રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા રાજકોટ શહેરમાં વસતા દિવ્યાંગ બાળકો અને વયક્તિઓ કે જેઓ આધારકાર્ડ ધરવતા નથી તેઓ માટે ખાસ કેમ્પનું આયોજન કરાયું છે.
રાજકોટમાં વસતા અને આધારકાર્ડ ન ધરાવતા દિવ્યાંગ બાળકો/વ્યક્તિઓએ આધારકાર્ડ કઢાવવા તા. ૨૩/૦૮/૨૦૨૧ સુધીમાં જાહેર રજાના દિવસો સીવાયના કામકાજના દિવસો દરમિયાન બપોરે ૧૨-૦૦ કલાકથી સાંજે ૫-૦૦ કલાકના સમયગાળામાં જનસંપર્ક શાખા, કલેકટર કચેરી, ગ્રાઉન્ડ ફલોર, જામટાવર પાસે, રાજકોટ ખાતે જરૂરી સર્ટીફીકેટ સાથે રૂબરૂ સંપર્ક કરવા કલેકટર અરુણ મહેશ બાબુની યાદીમાં જણાવાયું છે. આધારકાર્ડ કાઢવા માટેના કેમ્પની તારીખ હવે પછીથી નક્કિ કરવામાં આવશે.


