141 મિલકતને ટાંચ- જપ્તીની નોટિસ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની કમિશનર આનંદ પટેલની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2023-24ની રીકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી. જેમાં 27 – મિલ્કતો સીલ, 114 – મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ, 7-નળ કનેક્શન ક્પાત અને રૂા.53.33 લાખ રીકવરી કરવામાં આવી હતી.
જેમાં વોર્ડ નં-1માં રૈયા રોડ પર 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.4.24 લાખ, વન વર્ડ બિલ્ડિંગ, શીતલ પાર્ક બીઆરટીએસની બાજુમાં 92 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટિસ આપી, વન વર્ડ બિલ્ડિંગ, શીતલ પાર્ક બીઆરટીએસની બાજુમાં બી વિંગમાં 166 મિલ્કતોને પ્રોફેશનલ ટેક્સ બાબતે નોટિસ આપી, વોર્ડ નં-2માં એરપોર્ટ રોડ પર 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.1.16 લાખ, વોર્ડ નં-6માં ભાવનગર રોડ પર 1-યુનિટને નોટીસ આપી, ભાવનગર મેઇન રોડ પર 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.6.59 લાખ, 50 ફુટ રોડ પર આવેલ 1-નળ કનેકશન ક્પાત, સંત કબીર રોડ પર 1-યુનિટની નોટીસ સામે રૂ.43,750, વોર્ડ નં-7માં યાજ્ઞિક રોડ પર 4-યુનિટની નોટીસ સામે રૂ.21.20 લાખ, ઢેબર રોડ પર 1-યુનિટની નોટીસ સામે રૂ.1.16 લાખ, વોર્ડ નં-8માં કાલાવાડ રોડ પર 3-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.2.18 લાખ, વોર્ડ નં-9માં યુનિ.રોડ પર 3-નળ કાનેક્શન કપાત કરતા 2.13 લાખ, વોર્ડ નં-10માં કાલાવાડ રોડ પર 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.1.13 લાખ, વોર્ડ નં-11માં 150 ફુટ રીંગ રોડ પર 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.89,311, 80 ફુટ રીંગ રોડ પર 1-યુનિટને નોટીસ આપી, 150 ફુટ રીંગ રોડ પર 2-યુનિટને નોટીસ આપી, કાલાવાડ રોડ પર 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ઙઉઈ ચેક આપ્યો, વોર્ડ નં-12માં મવડી મેઇન રોડ પર 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.1.43 લાખ, સુખ સાગર સોસાયટીમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા 1.43 લાખનો ઙઉઈ ચેક આપ્યો, મવડી મેઇન રોડ પર 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.1.08 લાખ, ગોકુલ નગરમાં 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.1.40 લાખ, વોર્ડ નં-13માં ગોકુલનગરમાં 1-યુનિટને નોટીસ આપી, સમ્રાટ ઇન્ડ એરીયામાં 1-યુનિટને નોટીસ આપી જેમાં કુલ 3,58,406 મિલ્કત ધારકોએ 286.27 કરોડનો વેરો ભર્યો હતો.