વડાપ્રધાનનાં આહ્વાનને જૂનાગઢનાં અધિકારીઓ, કર્મચારીઓે સ્વીકાર્યું
વધાવી, પીપલાણા, નાજાપુરમાં પહેલ કરાઇ, સકારાત્મક અભિગમથી ખુશી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને તાજેતરમાં ગુજરાત આવ્યાં ત્યારે કહ્યું હતુ કે, ગામડામાં ગ્રામ પંચાયત, સરકારી શાળાઓ સહિતનાનો જન્મ દિવસ ઉજવવો જોઇએ. વડાપ્રધાનનાં આ આહ્વાનને જૂનાગઢ જિલ્લાનાં અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વિકારી લીધું છે. જૂનાગઢનાં વધાવી, માણાવદરનાં પીપલાણા અને મેંદરડાનાં નાજાપુર ગ્રામ પંચાયત દ્વારા પહેલ કરવામાં આવી છે અને પંચાયતનાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ગામડા અને શહેરમાં અનેક સરકારી કચેરીઓ વર્ષો જુની છે. તેની સ્થાપના રાજાશાહીનાં સમયમાં થઇ હતી. આજે પણ આવી કચેરીઓ અને શાળાઓ કાર્યરત છે. તેમજ ગામડામાં પંચાયત પણ ખુબ જ જુની છે. સામાન્ય લોકો તેનાથી જાણ હોય છે. ત્યારે ગુજરાતનાં પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આવી સરકારી કચેરીઓ, ગ્રામ પંચાયત, સરકારી શાળાઓ વગેરે સરકારી કચેરોનો જન્મ દિવસ ઉજવવો જોઇએ તેમ કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આહ્વાન કર્યું હતું, જેને જૂનાગઢ જિલ્લાનાં અધિકારીઓ, કર્મચારીઓે વધાવી લીધું છે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં જન્મ દિવસ ઉજવવાની શરૂઆત કરી દીધી છે. જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખનાં માર્ગદર્શનમાં જિલ્લામાં ગ્રામ પંચાયતનાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે. જૂનાગઢ તાલુકાનાં વધાવી, માણાવદર તાલુકાનાં પીપલાણા અને મેંદરડા તાલુકાનાં નાજાપુર ગામે ગ્રામ પંચાયતનાં સ્થાપના દિન નિમીતે જન્મ દિવસ ઉજવાયો હતો. જૂનાગઢ જિલ્લામાં એક પહેલ શરૂ કરવામાં આવી હતી. અહીં પંચાયતમાં ગ્રામજનો એકત્ર થયા હતાં અને કેક કાપી જન્મ દિવસ ઉજવ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં સકારાત્મક અભિગમની શરૂઆત થઇ છે.