પિન્ટુ પટેલે વાવેલું બીજ આજે બન્યું વટવૃક્ષ!
દિન-પ્રતિદિન હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવી રહ્યો છે. દરરોજ કેટકેટલાય લોકો હાર્ટએટેકનો શિકાર બની રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર નાની ઉંમરથી જ માણસમાં વધતી જતી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પાછળ ખાનપાન અને જીવનશૈલી જવાબદાર છે. હવે શુદ્ધ હવા-પાણી સાથે શુદ્ધ શાકભાજી-કઠોળ પણ મળવા મુશ્ર્કેલ થઈ ગયા છે. સૌએ સારા સ્વાસ્થ્ય માટે શુદ્ધ ખોરાક લેવો આવશ્ર્યક છે અને તેથી જ લોકોના સ્વાથ્યની દરકાર લઈ કામ કરી રહી છે બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડ. આ એક એવી કંપની છે જે શાકભાજી, તેલીબીયા, કઠોળ વગેરેના બિયારણને બહેતરીન બનાવે છે જેથી બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડના બિયારણમાંથી બનેલા શાકભાજી, તેલ, કઠોળ ખાઈને રહી શકાય છે, સ્વસ્થ્ય અને મસ્ત… બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડ કંપની રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર કુવાડવા ગામ નજીક આવેલી છે. આ કંપની આશરે 5 લાખ સ્કે.ફૂટમાં પથરાયેલી છે. આ કંપનીના ચેરમેન, મેનેજીંગ ડિરેક્ટર, પ્રમોટર પિન્ટુ પટેલે ખાસ-ખબરને જણાવ્યું હતું કે, બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડ સ્વાસ્થ્યવર્ધક અને શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતા બિયારણ તૈયાર કરતી એક અગ્રણી કંપની છે.
- Advertisement -
પિન્ટુ પટેલની બૉમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ બની ગુજરાતની નંબર-1 બિયારણ કંપની, ભારતભરમાં ત્રીજા સ્થાને
બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડ એશિયાનું સર્વોચ્ચ કક્ષાનું ઈન્ફાસ્ટ્રકચર ધરાવે છે. જેમાં સીડ્સ પ્રોસેસિંગ યુનિટ સાથે કંપનીનું પોતાનું વિકસાવેલું 10000 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતું કોલ્ડસ્ટોરેજ પણ છે. ગુજરાતી પ્રતિષ્ઠિત અને જાણીતી બિયારણ કંપનીનું આગામી 5 નવેમ્બરથી યુએસએ સીડ્સના નામથી નવું યુનિટ 3 લાખ સ્કે. ફૂટમાં શરૂ થશે. આમ, રાજકોટ-અમદાવાદ હાઈવે પર ઈસ્ટમાં યુએસએ સીડ્સ અને વેસ્ટમાં બોમ્બે સીડ્સ યુનિટ જોવા મળશે. હાલ અમારી કંપનીના 11 ડેપો છે, 250થી વધુ કર્મચારીઓ છે. આજે બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડ કંપની દેશ-વિદેશમાં વિસ્તરી ચૂકી છે. ભારતના 22 જેટલા રાજ્ય ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, દિલ્હી, આંધ્રપ્રદેશ, બિહાર, પશ્ર્ચિમબંગાળ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને કેરળ તો ભારત બહારના 10 જેટલા દેશ ઈટલી, ફિલિપાઈન્સ, યુકે, આફ્રિકા, કેન્યા, નેધરલેન્ડ, ચીન, થાઈલેન્ડ, પાકિસ્તાનવગેરેમાં બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડના ક્લાઈન્ટસ છે. આવનારા વર્ષોમાં બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડ દેશ-દુનિયાના ખૂણેખૂણામાં પહોંચવાનું લક્ષ ધરાવે છે. આ સાથે બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડ પોતાના ટર્નઓવરને પણ 100 કરોડથી 250 કરોડ સુધી લઈ જવા માટે પ્રયત્નશીલ છે.
- Advertisement -
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બોમ્બે સુપર સીડ્સની મગફળીના ભાવ 25% વધુ બોલાયા
હાલમાં જ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની હરરાજી કરવામાં આવી હતી જેમાં બોમ્બે સુપર સીડ્સની મગફળીના ભાવ 25 ટકા વધુ બોલાયા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના 1500થી 1600 રૂપિયા મણના ભાવ બોલાયા હતા જેની સામે બોમ્બે સુપર મગફળી-66 નંબરના ભાવ 1947 રૂપિયા મણ બોલાયા હતા. આમ જે ખેડૂતો પાસે બોમ્બે સુપર સીડ્સની મગફળી-66 હતી તેમને મણ એક મગફળીએ 25 ટકા એટલે કે 400થી 500 રૂપિયાનો ફાયદો થયો હતો.
સરકારની કૃષિ અને કિસાન હિતલક્ષી નીતિના કારણે મગફળીનું વાવેતર વધશે : પિન્ટુ પટેલ
ગુજરાત અને કેન્દ્ર દ્વારા કરાતી ટેકાના ભાવે ખરીદી અંગે પિન્ટુ પટેલે ખાસ-ખબરને જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર તરફથી ટેકાના ભાવે નહીં પરંતુ ખૂબ જ સારા ભાવે વિવિધ પાકની ખરીદી કરવામાં આવે છે. સરકાર દ્વારા મગફળી, ચણા, રાયડાના માર્કેટ ભાવ કરતા વધુ ભાવ પર ખરીદી કરવામાં આવતા ખેડૂતો વાવેતર તરફ આકર્ષાયા છે. સરકારની કૃષિ અને કિસાન હિતલક્ષી નીતિના કારણે ગુજરાતમાં આગામી સમયમાં મગફળીનું વાવેતર વધશે અને આપણું રાજ્ય મગફળી ઉત્પાદનનું હબ બનશે. તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે, મગફળીની સૌથી વધુ વેરાયટી ગુજરાતમાં પાકે છે. ગુજરાતની મગફળીની દુનિયાભરમાં માંગ છે. મગફળીના ઉત્પાદનમાં ક્રમશ અમેરિકા, ચીન, આફ્રિકા આગળ છે. ભારત ચોથા નંબર પર છે છતાં વિશ્ર્વભરમાં ભારતીય મગફળીની માંગ વધુ છે. ભારતની મગફળીનો સ્વાદ શ્રેષ્ઠ છે, પીનટ બટર પણ ભારતનું બેસ્ટ આવે છે.
ખેડૂતો માટે કલ્પવૃક્ષ સાબિત થયા બૉમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સના પાક, દસ દેશોમાં એક્સપોર્ટ
બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડના પિન્ટુ પટેલે ખાસ-ખબર સાથેની વાતચીત દરમિયાન વધુમાં જણાવ્યું હતું કે, અમારી કંપની ગુજરાતમાં સૌથી વધુ ટર્નઓવર ધરાવતી, ભારતની ત્રીજા નંબરની લિસ્ટેડ કંપની છે. બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડ દ્વારા વર્ષ 2023 સુધીમાં 200 જેટલી વેરાયટીના સીડ્સ લોન્ચ કરવામાં આવ્યા છે, વર્ષ 2025-26 સુધીમાં 100-150 જેટલી વેરાયટીના સીડ્સ લોન્ચ થશે. આમ બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડ કુલ 350 જેટલી વેરાયટીના સીડ્સ માર્કેટમાં લોન્ચ કરનાર એકમાત્ર કંપની બની જશે. અલબત્ત બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડ ભારતની એકમાત્ર એવી કંપની છે જેની માર્કેટમાં તમામ પ્રોડક્ટ્સ પર્ફોમન્સ આપી રહી છે. પરિણામસ્વરૂપે નાણાકીય વર્ષ 2023માં 59.62 ટકાના નફા સાથે રેકોર્ડ 16.84 કરોડનો ચોખ્ખો નફો બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડ કંપનીએ કર્યો છે. ખેડૂતોને મબલખ પાક અને રોકાણકારોને મબલખ કમાણી કરાવતી કંપની બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડ ભારતીય કૃષિ બજારમાં કિંગ બનવાના દ્રઢ સંકલ્પ સાથે કાર્યરત છે. વર્ષ 2030 સુધીમાં ભારતના કૃષિ ઉદ્યોગમાં નંબર વન બનવું એ અમારું સપનું છે એવું બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડના એમ.ડી. પિન્ટુ પટેલે જણાવ્યું હતું.
બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સની સફળતાનું રહસ્ય: રિસર્ચ, ડેવલોપમેન્ટ અને ટેસ્ટીંગ
બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડ પોતાની કોઈપણ પ્રોડક્ટ ગ્રાહકો સુધી પહોચાડતા પહેલા પ્રોડક્ટ ડેવલોપમેન્ટ પ્રોસેસ અંતર્ગત તેનું રિસર્ચ, ડેવલોપમેન્ટ અને ટેસ્ટીંગ કરે છે. આ માટે બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડ કંપની પાસે અદ્યતન પ્લાન્ટ તેમજ આર એન્ડ ડી સેન્ટર છે. બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડ કંપનીનું રિસર્ચ અને ડેવલોપમેન્ટ ફાર્મ 25 એકરમાં વિસ્તારમાં નિર્માણ પામેલું છે. અહીં સીડ્સનું ટેસ્ટીંગ, ડેવલોપમેન્ટ, રિસર્ચ, ટ્રાયલ સહિતના એક્સપીરીયમેન્ટ કરવામાં આવે છે અને એક નવી જ પ્રોડક્ટ વિકસાવવામાં આવે છે. બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ ભારતની સેન્ટ્રલ લેબ ધરાવતી કંપનીઓમાંની એક કંપની છે. જેનો કસ્ટમર્સ પોર્ટફોલિયો પાન ઈન્ડિયા સહિત દેશ-દુનિયામાં ફેલાયેલો છે.
બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડ અને પિન્ટુ પટેલની સિદ્ધિઓ
– AIBDA-નવી દિલ્હી દ્વારા પ્રતિષ્ઠિત ઉદ્યોગરત્ન એવોર્ડથી સન્માનિત
– ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સૌથી ઝડપી વૃદ્ધિ કરતી બિયારણ કંપની તરીકે સન્માનિત
– રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈનડસ્ટ્રીઝ દ્વારા બેસ્ટ પરફોર્મન્સ માટે સન્માનિત
– નવેમ્બર-2017માં કંપનીએ આઈએસઓ 9001: 2008 સર્ટિફિકેટ મેળવ્યું
– બોમ્બે સુપર પાસે કૃષિ ક્ષેત્રમાં 30 વર્ષથી વધુનો બહોળો અનુભવ છે
– મજબૂત રોકાણકાર મજબૂત ફેડામેન્ટલ્સ સાથે આગળ વધી રહેલી લિસ્ટેડ કંપની છે
– ભારત સરકાર મંત્રાલય(G.O.I)ના D SIR દ્વારા પ્રમાણિત ઈન-હાઉસ RD યુનિટ સાથેની વિજ કંપની
– બોમ્બે સુપર હાઉસના મેનેજિંગ ડિરેક્ટર અરવિંદકુમાર(પિન્ટુભાઈ) કાકડિયાને વર્ષ 2022માં એમિનન્સ પર્સનાલિટી ઓફ ગુજરાત તરીકે રિકગ્નિશન મળ્યું છે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્ત સર્ટિફિકેટ એનાયત થયું છે.
– ગુજરાત સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત 2019માં તત્કાલીન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા કંપનીને બેસ્ટ MSME તરીકે સન્માનિત કરવામાં આવી હતી
MSME ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા દ્વારા કંપનીને 2020નો બિઝનેસ એક્સલેન્સ એવોર્ડ એનાયત કરાયો હતો
– માર્કેટ રિસર્ચ કંપની બ્લાઈન્ડ વિક્રડોટઈન દ્વારા 2018માં કંપનીને ઈન્ડિયા બિઝનેસ એવોર્ડસથી સન્માનિત કરવામાં આવી હતી
– MyFM(94.3) રેડિયો દ્વારા કંપનીને સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રનો એન્ટ્રેપ્રિન્યોર એન્ડ એક્સલન્સ એવોર્ડ 2018 એનાયત કરવામાં આવ્યો હતો, શ્રેષ્ઠ ક્વોલિટીના બિયારણનાં ઉત્પાદન માટે આ એવોર્ડ એનાયત કરાયો હતો
બિયારણના બાદશાહ બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડને બ્રાન્ડ બનાવવામાં પિન્ટુ પટેલનો સિંહફાળો
200 જેટલી વેરાઈટીનાં સીડ્સ, આવતાં બે વર્ષમાં વધુ 150 વેરાઈટીનાં સીડ્સ લૉન્ચ કરાશે
બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડ કંપનીની સ્થાપના રાજકોટ પાસે આવેલા કુવાડવા ગામના ખેડૂત જાદવજીભાઈ દેવરાજભાઈ પટેલે 1983માં કરી હતી. શરૂઆતમાં તેમણે શીંગના તેલિબિયા, મેથીના તેલિબિયા, કોથમીરના તેલિબિયાનું મોટાપાયે ઉત્પાદન શરૂ કર્યું હતું. આગળ જતાં આ કંપનીનું સુકાન જાદવજીભાઈ પટેલના પુત્ર પિન્ટુ પટેલે સંભાળી લીધું. પિન્ટુ પટેલ વર્ષ 2005થી બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડ સંભાળી કંપનીને પ્રગતિના અવનવા સોપાન સર કરાવી રહ્યા છે. બિરાયણના બાદશાહ બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડને એક બ્રાંડ બનાવવા પાછળ પિન્ટુ પટેલનો સિંહફાળો રહેલો છે. પિન્ટુ પટેલ એક મહેનતુ ખેડૂત પુત્ર હોવાની સાથે સક્સેસફૂલ બિઝનેસમેન પણ છે. તેમણે પરંપરાગત વ્યવસાય પસંદ કરવાની જગ્યાએ એક એડવાન્સ બિઝનેસ પસંદ કર્યો છે. જે ટેકનોલોજી અને આધુનિકતાથી ભરપૂર છે. પિન્ટુ પટેલે પોતાના કૃષિ જ્ઞાનને વ્યવસાયમાં અજમાવીને બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડને એક મલ્ટીનેશનલ કંપની બનાવી છે. પિન્ટુ પટેલ પાસે કૃષિ ક્ષેત્રનો બે દાયકાથી વધુનો અનુભવ છે. તેઓ દરરોજ 14થી 15 કલાક પોતાની કંપની અને કૃષિમાં ખર્ચી નાખે છે. રોજ કઈક નવું શું મેળવી કે આપી શકાય તેનું માર્ગદર્શન લેતાદેતા રહે છે. આજે ગુજરાતના ટોચના યુવા ઉદ્યોગપતિમાં ઉદ્યમી પિન્ટુ પટેલનું નામ ટોપ ટેનમાં છે.
બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લિમિટેડના મુખ્ય બિયારણ
શાકભાજીના બિયારણ: તેલિબિયા(તલ), તેલિબિયા(શીંગ), અળસી બિયારણ, કોથણીર બિયારણ, કપાસ બિયારણ, વરીયાળી બિયારણ, એરંડિયા બિયારણ, ટમેટા બિયારણ, લસણ બિયારણ, મેથી બિયારણ, બીટ બિયારણ, મરચા બિયારણ, કારેલા બિયારણ.
કૃષિ બિયારણ: તેલિબિયા, બાજરી બિયારણ, ઘઉં બિયારણ, સોયાબીન બિયારણ, ગુવાર બિયારણ, બાજરા બિયારણ, જુવાર બિયારણ, મૂળા બિયારણ, લવિંગ બિયારણ, ડાંગ બિયારણ, ભીંડી બિયારણ, ભિંડા બિયારણ.