ખાસ-ખબર સંવાદદાતા
ઝારખંડના પલામૂમાં મહોર્રમના જુલૂસ દરમિયાન તિરંગા સાથે છેડછાડ કરવાનો મામલો સામે આવ્યા બાદ વિવાદ વકર્યો હતો. આરોપ છે કે તાજિયાના જુલૂસ દરમિયાન રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રની જગ્યાએ ઉર્દૂમાં કેટલાક શબ્દો લખીને તલવાર છાપી દેવામાં આવી હતી. ઘટના બાદ આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયા હતા. તો બીજી તરફ આ મામલે દોષિતો પર કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી રહી હતી. જે બાદ પોલીસે તપાસ કરીને 18 વ્યક્તિઓ સામે કેસ દાખલ કરી કાર્યવાહી શરૂૂ કરી છે. ઝારખંડના પલામુમાં મહોર્રમ તાજિયા જુલુસમાં તિરંગા સાથે છેડછાડ કરવાની આ ઘટના 28 જુલાઈ, 2023ની છે.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર આ ઘટના ચૈનપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારની છે. જ્યાં ડાલટનગંજ કલ્યાણપુર વિસ્તારમાં કંકરી રોડ પર શુક્રવારે મહોર્રમનું જુલૂસ નીકળ્યું હતું. આ દરમિયાન ઉઉં વગાડતા જઈ રહેલા કેટલાક લોકોના હાથમાં તિરંગા જેવા ઝંડા પણ હતા. આ ઝંડામાં બાકી બધું જ રાષ્ટ્રધ્વજ માફક જ હતું પણ મધ્યમાં અશોક ચક્ર નહોતું, તેની જગ્યા પર ઉર્દૂમાં કેટલાક શબ્દો લખવામાં આવ્યા હતા અને તેના નીચે તલવારનું ચિત્ર બનેલું હતું. આ દરમિયાન આજુબાજુમાં ઉભેલા લોકોએ આ તિરંગાના ફોટા પાડી લીધા હતા. જોતજોતામાં આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા. આ દરમિયાન ઑપઇન્ડિયા સાથે વાત કરતા ઇસ્લામિક જાણકાર મોહમ્મદ મૌસુફે કહ્યું કે ધ્વજની વચ્ચે મુસ્લિમોનો કલમો ‘કલમા તૈયબ’ લખેલો હતો. તેને ‘લા ઈલાહ ઈલલ્લાહ મુહમ્મદુર્રસૂલુલ્લાહી’ તરીકે વાંચવામાં આવે છે. તેનો અર્થ થાય છે અલ્લાહ સિવાય કોઈ મામૂદ (ઈશ્ર્વર) નથી અને હઝરત મુહમ્મદ સલલ્લાહો અલૈહિ વસલ્લમ અલ્લાહના રસૂલ છે.
- Advertisement -
આ મામલે ઝારખંડના ભાજપના નેતા દીપક પ્રકાશે પણ નારાજગી વ્યક્ત કરી હતી. 28 જુલાઈએ તેમણે ટ્વિટ કર્યું હતું કે, પલામુ જિલ્લામાં મહોર્રમના જુલૂસમાં રાષ્ટ્રધ્વજ સાથે છેડછાડનો મામલો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, તિરંગા ધ્વજમાં અશોક ચક્રને હટાવીને ઉર્દૂ શબ્દ લખવા એ બંધારણની વિરુદ્ધ છે અને આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન પણ છે. હેમંત સોરેનના શાસનમાં આવા રાષ્ટ્રવિરોધી પરિબળો કેવી રીતે મજબૂત થઈ રહ્યા છે? ઉપરાંત ઝારખંડના ભાજપના અન્ય એક નેતાએ તેને તુષ્ટિકરણની રાજનીતિની ખતરનાક રમત ગણાવી હતી.