બે મોટા અપસેટ : ભાજપના પૂર્વ ડે.મેયરના પુત્ર પાર્થ કોટેચા, કોગ્રેસ પ્રમુખની હાર, વોર્ડ નંબર 15 ફરી કોંગ્રેસે કબજે કર્યો, સ્વ. લાખાભાઈના પુત્રની જીત થઈ
પૂર્વ મેયર સ્વ.સતિષભાઈ વીરડાના પત્ની હાર્યા, હિતેન્દ્ર ઉદાણીની હાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢ મહાનગર પાલીકાનું પરિણામ આવી ગયું. જૂનાગઢની જનતાએ ફરી એક વખત ભાજપ ઉપર વિશ્વાસ મુક્યો છે. જૂનાગઢની સૌથી મોટી સમસ્યા ખાડા અને તુટેલા રસ્તા છે. પરંતુ મનપાની ચૂંટણીમાં લોકોને ભાજપને મત આપી 60 બેઠકમાંથી 48 બેઠક ઉપર વિજય બનાવી છે. બીજી તરફ કોંગ્રેસની બેઠકમાં વધારો થયો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસની બેઠક વધીને 11 થઈ છે. એક બેઠક ઉપર અપક્ષના ઉમેદવારનો વિજય થયો છે. જૂનાગઢ મનપાની ચૂંટણીએ બે મોટા અપસેટ સર્જાય છે. ભાજપના પૂર્વ ડે.મેયર ગીરીશ કોટેચાના પુત્ર પાર્થી કોટેચાની હાર થઈ છે. તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોષીની હાર થઈ છે. આ ઉપરાંત કોંગ્રેસ વોર્ડ નંબર 15માં વાપસી કરી છે. ફરી પોતાનો ગઢ કબજે કર્યો છે. તેમજ સ્વ.લાખાભાઈ પરમારના પુત્રની જીત થઈ છે. એટલું નહીં ભાજપે ટિકીટ ન આપતા અપક્ષમાંથી લડેલા હિતેન્દ્ર ઉદાણીની પણ હાર થઈ છે. જૂનાગઢ જિલ્લામાં 6 નગર પાલિકાની ચૂંટણી યોજાય હતી જેમાં 5ાંચ નગર પાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.જેમાં વંથલી, બાંટવા, માણાવદર, વિસાવદર અને ચોરવાડ પાલિકામાં ભાજપે કબ્જે કરી છે.જયારે માંગરોળ પાલિકામાં 15 ભાજપ અને 15 કોંગ્રેસ અને 4 બસપા અને 1 અપક્ષ અને 1 આપને ફાળે જતા ત્યાં બાસ્પા અને અપક્ષ જે તરફે જશે તેનું સુકાન આવશે જયારે ચોરવાડ નગર પાલિકામાં સાંસદ રાજેશ ચુડાસમા અને સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમા વચ્ચે પ્રતિસ્થાનો જંગ બન્યો હતો જેમાં ચોરવાડ પાલિકામાં ભાજપે ભવ્ય જીત મેળવી લેતા સાસંદ રાજેશ ચુડાસમાનું પલડું ભારે રહ્યું છે. જયારે વંથલી નગરપાલિકાની ચૂંટણીમાં 24 બેઠકોમાંથી 20 બેઠકો કબ્જે કરી ફરી સત્તામાં વાપસી કરી છે જ્યારે ગયા વર્ષે ભારે બહુમતી મેળવનાર કોંગ્રેસ પક્ષ માત્ર 4 બેઠક મેળવી શકી છે અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખની હાર થઇ છે જેમાં વોર્ડ નં.5 માં ચૂંટણી લડી રહેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સિરાજ વાજાની હાર થઈ છે તો તેમના પત્નીએ બીજા વોર્ડ માંથી જીત મેળવી છે.
કોંગ્રેસ ઉમેદવારના વિજય સરઘસ પર પથ્થરમારો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોની જાહેરાત સાથે જ અનેક જગ્યાએથી વિવાદ થયો હોવાના અહેવાલો પણ મળ્યા હતા. જૂનાગઢમાં વોર્ડ નંબર-8 માં કોંગ્રેસની જીત થતાં જ પથ્થરમારાની ઘટના સામે આવી છે. પથ્થરમારામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાન પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. હાલ, પોલીસે સમગ્ર મામલો થાળે પાડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. વળી, બીજીબાજુ મોરબીના વાંકાનેરમાં વોર્ડ નંબર 6માં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફટાકડા ફોડવાની બાબતેબબાલથઈહતી.
જૂનાગઢ મહાનગરપાલિકાનું વોર્ડ પ્રમાણે પરિણામ
- Advertisement -
વોર્ડ નંબર 01
નિલેશકુમાર પિઠીયા (ભાજપ) 5116 મત
જિજ્ઞાસાબેન ગુજરાતી (ભાજપ) 4742 મત
સુભાષભાઈ રાદડિયા (ભાજપ) 4021 મત
રેખાબેન સોલંકી (ભાજપ) 3934 મત
વોર્ડ નંબર 02
અંકિતભાઈ માવદિયા (ભાજપ) 6230 મત
જાગૃતિ વાળા (ભાજપ) 5922 મત
લિરિબેન ભીભા (ભાજપ) 5892 મત
શાહબાઝખાન બ્લોચ (ભાજપ) 5026 મત
વોર્ડ નંબર 03
સરિફાબેન કુરેશી (ભાજપ) બિનહરીફ
સહેનાઝબેન કુરેશી (ભાજપ) બિનહરીફ
અબ્બાસ કુરેશી (ભાજપ) બિનહરીફ
વોર્ડ નંબર 04
મંજુલાબેન પણસારા (કોંગ્રેસ) 3099 મત
ધર્મેશ પોશિયા (ભાજપ) 2861 મત
પ્રફુલ્લાબેન ખેરાળા (ભાજપ) 2367 મતન
ચેતન ગજેરા (ભાજપ) 2241 મત
વોર્ડ નંબર 05
વિનસ હદવાણી (ભાજપ) 5436 મત
રાણીબેન પરમાર (ભાજપ) 4937 મત
સંજય ધોરાજીયા (ભાજપ) 4653 મત
સોનલબેન પનારા (ભાજપ) 5162 મત
વોર્ડ નંબર 06
કુસુમબેન અકબરી (ભાજપ) 3183 મત
પ્રવીણભાઈ વાઘેલા (ભાજપ) 3430 મત
જશવંતી કેશવાલા (કોંગ્રેસ) 3139 મત
લલીતભાઈ પણસારા (કોંગ્રેસ) 3775 મત
વોર્ડ નંબર 07
જયેશભાઈ બોઘરા (ભાજપ) 4400 મત
ભાવનાબેન વ્યાસ (ભાજપ) 4261 મત
વંદના દોશી (ભાજપ) 4086 મત
સંજયભાઈ મણવર (ભાજપ) 4041 મત
વોર્ડ નંબર 08
અદ્રેમાન પંજા (કોંગ્રેસ) 7105 મત
સહેનાઝ કાદરી (કોંગ્રેસ) 6388 મત
શાહિદ કોતલ (કોંગ્રેસ) 6269 મત
સેનીલાબેન થઈમ (કોંગ્રેસ) 5894 મત
વોર્ડ નંબર 09
ગીતાબેન પરમાર (ભાજપ) 2625 મત
ચેતનાબેન ચૂડાસા (ભાજપ) 2503 મત
આકાશ કટારા (ભાજપ) 3455 મત
અશ્વિનભાઈ ભારઈ (અપક્ષ) 4431 મત
વોર્ડ નંબર 10
ચંદ્રિકાબેન રાખસિયા (ભાજપ) 3046 મત
પલ્લવીબેન ઠાકર (ભાજય) 2739 મત
મનનભાઈ અભાણી (ભાજપ) 2720 મત
પરાગભાઈ રાઠોડ (ભાજપ) 2696 મત
વોર્ડ નંબર 11
દિવ્યાબેન પોપટ (ભાજપ) 4617 મત
શૈલેષભાઈ દવે (ભાજપ) 4004 મત
વનરાજ સોલંકી (ભાજપ) 3999 મત
પૂનમબેન પરમાર (ભાજપ) 3991 મત
વોર્ડ નંબર 12
મધુબેન મિયાત્રા (ભાજપ) 2654 મત
ઇલાબેન બાલસ (ભાજપ) 2980 મત
પૂજાભાઈ સિસોદિયા (ભાજપ) 2892 મત
હિરેનભાઈ ભલાણી (ભાજપ) 2915 મત
વોર્ડ નંબર 13
ધરમણભાઈ ડાંગર (ભાજપ) 4290 મત
ભાવનાબેન ટાંક (ભાજપ) 3815 મત
વનિતાબેન આમછેડા (ભાજપ) 3469 મત
વિમલભાઈ જોશી (ભાજપ) 3612 મત
વોર્ડ નંબર 14
જમકુબેન છાયા (ભાજપ) બિનહરીફ
આદ્યશક્તિબેન મજમુદાર (ભાજપ) બિનહરીફ
બાલુભાઈ રાડા (ભાજપ) બિનહરીફ
કલ્પેશભાઈ અજવાણી (ભાજપ) બિનહરીફ
વોર્ડ નંબર 15
કેશુભાઈ ઓડેદરા (કોંગ્રેસ) 3666મત
રાવણભાઈ પરમાર (કોંગ્રેસ) 3660 મત
સોનલબેન રાડા (કોંગ્રેસ) 3378 મત
ગીતાબેન સોલંકી (કોંગ્રેસ) 3222 મત
ગીરીશ કોટેચાનું રાજકારણ પૂર્ણ?
ગીરીશભાઇ કોટેચા વર્ષોથી રાજકારણમાં છે. તેમજ કોંગ્રેસ હોય કે ભાજપ બન્ને પક્ષમાં હંમેશા સારા હોદા ઉપર રહ્યા છે. પરંતુ મનપની ચૂંટણીમાં પોતાના પુત્ર પાર્થ કોટેચાને લોન્ચ કરતા ભારે થઈ છે. પાર્થ કોચેટાની હાર થઈ છે. હવે ગીરીશ કોટેચાના રાજકારણને લઈને પણ ચર્ચા જાગી છે. શું આ હાર ગીરીશ કોટેચાનું રાજકારણ પૂર્ણ કરી દેશે?, તેમજ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સંતોનો વિવાદ ગીરીશભાઈ કોટેચાને હાર સુધી લઈ ગયો છે.
પુનિત શર્માનો ફરી ઉદય, પ્રમુખ પદ પાકું?
શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા સામે વોકળા દબાવવાના આક્ષેપ થયા હતાં અને તેને પ્રમુખ પદેથી હટાવવાની તૈયારીઓ થઈ હતી. પરંતુ પ્રદેશ ભાજપે નેતા નેતૃત્વમાં ચૂંટણી લડવાની નકકી કરી લીધું હતું. ભાજપની જીત પછી ફરી પ્રમુખ બનવાની શક્યતા વધી થઈ ગઇ છે.