દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરના 17 કિલોમીટર લાંબા પ્રથમ ભાગનું ઉદ્ઘાટન, આ ટ્રેન સામાન્ય લોકો માટે 21 ઓક્ટોબર એટલે કે શનિવારથી દોડવાનું શરૂ કરશે
આજે દેશને તેની પ્રથમ RapidX ટ્રેન મળી છે. વાત જાણે એમ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11.15 વાગ્યે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરના 17 કિલોમીટર લાંબા પ્રથમ ભાગનું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન PM મોદીએ રેપિડએક્સ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. RapidX ને ‘નમો ભારત’ નામ આપવામાં આવ્યું છે. આ ટ્રેન સામાન્ય લોકો માટે 21 ઓક્ટોબર એટલે કે શનિવારથી દોડવાનું શરૂ કરશે.
- Advertisement -
#WATCH | Sahibabad, Uttar Pradesh | Prime Minister Narendra Modi inspects the priority section project of Delhi-Ghaziabad-Meerut RRTS Corridor through a VR headset.
He inaugurated the priority section of Delhi-Ghaziabad-Meerut RRTS Corridor and flag off RapidX train – 'NaMo… pic.twitter.com/pX7zUFP25O
— ANI (@ANI) October 20, 2023
- Advertisement -
1- RapidX ટ્રેન શું છે?
દેશમાં પ્રાદેશિક કનેક્ટિવિટી મજબૂત કરવા માટે રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. RRTS એ નવી રેલ-આધારિત, અર્ધ-હાઈ સ્પીડ, હાઈ ફ્રિકવન્સી કોમ્યુટર ટ્રાન્ઝિટ સિસ્ટમ છે. આનાથી દિલ્હી એનસીઆરના લોકોને આ ક્ષેત્રમાં એકીકૃત મુસાફરી કરવાની સુવિધા મળશે. નેશનલ કેપિટલ રિજન (NCR)માં કુલ આઠ RRTS કોરિડોર ઓળખવામાં આવ્યા છે, જેમાંથી ત્રણ કોરિડોર તબક્કા-1માં વિકસાવવાના છે. જેમાં દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોર, દિલ્હી-ગુરુગ્રામ-SNB-અલવર કોરિડોર અને દિલ્હી-પાનીપત કોરિડોરનો સમાવેશ થાય છે.
#WATCH | Sahibabad, UP | PM Narendra Modi to inaugurate priority section of Delhi-Ghaziabad-Meerut RRTS Corridor and flag off RapidX train – 'NaMo Bharat' – connecting Sahibabad to Duhai Depot later this morning.
Visuals from Sahibabad RRTS station. pic.twitter.com/vOONySrnHR
— ANI (@ANI) October 20, 2023
– દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોર 82 કિલોમીટર લાંબો છે. તે ગાઝિયાબાદ, મુરાદનગર અને મોદીનગરમાંથી પસાર થઈને 1 કલાકથી ઓછા સમયમાં દિલ્હીથી મેરઠને જોડશે. જો કે, હાલમાં આ તબક્કામાં પીએમ મોદી સાહિબાબાદથી દુહાઈ ડેપો સુધીના 17 કિલોમીટરના કોરિડોરનું ઉદ્ઘાટન કરશે.
– પ્રથમ તબક્કામાં કુલ 5 સ્ટેશન સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ડેપો સ્ટેશન હશે.
– સામાન્ય મુસાફરો 21 ઓક્ટોબરથી મુસાફરી કરી શકશે. જોકે, હાલમાં આ ટ્રેન સાહિબાબાદથી દુહાઈ ડેપો સુધી દોડશે.
– રેપિડએક્સ મેટ્રોની જેમ સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ હશે. તેને સુરક્ષિત અને આરામદાયક બનાવવા માટે, તેમાં ઘણી સુવિધાઓ હશે જેમ કે એર્ગોનોમિકલી ડિઝાઇન કરેલી 2×2 ટ્રાંસવર્સ સીટ, ઉભા રહીને મુસાફરી કરવા માટે પૂરતી જગ્યા, લગેજ રેક, CCTV કેમેરા, લેપટોપ/મોબાઇલ ચાર્જિંગ સુવિધા, ડાયનેમિક રૂટ મેપ વગેરે.
– હાલમાં રેપિડએક્સ ટ્રેનનું ભાડું રૂ. 20 થી રૂ. 100 સુધીનું હશે. રેપિડએક્સના સ્ટાન્ડર્ડ ક્લાસમાં ભાડું 20 રૂપિયાથી શરૂ થશે. જ્યારે, પ્રીમિયમ વર્ગમાં લઘુત્તમ ભાડું 40 રૂપિયા હશે. સ્ટાન્ડર્ડ ક્લાસમાં સાહિબાબાદથી દુહાઈ ડેપોનું ભાડું 50 રૂપિયા હશે, જ્યારે પ્રીમિયમ ક્લાસમાં સાહિબાબાદથી દુહાઈ ડેપોના સમાન અંતરનું ભાડું 100 રૂપિયા હશે. NCRTCએ જણાવ્યું હતું કે 90 સેમીની ઊંચાઈથી નીચેના બાળકો મફતમાં મુસાફરી કરી શકશે અને મુસાફરો 25 કિલો સુધીનો સામાન લઈ જઈ શકશે.
#WATCH | Sahibabad, Uttar Pradesh | Prime Minister Narendra Modi flags off the RapidX train connecting Sahibabad to Duhai depot, marking the launch of Regional Rapid Transit System (RRTS) in India. This is India’s first RapidX train which will be known as NaMo Bharat. pic.twitter.com/YaanYmocB8
— ANI (@ANI) October 20, 2023
– હાલમાં RapidX 17 કિલોમીટરના ટ્રેક પર ચાલશે. સાહિબાબાદ સ્ટેશનથી અંતિમ સ્ટેશન દુહાઈ સુધીની મુસાફરી 12 મિનિટમાં કવર કરી શકાય છે.
– RapidX ટ્રેનમાં 6 કોચ છે, જેમાં લગભગ 1700 મુસાફરો એકસાથે મુસાફરી કરી શકે છે.
– RapidX ટ્રેનો સવારે 06:00 થી 11:00 વાગ્યા સુધી ચાલશે. બંને દિશામાં પ્રથમ ટ્રેન સવારે 06:00 વાગ્યે શરૂ થશે અને છેલ્લી ટ્રેન બંને દિશામાંના સ્ટેશનોથી રાત્રે 11:00 વાગ્યે ઉપડશે.
– RapidX ટ્રેનોની ટિકિટિંગ સિસ્ટમ મેટ્રો જેવી જ હશે. એટલે કે RapidX સ્ટેશનો પર ટિકિટ કાઉન્ટર અને ટિકિટ વેન્ડિંગ મશીનો પરથી ટિકિટ ખરીદી શકાય છે. આ સિવાય નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) કાર્ડ જારી કરવામાં આવશે. ડિજિટલ QR કોડ આધારિત ટિકિટ પણ RapidX Connect દ્વારા જનરેટ કરી શકાય છે.
RapidX મેટ્રોથી કેટલું અલગ છે?
રેપિડએક્સ સગવડ, સ્પીડ અને સ્ટાઇલના સંદર્ભમાં મેટ્રોથી તદ્દન અલગ છે. રેપિડએક્સ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. જે મેટ્રોની સરખામણીમાં લગભગ 3 ગણું છે. RapidX ની સફર તમને પ્લેનમાં મુસાફરી કરવાનો અહેસાસ કરાવશે. તેમાં એડજસ્ટેબલ આરામદાયક સીટો લગાવવામાં આવી છે, આ ઉપરાંત ઉભા રહીને મુસાફરી કરતા મુસાફરોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. રેપિડએક્સમાં લગેજ સ્પેસ, ઈન્ટીગ્રેટેડ એસી સિસ્ટમ, ઓટોમેટિક ડોર કંટ્રોલ સિસ્ટમ છે, જે મેટ્રોમાં જોવા મળતી નથી.