ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
માણાવદર કેળવણી મંડળ સંચાલિત જે. એમ.પાનેરા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માણાવદરના હિન્દી વિભાગ દ્વારા હિન્દી સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.તા.14 થી 19 દરમિયાન હિન્દી ભાષામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુલેખન સ્પર્ધા, શ્રૃત લેખન સ્પર્ધા, નિબંધ લેખન તેમજ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિવિધ સ્પર્ધાઓમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તથા સમાપન સમારંભમાં કોલેજના સંસ્થાપક જેઠાભાઈ પાનેરા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માણાવદરના મેનેજર વિકાસ કુમાર, ભાવેશભાઈ તથા એનસીસીના કમાન્ડિંગ શ્રીકુમાર પિલ્લાઈ તથા કોલેજનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે વિજેતા સ્પર્ધકોને એસબીઆઈ તરફથી શિલ્ડ તથા જેઠાભાઈ પાનેરા તરફથી રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ.કે. મેતરા હિન્દી સપ્તાહમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.સીએલ.ગોસાઈ કર્યું હતું.