આટકોટમાં માસૂમ બાળકીઓનો બળાત્કાર સહિતના ભ્રષ્ટાચારને પોલીસ પ્રશાસન છાવરી રહ્યું હોવાનો આક્ષેપ: યોગ્ય પગલાં લેવા પોલીસ કમિશનરને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31
- Advertisement -
આટકોટમાં માસૂમ બાળકીઓનો બળાત્કાર સહિતના ભ્રષ્ટાચારને પોલીસ પ્રશાસન છાવરી રહ્યું હોવાનો આક્ષેપ: યોગ્ય પગલાં લેવા પોલીસ કમિશનરને રજૂઆત
ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકરો દ્વારા યેનકેન રીતે અવારનવાર મોટા કૌભાંડો કરવામાં આવી રહ્યા છે જેવા કે માસૂમ બાળકીઓનો બળાત્કાર (આટકોટ ખાતે) ડ્રગ્સ માફિયાઓ, બુટલેગરો, ખોટા ટોલનાકાઓ, વિવિધ પ્રકારના ભ્રષ્ટાચારો, પેપર ફોડવાના કાંડો, સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે મકાન બનાવીને વેચવા, ગૌચરની જમીન પચાવી પાડવી, સરકારી ખાતાઓમાં કટકી કરવી, સરકારી અનાજને સગેવગે કરવું, લોકોનું અપહરણ કરી ધાકધમકી આપી જમીન લખાવી લેવી, ભૂમાફિયાઓ, ખોટી કોલેજો કાગળો ઉપર ઊભી કરવી, બ્રીજ-ફ્લાયઓવરમાં મોટા ભ્રષ્ટાચાર આચરવા, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરફેર કરી ગીર સોમનાથના ડોકટરને આત્મહત્યા કરવા મજબૂર કરવા, આવા બધા કાંડો કરવા છતાં પણ બિન્દાસ ફરતા ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકરોને પોલીસ પ્રશાસન શા માટે છાવરી રહ્યું છે?
આમ આદમી પાર્ટી લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે શિક્ષણ, મોંઘવારી, આરોગ્ય તેમજ અન્ય સારી સુવિધા મળી રહે તે હેતુથી સત્તા પક્ષને અવારનવાર શાંતિપૂર્વક, ધરણા, રેલી કે આવેદન પત્ર દ્વારા લોકોની જરૂરિયાતને વાચા આપવા પ્રયત્નો કરતી હોય ત્યારે એના અવાજને કોના ઈશારે દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેમજ સત્તાધારી પક્ષનું ખરાબ ન દેખાય તે હેતુથી પોલીસ અમોને કોઈપણ કાર્યક્રમ કરીએ તે પહેલાં જ અટકાયત કરી 4-5 કલાક સુધી ડિટેઈન શા માટે કરવામાં આવે છે? પ્રજા હિતના કામો કરવા શું ગુન્હો છે? આમ આદમી પાર્ટી દ્વારા યોગ્ય અને કડક પગલાં લેવાની રજૂઆત રાજકોટ પોલીસ કમિશનરને કરી છે.
વધુમાં ભાજપના પદાધિકારીઓ, હોદ્ેદારો, કાર્યકરો ગુનાહીત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવા છતાં પણ તેઓને કોઈ પણ કાર્યક્રમમાં પોલીસ દ્વારા તેઓની અટકાયત કરતી નથી ઉપરાંત પોલીસ મૂકપ્રેક્ષક બનીને જોતી હોય છે તે યોગ્ય ન કહેવાય, ભારતમાં દરેક નાગરિકને સમાન અધિકાર છે. સત્તાધારી પક્ષ સામે પ્રજાલક્ષી પ્રશ્ર્નો માટે વિરોધ કરવો એ વિરોધ પક્ષનો અધિકારી છે તેવું અંતમાં જણાવ્યું હતું.