જણાવ્યું હતું કે, કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ.વી.પી.ચોવટિયાની ખોટી નિમણુંક અંગે અનેક રજુઆતો પુરાવાઓ સાથે સરકારને કરી છે. વધુ ઉમેરવાનું કે, વી.સી. કચેરીનાં યુ.પી.ગામેતી દ્વારા ગંભીર પ્રકારે ફોજદારી ગુનો આચરેલ છે. તેમના દ્વારા આપવામાં આવેલી તમામ માહિતી ડૉ.વી.પી.ચોવટિયાને બચાવવાનાં ઇરાદે આપેલી હોય તેની સામે ફોજદારી ગુનો નોંધવો જોઇએ. યુ.પી.ગામેતીએ માહિતી આપી હતી કે,ડૉ.ચોવટિયાને કૃષિ કોલેજ અમરેલીનાં આચાર્ય તરીકેનાં અજમાયશી સમય નિયમીત કર્યા અંગેની વિગતો રેકોર્ડ પર નથી. એટલે કે અજમાયશી સમય નિયમીત કર્યો નથી અને જ મુદ્દામાં ડૉ.ચોવટિયાનો સંશોધન નિયામક તરીકેનો અજમાયશી પીરીયડ નિયમીત કર્યાની નોંધ છે. ખોટું રેકોર્ડ ઉભુ કરેલ છે.
સરકારી હકીકતથી વિપરીત રેકર્ડ ઉભુ કરવામાં આવ્યું છે. તપાસ કરતા સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા સ્પીપા અમદાવાદનાં જાહેર ક્રમાંકમાં રાજકોટ માર્ચ 2014ની નાપાસ થયેલા ઉમેદવારીની યાદી છે. આ નાપાસ થયેલી યાદીમાં ડૉ.વી.પી.ચોવટિયાનું નામ છે. તેને થીયરીમાં 28 ગુણ અને પ્રેકિટકલમાં 21 ગુણ મળ્યાનું દર્શાવેલ છે. જાણી જોઇને નાપાસ થયેલા ઉમેદવાર કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાને બચાવવાનાં ઇરાદે ખોટુ સરકારી રેકર્ડ ઉભું કરવામાં આવ્યું છે. ભારતીય દંડ સહિતાની કલમ 192, 193, 196, 197, 199, 200, 201, 204, 218, 219 હેઠળ કાર્યવાહી કરવાની માંગ છે. ન્યાયીક કાર્યવાહીમાં રાજય સેવકે ભ્રષ્ટતા પૂર્વક કાયદાથી વિપરીત રીપોર્ટ કરવા મુદે જવાબદાર અધિકારીઓ વિરૂધ્ધ ફોજદારી ગુનો નોંધવા આદેશ કરવા માંગ છે.જૂનાગઢનાં વિરલ જોટવાએ વધુ એક રજુઆત કરતા ભારે ચર્ચા જાગી છે.કૃષિ યુનિવર્સિટીનાં પ્રકરણમાં રોજ નવા ખુલ્લાસા થઇ રહ્યાં છે.પરંતુ સરકાર દ્વારા કોઇ જ સકારાત્મક પગલા લેવામાં આવતા નથી.
- Advertisement -
જૂનાગઢમાં રોજ મંત્રીઓનાં આંટાફેરા
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જૂનાગઢમાં રોજ મંત્રીઓનાં આટાફેરા થઇ રહ્યાં છે. બે દિવસ પહેલા કૃષિ મંત્રી રાઘવજી પટેલ જૂનાગઢ આવ્યાં હતાં. તેમણે કુલપતિની નિમણુંકને લઇ ચર્ચા કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. કૃષિ મંત્રી હોવા છતા કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક મુદ્દે કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી.