બૃજભૂષણે આરોપ લગાવ્યો કે, ખેલાડીઓ વારંવાર તેમના નિવેદન બદલી રહ્યા છે, જ્યારે FIR નોંધાઈ છે તો પછી ખેલાડીઓ ધરણા પર કેમ બેઠા છે ?
ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ આજે એટલે કે 29 એપ્રિલના રોજ મીડિયા સમક્ષ તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી અને આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, ખેલાડીઓ વારંવાર તેમના નિવેદન બદલી રહ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે FIR નોંધાઈ છે તો પછી ખેલાડીઓ ધરણા પર કેમ બેઠા છે ?
- Advertisement -
દિલ્હી પોલીસે મહાસંઘના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ શુક્રવારે બે FIR નોંધી હતી. ખેલાડીઓ આની માંગણીને લઈને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, ત્યારબાદ દિલ્હી પોલીસે યૌન ઉત્પીડનના મામલામાં બીજેપી નેતા વિરુદ્ધ બે FIR નોંધી હતી. સગીર ખેલાડીની ફરિયાદ પર POCSO કેસ પણ છે. જોકે FIR નોંધાયા બાદ શનિવારે પણ ખેલાડીઓની હડતાળ ચાલુ છે.
શું કહ્યું બૃજભૂષણ સિંહે ?
બૃજભૂષણ શરણ સિંહે ખેલાડીઓ પર વારંવાર નિવેદન બદલવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, આ ખેલાડીઓ રોજ નવી માંગ લાવી રહ્યા છે. પહેલા તેમની માંગ હતી કે, FIR દાખલ થવી જોઈએ. હવે જ્યારે FIR દાખલ કરવામાં આવી છે, ત્યારે કહેવામાં આવે છે કે, તે જેલની અંદર હોવો જોઈએ. ત્યારે તેઓ કહે છે કે, તેમણે લોકસભા સહિત તમામ પદો પરથી રાજીનામું આપી દેવું જોઈએ.
#WATCH | Every day they (wrestlers) are coming with their new demands. They demanded FIR, FIR was registered and now they are saying that I should be sent to jail and resign from all posts. I am MP because of people of my constituency and not becasue of Vinesh Phogat. Only one… pic.twitter.com/j2jSpdFJe7
- Advertisement -
— ANI (@ANI) April 29, 2023
બૃજભૂષણે કહ્યું હું સાંસદ..
બીજેપી નેતા બૃજભૂષણએ કહ્યું કે, હું લોકસભા સાંસદ વિનેશ ફોગટની કૃપાથી બન્યો નથી, જે રાજીનામું આપી દેવું જોઈએ. મને મારા વિસ્તારના લોકોના આશીર્વાદથી બનાવ્યો છે અને છ વખત બનાવ્યો છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો કે, આ ખેલાડીઓના ધરણા નથી. એક જ પરિવાર છે અને તેમાં એક જ અખાડો વ્યસ્ત છે. તેણે સવાલ ઉઠાવ્યો કે, હરિયાણા અને દેશના અન્ય રાજ્યોમાંથી ખેલાડીઓ કેમ નથી. તેમણે દાવો કર્યો હતો કે હરિયાણાના 90 ટકા ખેલાડીઓ અને પરિવાર બૃજભૂષણ સાથે છે.
#WATCH | Resignation is not a big deal but I am not a criminal. If I resign, it will mean that I have accepted their (wrestlers') allegations. My tenure is almost over. Govt has formed a 3-member committee and elections will be held in 45 days & my term will end after the… pic.twitter.com/0NL38KCz43
— ANI (@ANI) April 29, 2023
રાજીનામું આપવું એ મોટી વાત નથી
રાજીનામાના સવાલ પર બૃજભૂષણ શરણ સિંહે કહ્યું કે, રાજીનામું આપવું એ મોટી વાત નથી પરંતુ ગુનેગાર બનીને નહીં. હું ગુનેગાર નથી. મેં જાન્યુઆરીમાં કહ્યું હતું કે, જો હું રાજીનામું આપીશ તો મારે તેમના આરોપો સ્વીકારવા પડશે. મારો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. ચૂંટણી માટે સરકારે એક સમિતિની રચના કરી છે. તેની દેખરેખ હેઠળ ચૂંટણી પૂર્ણ કરવામાં આવી છે. આ સમિતિની ચૂંટણી થતાં જ મારો કાર્યકાળ આપોઆપ સમાપ્ત થઈ જશે.
#WATCH | I have been saying from the beginning that some industrialists and Congress are behind this protest. This is not a protest by wrestlers: Wrestling Federation of India (WFI) president Brij Bhushan Sharan Singh pic.twitter.com/LID21jnwqL
— ANI (@ANI) April 29, 2023
બૃજભૂષણે લવાગ્યો કોંગ્રેસ પર આરોપ
બૃજભૂષણ સિંહે આરોપ લગાવ્યો કે, આ વિરોધ પાછળ એક બિઝનેસમેન અને કોંગ્રેસી નેતાનો હાથ છે. તેમણે પ્રિયંકા ગાંધી અને અન્ય નેતાઓના ધરણા પર પહોંચવા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આ લોકો તપાસ સમિતિના રિપોર્ટની રાહ કેમ નથી જોઈ રહ્યા. આ તરફ કુસ્તીબાજ સત્યવ્રત કડિયાને બૃજભૂષણ સિંહના આરોપો પર કહ્યું કે, આ મુદ્દા પરથી હટવાનો રસ્તો છે. આની પાછળ કોંગ્રેસ છે તો કેજરીવાલ કેમ આવી રહ્યા છે? અમે મેડલ જીતીને આવીએ ત્યારે પણ નેતાઓ ફોટોગ્રાફ લેવા આવે છે.