સવારે પ્રભાત ફેરી, દરિયાદેવનું પૂજન, બાઇક રેલી, સમૂહપ્રસાદ અને સાંજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું
પ્રથમ વખત ચેટીચાંદ પૂર્વે 30 દિવસ રાત્રિ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
વેરાવળમાં સિંધી સમાજના ઈષ્ટદેવ સાઈ ઝુલેલાલ ભગવાનની જન્મજયંતિ તેમજ સિંધી સમાજનાં નવવર્ષની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.આ તકે સમગ્ર દિવસ દરમિયાન પ્રભાત ફરી, દરિયાદેવનું પૂજન, બાઈકરેલી, સમૂહ પ્રસાદ અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.બહોળી સંખ્યામાં સિંધી સમાજનાં લોકો જોડાયા હતા.
વેરાવળમાં સિંધી સમાજના ઇષ્ટદેવ સાઈ ઝુલેલાલ ભગવાનની જન્મજયંતિ એટલે કે ચેટીચાંદ પર્વની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉપરાંત વેરાવળ ચોપાટી અને બંદર ખાતે બહોળી સંખ્યામાં લોકોએ દરિયાદેવનું પૂજન પણ કર્યું હતુ.ત્યારબાદ લીલાશાહ બાગથી,હવેલી ચોક, પંચવટી સોસાયટી, 80 ફૂટ રોડ સહિતના મુખ્યમાર્ગો પરથી બાઈકરેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો જોડાયા હતા.ત્યારબાદ બપોરે લીલાશાહ બાગ ખાતે સમૂહ પ્રસાદનું આયોજન અને સાંજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શોભાયાત્રા લીલાશાહ ભવનથી શરૂ થઈ સોમનાથ સોસાયટી, પંચવટી સોસાયટી, 80 ફૂટ રોડ, બજરંગ સોસાયટી સહિતના શહેરના મુખ્યમાર્ગો પરથી પસાર થઈ હતી. અલગ અલગ સંસ્થાઓ, સમાજના લોકો, રાજકીય તેમજ બિનરાજકીય લોકો દ્વારા આ શોભાયાત્રાનું સ્વાગત પણ કરાયું હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સિંધી જનરલ પંચાયતના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.સમગ્ર દિવસ દરમિયાન યોજાયેલ કાર્યક્રમોને સફળ બનાવવા માટે સમસ્ત સિંધી સમાજ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ચેટીચાંદ પર્વ પૂર્વે 30 દિવસ એટલે કે એક માસ સુધી રાત્રી સત્સંગનું પણ દરરોજ વિવિધ જગ્યાઓએ અને શુક્રવારે ઝૂલેલાલ મંદિરે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.
કબૂલ ભગત સાહેબના મેળો શરૂ: 2 દિવસ વિવિધ કાર્યક્રમો
ચેટીચાંદના બીજા દિવસથી સંત કબૂલ ભગત સાહેબના મેળાની પણ હુડકો સોસાયટી સ્થિત કબુલ ભગત મંદિર ખાતે શરૂઆત થાય છે.ત્યારે આજથી આ મેળો પણ શરૂ થશે જેમાં 2 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજશે અને સૌરાષ્ટ્ર ભરમાંથી લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડશે.