ખેડૂતોને સિંચાઈ, બાળકોને પઢાઈ, યુવાનોને કમાઈ, બીમારને દવાઈ મળી રહે તેવી દુર્લભજીભાઈ દેથરિયાની પ્રાથમિકતા રહેશે
ડબલ એન્જીન ભરોસાની ભાજપ સરકારને મત આપવાના એક નહીં, અનેક ફાયદાઓ મતદાતા જાણે છે : કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થવાનું નક્કી છે
- Advertisement -
કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જીન ભરોસાની ભાજપ સરકારમાં ટંકારા-પડધરીના ખેડૂતોને ખાતર, પાણી, વીજળીની સુવિધા મળી રહી છે. એક જમાનો હતો, યુરિયા લેવા જાઓ તો રાત્રે લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. કોંગ્રેસના શાસનમાં યુરિયા બારોબાર વેચાઈ જતું હતું. આજે ભરોસાની ભાજપ સરકારના રાજમાં યુરિયા ખેડૂતોને સમયસર મળી રહ્યું છે. યુરિયા આપણે બહારથી લાવવું પડે છે, ભાજપ સરકારને જે યુરિયા 2 હજારમાં પડે છે તે ખેડૂતોને 270 રૂપિયામાં આપે છે. ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળે એ માટે ભાજપ કૃષિ પાકોની ટેકાના ભાવે ખરીદી કરે છે. પાકની વાવણીથી વેંચાણ સુધી અમે ખેડૂતોની પડખે ઉભા છીએ. કોંગ્રેસના રાજમાં ખેડૂતોને માથે દેવું થઈ જતા આપઘાત કરતા હતા. આજે ભાજપ સરકારના શાસનમાં ખેડૂતોના ખાતામાં છ-છ હજાર રૂપિયા જમા થાય છે. ઝીરો ટકા વ્યાજે લોન મળે છે. ડેમ, ચેકડેમ, સરોવર, તળાવ બારેમાસ નર્મદાના પાણીથી છલકાઈ છે અને ધરતીપુત્રો બારમાસી ખેતી કરી રહ્યા છે એવું ટંકારા-પડધરી વિધાનસભા-66ના ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયાએ પોતાના લોકસંપર્કમાં જનતાને જણાવ્યું હતું. ટંકારા-પડધરી મતવિસ્તારમાં પ્રચાર કરી રહેલા ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયાએ ખેડૂતોને સિંચાઈ, બાળકોને પઢાઈ, યુવાનોને કમાઈ, બીમારને દવાઈની સુવિધા મળી રહે તેવી મારી પ્રાથમિકતા રહેશે એવું જનતાને જણાવતા કહ્યું હતું કે, સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસવાળી ભરોસાની ભાજપ સરકાર કિસાનો અને યુવાનોની સરકાર છે, કિસાનો, યુવાનો, વિદ્યાર્થીઓ માટેની સરકાર છે. ખેડૂતોને સિંચાઈ ઉપરાંત બિમારને દવાઈ મળી રહે અને મારા ટંકારા-પડધરીના પરિવારજનો સ્વસ્થ્ય રહે તે માટે ભરોસાની ભાજપ સરકાર કટિબદ્ધ છે. મા અમૃતમ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતાં પરિવારોને 5-5 લાખ રૂપિયાનું આરોગ્ય કવચ આપવામાં આવ્યું છે. ટંકારા-પડધરીના નાગરીકોને ઘર આંગણે વૈશ્વિક સ્તરની આરોગ્ય સુવિધા મળી રહે તે માટે એઈમ્સ હોસ્પિટલ શરૂ કરી છે. તમામ સરકારી દવાખાનાઓમાં તો જરૂરી દવાઓ વિનામૂલ્યે મળે જ છે આ સિવાય ખાનગી સારવાર લેતા લોકોને દવાઓ તદ્દન વાજબીભાવે મળે તે માટે જન ઔષધી કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા છે. જે તમામ પાયાની સુખ-સુવિધા મળી રહી છે તેની પાછળ માત્રને માત્ર ભાજપ સરકારના વિકાસકાર્યો છે.
ટંકારા-પડધરીમાં શરૂ થયેલા નવા આરોગ્ય કેન્દ્રોથી લઈ શાળા-કોલેજ અને આ રોડ-રસ્તાઓ, વિજળી, પાણી ભાજપ સરકારની દેન છે. આપણા ગામના યુવાનો ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે મેડિકલ અને એન્જિનિયરીંગ અને ઉચ્ચ શિક્ષણની બેઠકોમાં વધારો કર્યો છે. યુવાનોના કૌશલ્ય નિર્માણ માટે કૌશલ્ય નિર્માણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. ઘર આંગણે નોકરી મળી કમાઈ થઈ શકે રહે તે માટે રોજગાર મેળા, ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરોસાની ભાજપ સરકાર છે તો આ વિસ્તારમાં શાંતિ અને સલામતી છે, મહિલાઓ અને બાળકો સુરક્ષિત છે, સૌ સ્વસ્થ્ય છે, શિક્ષિત છે. આપણી જનતાએ યાદ રાખવું પડશે કે, આગામી વિધાનસભા ચૂંટણીના 1 ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાનમાં કમળને મત એટલે ભાજપને મત, ભાજપને મત એટલે નરેન્દ્રભાઈ મોદીને મત અને નરેન્દ્રભાઈ મોદીને મત એટલે ટંકારા-પડધરીની પ્રગતિ તથા ઉન્નતિને મત હશે. ભાજપની ડબલ એન્જીન સરકારને મત આપવાના એક નહીં, અનેક ફાયદાઓ મતદાતા જાણે છે જેથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થવાનું નક્કી છે એવું ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયાએ પોતાના લોકસંપર્ક યાત્રામાં જનતાને જણાવ્યું હતું.