વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણની શક્યતા
દ્વારકાનો સિગ્નેચર બ્રિજ, રાજકોટ એઈમ્સ, સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ અને સુરત ડાયમંડ બુર્સ ડિસેમ્બર મહિનામાં ખુલ્લું મુકાય તેવી શક્યતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતને આગામી ડિસેમ્બર માસ સુધીમાં નવા 4 ડ્રીમ પ્રોજેક્ટની ભેટ મળી શકે છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં 4 મુખ્ય પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે. જેમાં દ્વારકાનો સિગ્નેચર બ્રિજ, સુરત ડાયમંડ બુર્સ, સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને રાજકોટ એઇમ્સ લગભગ તૈયાર છે. હવે આ ચારેય પ્રોજેક્ટ આગામી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ખુલ્લા મૂકવામાં આવે તેવી સંભાવના છે.
ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ લગભગ તૈયાર થઈ ગયો છે. મહત્વનું છે કે, અત્યાર સુધી બેટ દ્વારકા જવા માટે દર્શનાર્થીઓને હોડીમાં બેસીને જવું પડતું હતું. જોકે હવે કરોડોના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થતાં લોકો આ બ્રિજથી કાર કે અન્ય વાહનો લઈને બેટ દ્વારકા પહોંચી શકશે.
સુરત ડાયમંડ બુર્સ
ડાયમંડ નગરી ગણાતી સુરતમાં બનેલ ડાયમંડ બુર્સએ ન માત્ર સુરત પરંતુ આખા ગુજરાતની શાન બની રહેશે. વિગતો મુજબ અમેરિકાના ડિફેન્સ કાર્યાલય પેન્ટાગોન કરતાં ય આ ડાયમંડ બુર્સ એ મોટી ઇમારત છે. અહીં વિશ્ર્વભરના હીરાના ખરીદદારો આવશે જેના પરિણામે આયાત-નિકાસ જ નહીં વેપારને પણ વેગ મળશે.
- Advertisement -
સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ
મેગા સિટી અમદાવાદમાં 350 કરોડના ખર્ચે થયેલ થઈ રહેલ સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અહીં હોટલ-રેસ્ટોરન્ટ, મોલ અને ટેરેસ ગાર્ડન જેવી અનેક સુવિધાઓ છે. અહીંથી ઇછઝજ, મેટ્રો, રેલની મુસાફરી કરી શકાશે. આ સાથે 1200 વાહનો પાર્ક થઈ જાય તેવું પાર્કિંગ પણ બનાવાયું છે.
રાજકોટ એઈમ્સ હોસ્પિટલનું કામ પૂર્ણતાના આરે
આ સાથે રાજકોટમાં તૈયાર થઈ રહેલ એઇમ્સનું કામ પણ હવે પૂર્ણ થવા આવ્યું છે. મહત્વનું છે કે, આ ચારેય મહત્વનના પ્રોજેક્ટનું ડિસેમ્બરના અંત સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થઈ શકે છે.