ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ 1થી 5-01 દરમિયાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણરૂપ એવા રેંકડી-કેબિન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.
શહેરના નંદનવન રાણી ચોક, નાના મૌવા મેઈન રોડ, રામાપીર ચોકડી, ગુંદાવાડી, જ્યુબેલી માર્કેટ, બજરંગવાડી, જામનગર રોડ, અશોક ગાર્ડેન, બુધવારી, ગાયત્રીનગર મેઈન રોડ, આહીર ચોક પાસેથી રસ્તા પર નડતરરૂપ 26 રેંકડી-કેબિન જપ્ત કરવામાં આવી હતી. યુનિ.રોડ 150 ફુટ રોડ, નક્ષત્ર કોમ્પ્લેક્ષ, પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મૌવા મેઈન રોડ, આનંદ બંગલા ચોક, ખાદી ભવન સામે, અર્ટીકા, રવિરત્ન પાર્ક, માધાપર ચોકડી, જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયાત્રીનગર, હોસ્પિટલ ચોક, ગરૂડ ગરબી ચોક પરથી જુદી જુદી અન્ય 69 પરચુરણ ચીજવસ્તુઓ અને વેસ્ટ ઝોન, પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ, માધાપર રિંગ રોડ, લક્ષ્મીનગર નાલા પાસેથી 877 કિલો શાકભાજી-ફળ તેમજ કોઠારીયા રોડ, મોરબી રોડ, કુવાડવા રોડ, સંત કબીર રોડ, સ્પિડવેલ ચોકથી પરસાણા ચોક સુધી, સાધુ વાસવાણી રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્ષ રિંગરોડ પાસેથી 417 બોર્ડ-બેનર જપ્ત કરવામાં આવ્યા હતા.
દબાણ હટાવ શાખા દ્વારા જાહેર માર્ગો પર દબાણરૂપ રેંકડી, કેબિનો, બેનરો હટાવાયા
