યુટ્યુબર કિર્તી પટેલ અને અન્યની સંડોવણી અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.25
યુટ્યુબર રોયલ રાજા પર હુમલો, અપહરણ તથા રાયોટીંગના ગુન્હામાં સંડોવાયેલ 7 આરોપીને ગણતરીની કલાકોમાં સુત્રાપાડા પોલીસ અને એસઓજીએ પકડી લઈ રિમાન્ડ પર મેળવ્યા હતા. સુત્રાપાડા પીઆઈ એમ.જી. પટેલ, એસઓજી પીઆઈ એન. બી. ચૌહાણ પીએસઆઈ એન. એ. વાઘેલાની ટીમે સિધ્ધરાજસીંહ ભુપતસીંહ ચુડાસમા, ક્રૃષ્ણસીંહ ઉર્ફે મુનો મહોબતસીંહ ચુડાસમા, કાના વિજાણંદ રામ, અર્જુન પરબત સોલંકી, પ્રવિણ વિજાણંદ રામ, પાર્થ જેન્શી રામ અને મેહુલ કાના રામની ધરપકડ કરી હતી. તમામને કોર્ટમાં રજુ કરતા 4 દિવસના રિમાન્ડ મંજૂર થતાં આરોપીઓની પુછપરછ, નિવેદનની તજવીજ હાથ ધરી હતી તેમજ આરોપીઓએ ગુન્હામા ઉપયોગમા લિધેલ હથીયાર, મોબાઇલ ફોન કબ્જે લઈ બનાવ બાબતેના કોઈ વિડીયો છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગુન્હામા પ્રથમથી અજાણી મહીલાનું નામ હોય આ મહીલાઓ કોણ છે તે મુદ્દે તેમજ કિર્તી પટેલની કે અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તેની ઉંડાણપુર્વકની તપાસ પોલીસે શરૂ કરી છે.