લિમડી અજરામર સંપ્રદાયના સમાધિ કુમારી મ.સ.ની નિશ્રામાં ઉજવાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
- Advertisement -
જૂનાગઢ નવ દિવસ સુધી આયંબિલ ભવનો તપસ્વીઓથી ગૂંજી અને ગાજી ઊઠશે જુનાગઢ સ્થાનકવાસી જૈન સમાજમાં ચાર જગ્યાએ થાશે આયંબિલના રસોડાની વ્યવસ્થા મુતિઁપુજક સમુદાયની ઑળિ પણ સાથે જ છે તેઑ જગમાલ ચોક હેમાભાઇના વંડામાં જયારે સ્થા.સંઘમાં જગમાલ ચોક જૈનભુવન, જલારામ સોસાયટી કોઠારી ઉપાશ્રય, કોઠારી ઉપાશ્રય ઉમિયા સોસાયટી તથા રાયજિબાગમા જયેશભાઇ બદાણીના ઘરે વ્યવસ્થા રાખેલ છે
તા.15 એપ્રિલથી જૈનો હર્ષોલ્લાસપૂર્વક આયંબિલ તપનો પ્રારંભ કરશે આ તપમાં માત્ર એક જ વખત એક જ જગ્યાએ બેસીને લુખ્ખુ – સુકુ એટલે કે તેલ, ઘી, દુધ, દહીં, ગોળ, સબરસ, સાકર તથા શાકભાજી વગરનો રસ અને સ્વાદ રહિતનો આહાર કરવાનો હોય છે તથા અચેત પાણીનો ઉપયોગ કરવાનો હોય છે.આધ્યાત્મિક દ્રષ્ટિએતો તપ શ્રેષ્ઠ છે. પરંતુ આયુર્વેદીક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આયંબિલ તપને આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.તેલ – ઘી રહિતનો આહાર વાપરવાથી લીવરને રાહત મળે છે,શરીર અને મન બંને પ્રસન્ન રહે છે,જે સાધનામાં સહાયક બને છે. આ પર્વ વર્ષમાં બેવાર ચૈત્ર તથા આસો માસમાં આવે છે.નવ દિવસ સુધી આ તપશ્ચર્યા કરવાની હોય છે આ તપશ્ચર્યા કરવાથી અનંતા કમોઁ તુટે છે આ બે મહિના ઋતુઓની સંધિકાળના મહિના હોવાના કારણે વાત્ત,પિત્ત અને કફનો પ્રકોપ શરીરને અસ્વસ્થ કરે છે,તેથી નવ દિવસ તપ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે તેથી જ તમામ દર્દનું ઔષધ તપને ગણવામાં આવે છે. ધર્મની દ્રષ્ટિએ તપ એ નિર્જરા માટેનું ઉત્તમોત્તમ સાધન છે.
હિન્દુ ધર્મમાં ગાયત્રી ઉપાસકો અને માતાજીના ઉપાસકો પણ ચૈત્ર નવરાત્રીમાં અનુષ્ઠાન કરે છે અને તેનાથી આરોગ્યની દ્રષ્ટિ ઍ પણ બહું જ ફાયદાકારક છે તો આવા નવ દિવસના તપ કરવા માટે સ્થા.જૈન સંઘ દ્રારા તા. 14-4-2024ને રવિવારના સાંજના સુયાઁસ્ત પહેલા જમાડવામાં આવશે અને આ જમણવાર નો લાભ સુશીલાબેન શાહ ઍ લીધેલ છે સ્થા.જૈન સંઘમાં 200 ઉપર આરાધકો આ નવ દિવસની તપશ્ચર્યામા જોડાશેે