By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    1 day ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    1 day ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    2 days ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    3 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    1 day ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    1 day ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    1 day ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    1 day ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 day ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    1 day ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    2 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 day ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    4 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    6 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાજપ-મુક્ત મહાપાલિકામાં કિંગમેકર બનશે ‘આપ’?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > ભાજપ-મુક્ત મહાપાલિકામાં કિંગમેકર બનશે ‘આપ’?
AuthorBhavy Raval

ભાજપ-મુક્ત મહાપાલિકામાં કિંગમેકર બનશે ‘આપ’?

Khaskhabar Editor
Last updated: 2022/02/10 at 1:54 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માત્ર 4-5 બેઠક જીતીને પણ હારની બાજી જીતમાં અને જીતની બાજી હારમાં પલટાવી શકે

ભવ્ય રાવલ

Contents
રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માત્ર 4-5 બેઠક જીતીને પણ હારની બાજી જીતમાં અને જીતની બાજી હારમાં પલટાવી શકેકોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે મળી રાજકોટ કોર્પોરેશન ‘કમળમુક્ત’ કરી શકે છે!

કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે મળી રાજકોટ કોર્પોરેશન ‘કમળમુક્ત’ કરી શકે છે!

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી દિવાળી પછી યોજાશે એવું ચિત્ર સ્પષ્ટ થતું જણાય રહ્યું છે ત્યારે પાનનાં ગલ્લા, ચાની કિટલી, સોસાયટીનાં ચોક, શેરીના નાકેથી લઈ સરકારી-ખાનગી કાર્યાલયો-ઓફિસોમાં આમ આદમી પાર્ટી ચર્ચાનું કેન્દ્રબિંદુ બની ગઈ છે. કેમ કે, હાલનાં તબક્કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ માટે કિંગ મેકર સાબિત થઈ શકે છે એવું લાગે છે. મતલબ કે, દોઢ દસક બાદ કોંગ્રેસને કોર્પોરેશનમાં સત્તાસ્થાને બિરાજમાન થવા માટે આમ આદમી પાર્ટી સીઢી બની શકે છે. હાલની પરિસ્થિતિ જોતા અગામી મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કિ રોલમાં હશે જે કોંગ્રેસ માટે કિંગ મેકર સાબિત થઈ શકે છે. તેથી જ ગુજરાતનાં રાજકારણનું કેન્દ્રબિંદુ ગણાતા રાજકોટમાં 2015નાં કોર્પોરેશન ઈલેક્શન બાદ 2020નાં કોર્પોરેશન ઈલેક્શનમાં બહુમતી મેળવી જીત હાંસલ કરવામાં ભાજપને કપરા ચઢાણ ચડવા પડશે એવું વર્તાય રહ્યું છે અને આ વખતે ભાજપે એક નહીં પરંતુ એક જેવા જ બે-બે વિરોધ પક્ષ કોંગ્રેસ – આમ આદમી પાર્ટી સામે બમણા બળથી જંગ છેડવી પડશે.
જો ગત રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો પર નજર નાખીએ તો 2015ની રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 18 વોર્ડ પૈકી 17 વોર્ડની 68 બેઠકોની મત ગણતરી પૂર્ણ થઈ ત્યાં સુધી ભાજપ અને કોંગ્રેસ બંને 34-34 બેઠકો જીત્યા હતા. અંતમાં વોર્ડ નં.6ની ચારેય બેઠકો પર ભાજપનાં ઉમેદવાર જીતતા કોર્પોરેશન ભાજપે કબજે કરી લીધું હતું અને આમ, 2015 રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 38 બેઠકો તો કોંગ્રેસે 34 બેઠકો મેળવી હતી. વળી, કોંગ્રેસ કરતા ભાજપને માત્ર 6થી 10 ટકા જ જેટલો વોટ શેર વધુ મળેલો. 2015 મનપા ચૂંટણી ભાજપ પાતળી બહુમતી સાથે માંડમાંડ જીત્યું હતું. આમ, 2015ની રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામની જેમ જ 2020 રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામમાં પણ વધુ ઉલટફેર જોવા ન મળે અને ભાજપને 34 અને કોંગ્રેસને 34 અને આમ આદમી પાર્ટીને ફક્ત 4 બેઠકો આવે તો પણ રાજકોટ મનપાની ચૂંટણીનાં પરિણામ બાદ આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે જોડાઈને કોંગ્રેસ માટે કિંગ મેકર સાબિત થઈ શકે છે. આનો એક સીધો અર્થ એવો છે કે, ભાજપે કોર્પોરેશનમાં સત્તા જાળવી રાખવા માટે 38થી ઓછી એકપણ બેઠકનું નુકસાન થવા દેવું જોઈશે નહીં અને 40થી વધુ બેઠકો તો જીતવી જ પડશે.
રાજકોટમાં હાલ સ્થાનિક કક્ષાએ મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક નિહાળી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને પૂરજોશમાં ભાજપનો વિરોધ કરી રહ્યાં છે અને આ ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ વિરોધનો સૂર હજુ પણ કરશે. આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય.. બંને પક્ષને વાંધો-વિરોધ રાજકોટ મનપાનાં સત્તા પક્ષ ભાજપ સામે છે. છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસનાં વિપક્ષ તરીકે નબળા પ્રદર્શનનો આમ આદમી પાર્ટી ક્યાય ઉલ્લેખ કરી નથી રહી તો કોંગ્રેસ પણ ભાજપ જેમ જ આમ આદમી પાર્ટીને પોતાના વિરોધી પક્ષ તરીકે લઈ રહી નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અત્યારે માત્ર ભાજપને નિશાનો બનાવી રહી છે. એટલે જો આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માત્ર 4થી 5 બેઠકો જીતી લેશે તો પણ કોંગ્રેસની હારેલી બાજીને જીતમાં અને ભાજપની જીતેલી બાજીને હારમાં પલટાવી શકશે. આગામી રાજકોટ મનપાની ચૂંટણીમાં કાંટે કી ટક્કર નિશ્ચિત છે ત્યારે આમ આદમી પાર્ટી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો બાદ કોંગ્રેસને ટેકો આપી મહત્વનું સ્થાન ભજવી શકે છે અને મહત્વનું સ્થાન મેળવી પણ શકે છે.
બીજી તરફ જોઈએ તો વર્તમાનમાં ભાજપથી નાખુશ અને કોંગ્રેસથી નફરત કરતા મતદારો પણ આમ આદમી પાર્ટીને મત આપવાના મુડમાં જોવા મળી રહ્યાં છે એટલે એક એ રીતે પણ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને નુકસાન થતું હોવાનું જણાય રહ્યું છે અને ભાજપને થનારા આ નુકસાનનો સીધો ફાયદો કોંગ્રેસ ઉઠાવી શકે તેમ છે. તેથી ગયા વખતની જેમ આ વખત પણ રાજકોટ મનપાની ચૂંટણીમાં ખરાખરીનો ખેલ જોવા મળશે. જેમાં અત્યારથી જ કોણ વિજેતા જાહેર થશે એ કહેવું થોડું અતિશ્યોક્તિ ગણાશે પણ હા, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવતા તમામ શક્યતાઓ અને અટકળો, તારણો અને તર્ક પરથી હાલનાં તબ્બકે એટલું કહી શકાય છે કે, રાજકોટ મનપાની ચૂંટણીનાં પરિણામ બાદ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે મળી કોર્પોરેશનને કમળમુક્ત બનાવી શકે છે. આમ આદમી પાર્ટીને નવી-ઓછી સમજવી ભાજપ અને કોંગ્રેસ બંને માટે નુકસાનકર્તા સાબિત થશે.

- Advertisement -

You Might Also Like

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

દહેશતના અલગ અલગ રૂપો

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??

કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘બ્લેક’માં વેચાય છે કોરોના ઇન્જેક્શન
Next Article ટાઢ-તડકો અને વરસાદ જેમને પૂછીને વરસે છે! મળો, ગુજરાતનાં નંબર-વન વેધર એનાલિસ્ટ અશોક પટેલને

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

દહેશતના અલગ અલગ રૂપો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?