મહાઠગબંધનની હારના મૂળભૂત કારણો અને આંતરિક વિભાજન
કોંગ્રેસની માત્ર 4-6 બેઠકો સુધીની પહોંચ: ગઠબંધનનું અસંતુલન
- Advertisement -
સીટ વહેંચણીમાં વિવાદ અને કાર્યકર્તાઓમાં ફેલાયેલી હતાશા
તેજસ્વીનો ‘યાદવ-મુસ્લિમ’ ફોકસ; EBC અને દલિત મતદારો NDA તરફ વળ્યા
રાષ્ટ્રીય જનતા દળ (RJD)નાં મુખ્ય નેતૃત્વવાળા મહાગઠબંધનની હાર એક મોટો આઘાત સાબિત થઈ છે. ભાજપના મજબૂત પ્રદર્શનને કારણે એનડીએ ભવ્ય વિજય મેળવ્યો, જેમાં 243 સભ્યોની વિધાનસભામાંથી કુલ 202 બેઠકો જીતી છે. એનડીએના મુખ્ય ઘટક પક્ષોની બેઠકોની સ્થિતિ ભારતીય જનતા પાર્ટીએ 89 બેઠકો, જનતા દળ (યુનાઇટેડ)એ 85 બેઠકો, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)એ 19 બેઠકો, હિન્દુસ્તાની અવામ મોર્ચા (સેક્યુલર)એ 5 બેઠકો અને રાષ્ટ્રીય લોક મોર્ચાએ 4 બેઠકો મેળવી. આ પરિણામોએ મળીને એનડીએને સ્પષ્ટ બહુમતિની સ્થિતી આપી. જ્યારે મહાગઠબંધને માત્ર 35-36 સીટો જ મળી. આ હાર ફક્ત આંકડાઓની નથી, પરંતુ તે રાજકીય વ્યૂહરચના, જનસમર્થન અને વાયદાઓની વિશ્વસનીયતાની વાર્તા કહે છે.
- Advertisement -
મહાગઠબંધનની આંતરિક કમજોરીએ તેની હારનો પાયો નાખ્યો. 2020માં કોંગ્રેસે 19 સીટો જીતી હતી, પરંતુ 2025માં તેની પહોંચ માત્ર 4-6 સીટોની રહી. આ જોડી રચવામાં આવી તો હતી, પરંતુ તેમાં એકતા અને વિઝનનો અભાવ દેખાયો. કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ અને છઉંઉના પ્રાદેશિક વર્ચસ્વ વચ્ચે સંતુલન ન બન્યું, જેના કારણે સીટ વહેંચણીથી જ વિવાદ થયા. ઉદાહરણ તરીકે, કોંગ્રેસને માત્ર 70 સીટો પર લડવાની મંજૂરી મળી, જે તેની અપેક્ષા કરતાં ઓછી હતી. આનાથી કોંગ્રેસ કાર્યકર્તાઓમાં હતાશા ફેલાઈ, અને તેઓ ચૂંટણી પ્રચારમાં સંપૂર્ણપણે જોડાયા નહીં. વધુમાં, લેફ્ટ પાર્ટીઓ (ઈઙઈં, ઈઙઈં (ખ), ઈઙઈં (ખક))ની સબ-કોઅલિશનએ વોટ વિભાજન કર્યું,
જેના કારણે મુસ્લિમ અને દલિત વોટરોમાં ગઠબંધન પ્રત્યે અવિશ્ર્વાસ વધ્યો.
રાહુલ-તેજસ્વીનું એકસાથે આવવું: અસરહીન રણનીતિ સાબિત થઈ
રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની ’વોટર અધિકાર યાત્રા’ને મોટી આશાઓ હતી, પરંતુ તે વ્યર્થ સાબીત થઈ. આ યાત્રા ચૂંટણીના કેટલાક અઠવાડિયા પહેલાં શરૂ થઈ, જેમાં તેઓ વોટર લિસ્ટમાં ખામીઓ અને નોકરીના મુદ્દા ઉઠાવતા હતા. પરંતુ જમીની સ્તરે આ યાત્રાનો પ્રભાવ નજરે પડયો નહીં – ખાસ કરીને મગધ અને ઉત્તરી બિહારમાં, જ્યાં ગઉઅએ 80%થી વધુ સીટો જીતી. રાહુલના ’હાઈડ્રોજન બોમ્બ’ જેવા નિવેદનોમાં વોટ ચોરીના પુરાવા આપવાની વાત કરી, પરંતુ કોઈ કાનૂની પુરાવા ન આપ્યા, જેનાથી મતદાતાઓએ આ મુદ્દો અવગણ્યો. તેજસ્વીની યુવા-કેન્દ્રિત ભાષણો પણ ફક્ત યાદવ-મુસ્લિમ વોટરો સુધી મર્યાદિત રહ્યા, જ્યારે ઊઇઈ (એક્સ્ટ્રીમલી
બેકવર્ડ ક્લાસ) અને દલિત વોટરો NDA તરફ વળ્યા.
જમીની સ્તર પર કોંગ્રેસ માટે સમર્થનનો અભાવ: વોટરોની અવગણના
બિહારના ગામડાંઓ અને નગરોમાં કોંગ્રેસનો પ્રચાર જમીની સ્તરે ન પહોંચ્યો. પાર્ટીના કાર્યકર્તાઓની અંદરૂની હતાશા અને ગ્રામીણ વિસ્તારોમાં નબળા સંગઠનાત્મક સમીકરણોએ આને વધુ ખરાબ બનાવ્યું. ઉદાહરણ તરીકે, ક્ધહૈયાકુમારની પદયાત્રાઓ યુવા માઇગ્રેશન પર કેન્દ્રિત હતી, પરંતુ તેમનો સંદેશ ફક્ત શહેરી વિસ્તારો સુધી મર્યાદિત રહ્યો. વોટરોમાં કોંગ્રેસને ‘બહારની પાર્ટી’ તરીકે જોવામાં આવી, જે બિહારના સ્થાનિક મુદ્દાઓથી અજાણ છે. આના કારણે ગઠબંધનના વોટર બેંકમાંથી 10-
15% વોટ ગઉઅ તરફ ખસી ગયા.
RJDની તુલનાએ કોંગ્રેસનો પ્રચાર ફિક્કો: વ્યૂહરચનાત્મક નિષ્ફળતા
RJDના આક્રમક પ્રચારની સામે કોંગ્રેસનો પ્રચાર ફિક્કો અને અસંગઠિત રહ્યો. છઉંઉએ 52થી વધુ યાદવ ઉમેદવારો ઉતારીને તેના કોર વોટર બેંકને મજબૂત કરી પરંતુ કોંગ્રેસના પ્રચારમાં નવો એજન્ડા અને ક્લિયર કમ્યુનિકેશનનો અભાવ હતો. તેજસ્વીના ’ચેન્જ’ના વિઝનને કોંગ્રેસે સપોર્ટ કરવામાં વિલંબ કર્યો જેના કારણે ગઠબંધનનાં કેમ્પેઈનમાં વિલંબ થયો. આનાથી જનતા મહાગઠબંધનને ’અસંગઠિત’ તરીકે જોવા લાગી. જ્યારે NDAની એકતા તેને મજબૂત બનાવ્યુ
લાલુપ્રસાદના પારિવારિક વિવાદો : વારસાની છાયા
લાલુ પ્રસાદ યાદવના પારિવારિક વિવાદોએ NDAની છબીને નુકસાન પહોંચાડ્યું. તેજ પ્રતાપ યાદવનું અલગ થઈને લડકવું અને મહુઆ સીટ પર હાર NDAના વિભાજનનું પ્રતીક બન્યું.
NDAની વિજેતા રણનીતિ: ‘મહિલા-યુવા’ ફોર્મ્યુલા
આ વિવાદોએ યાદવ કેડરમાં અસ્વસ્થતા વધારી, અને ઘણા વોટરોએ તેને ’પારિવારિક રાજકારણ’ તરીકે જોયું. વધુમાં, યાદવ કેડરની ’ઓવર-અસર્ટિવનેસ’એ ઊઇઈ અને દલિત વોટરોને દૂર ધકેલ્યા, જેણે ગ્રામીણ વિસ્તારોમાં મહાગઠબંધનના લોકલ પોકેટ્સને પણ અસર કરી.
દરેક ઘરમાં એક સરકારી નોકરી:
ખોટો અને અવાસ્તવિક સંદેશ
તેજસ્વીનો ’દરેક ઘરમાં એક સરકારી નોકરી’નો વાયદો બિહારના 1.04 કરોડ યુવા મતદાતાઓને આકર્ષિત કરવા માટે હતો, પરંતુ તે અવાસ્તવિક અને અસ્પષ્ટ રહ્યો. બિહારમાં નોકરીની અભાવ અને માઇગ્રેશનનો મુદ્દો વાસ્તવિક છે, પરંતુ આ વાયદો ‘બ્લુપ્રિન્ટ’ વિના આવ્યો, જેનાથી વોટરોમાં શંકા જન્માવી. ગઉઅએ તેના જવાબમાં 1 કરોડ નોકરીઓનો વાયદો કર્યો, જે વધુ વિશ્વસનીય લાગ્યો કારણ કે તેમાં સ્કિલ સેન્ટર્સ અને રોકાણની વાત કરી.
ઘોષણાપત્રમાં મસમોટા વાયદાઓ: નુકસાનકારક પોપ્યુલિઝમ
મહાગઠબંધનના મેનિફેસ્ટોમાં મહિલાઓને 30,000 રૂપિયા વાર્ષિક , 200 યુનિટ મફત વીજળી અને ડોમિસાઈલ રિઝર્વેશન જેવા વાયદાઓ હતા, પરંતુ તે ‘મસમોટા’ અને અયોગ્ય લાગ્યા. વળી, ગઉઅએ તેના જવાબમાં પહેલેથી જ 10,000 રૂપિયા મહિલા રોજગાર યોજના હેઠળ 1.1 કરોડ મહિલાઓને આપ્યાં, આ સંખ્યા નીતીશકુમારના 40% મતદાન જેટલી ગણાય છે. નીતીશકુમાર આ અગાઉ દારૂબંધી લાવીને મહિલા મતદારોને ખુશ કરવામાં સફળ રહ્યા હતાં. 125 કિલોવોટ વીજળીનું મફત વિતરણની યોજના, બિહારમાં જુલાઈ 2025માં રાજ્ય કેબિનેટનાં નિર્ણય મુજબ ઘરેલુ ગ્રાહકોને દર મહિને 125 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. આ યોજના ઓગસ્ટ 2025થી અમલમાં આવી છે અને રાજ્યના અંદાજે 1 કરોડ 67 લાખ પરિવારોને તેનો સીધો લાભ મળશે, પણ કામ કરી ગઈ.
સીટ ફાળવણીથી જ મહાગઠબંધનમાં માથાકૂટ: આંતરિક વિરોધ
સીટ વહેંચણી પર ચર્ચા ચૂંટણીથી મહિનાઓ પહેલાં શરૂ થઈ, પરંતુ તેમાં વિલંબ અને વિવાદો થયા. કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓ વચ્ચે 10-15 સીટો પર મતભેદો થયા, જેના કારણે પ્રચારમાં વિલંબ થયો. આનાથી ગઠબંધન ’અરોગન્ટ’ સાબિત થયું.
રામ મંદિર મુદ્દે ખેસારીલાલ યાદવનું નિવેદન: હિન્દુ વોટરોનું વિભાજન
NDAના સ્ટાર કેન્દ્રીય ઉમેદવાર ખેસારીલાલ યાદવનું ચપરા સીટ પર રામ મંદિર વિશે ’અસંવેદનશીલ’ નિવેદન, આનાથી હિન્દુ વોટરો, ખાસ કરીને ઉપર કુલ અને ઘઇઈમાં, ગઉઅ તરફ વળ્યા. ખેસારીલાલ 7,600 વોટોથી હાર્યા, જેણે NDAના કોર વોટર બેંકને પણ અસર કરી.
રાહુલ ગાંધીનો વોટ ચોરીનો
મુદ્દો કામ ન કર્યો
રાહુલ અને કોંગ્રેસના ’વોટ ચોરી’ના આરોપો (જેમાં ઙખ મોદી, અમિત શાહ અને ચૂંટણી પંચને લક્ષ્ય બનાવ્યા)એ કોઈ અસર ન કરી. વોટર લિસ્ટમાં 42 લાખની વધારાની નોંધણી પછી પણ મહિલા મતદાન 71.6% રહ્યું, જે રેકોર્ડ છે. આ આરોપો ‘બહાના’ તરીકે જોવાયા, અને વોટરોએ સ્થાનિક મુદ્દાઓ – રસ્તા, શાળાઓ, નોકરીઓ – પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
બીજેપીના પ્રચાર મુદ્દાઓ, જેણે મહાગઠબંધનની હાર નિશ્ચિત કરી
જંગલરાજની ભીતિ અને નીતિશની સ્થિરતા: ગઉઅએ ‘જંગલરાજ’ની વાત પુનજીર્વિત કરી, જે લાલુ-રાબડી કાળની યાદ અપાવી. નીતિશ કુમારના વેલ્ફેર રેકોર્ડે વોટરોને આકર્ષ્યા.
મુસ્લિમ-યાદવ (ખઢ) ફોર્મ્યુલાનું સંકુચિત થવું: મહાગઠબંધનનો ખઢ ફોમ્ર્યુલા, મુસ્લિમ-ડોમિનેટેડ સીટો પર પણ નિષ્ફળ રહી, કારણ કે ગઉઅએ ઊઇઈ (36% વસ્તી) અને મહિલાઓને ’ખઊ’ ફોમ્ર્યુલા દ્વારા જોડ્યા.
પ્રશાંત કિશોરની જન સુરાજનીપાર્ટીએ ખાસ વોટ વિભાજન કર્યું નહીં, પરંતુ તેમના પ્રોહિબિશન લિફ્ટ કરવાના વાયદાએ મહાગઠબંધન ‘લિકર બેન દુશ્મન’ સાબિત થઈ.
નીતિશના 20 વર્ષના શાસન વિરુદ્ધ એન્ટી-ઇન્કમ્બન્સીની સંભાવના હતી, પરંતુ વેલ્ફેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર (રસ્તા, મેટ્રો)એ તેને નિષ્ફળ બનાવી.
છઉંઉના મહિલા લ્હાણી વાયદો અને ગઉઅના મુદ્દાઓ: ક્યાં કામ કરી ગયા?
છઉંઉ-કોંગ્રેસે ‘માઈ બહેન માન યોજના’ હેઠળ મહિલાઓને 30,000 રૂપિયા વાર્ષિક + 2,500 માસિક + 5 લાખનું ઇન્શ્યોરન્સનો વાયદો કર્યો, જે ગઉઅના 10,000 રૂપિયા (મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના)ને કાઉન્ટર કરવા માટે હતો. પરંતુ આ વાયદો ’લેટ-મિનિટ’ અને અયોગ્ય લાગ્યો,
બીજી તરફ, ગઉઅના બિહાર-લક્ષી મુદ્દાઓએ કામ કરી ગયા તેમજ મહિલા-યુવા વેલ્ફેર: 1 કરોડ ‘લખપતી દીદીઓ’ બનાવવાની યોજના, વિધવા/વૃદ્ધ પેન્શન 400થી 1,100 કરવા, અને અંગણવાડી વર્કર્સને હોનોરેરિયમ વધારો – આથી મહિલા વોટરોમાં ગઉઅની વિશ્વસનીયતા વધી.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ: 7 નવા એક્સપ્રેસવે, 3,600 કિમી રેલવે અપગ્રેડ, પટણા નજીક ગ્રીનફિલ્ડ એરપોર્ટ, અને 50 લાખ પાકા મકાનો – આ વાયદાઓએ ગ્રામીણ-શહેરી વોટરોને જોડ્યા.
‘કરપૂરી ઠાકુર કિસાન સમ્માન નિધિ’ હેઠળ 3,000 વધારો, અને ઊઇઈ માટે 10 લાખ રૂપિયા – આથી વોટરો (36% વસ્તી) તરફ વળ્યા.
નોકરી અને સ્કિલ: 1 કરોડ નોકરીઓ + મેગા સ્કિલ સેન્ટર્સ – આથી યુવા માઇગ્રેશનના મુદ્દા પર ગઉઅ વિજેતા બન્યું.
જાતિ-સમતુળન:NDA ઉપર કુલ, જેડીયુએ કુર્મી-EBCઅને LJP(RV) એ દલિતને જોડીને વિશાળ કોઅલિશન બનાવ્યું.
બિહાર 2025ની ચૂંટણીએ સ્પષ્ટ કર્યું કે વોટરો હવે વાયદાઓ કરતાં અમલ અને વિશ્વસનીયતા ઇચ્છે છે. મહાગઠબંધનની હાર આંતરિક વિભાજન, અવાસ્તવિક વાયદાઓ અને જમીની સ્તરે નબળાઈનું પરિણામ છે, જ્યારે ગઉઅએ વેલ્ફેર, એકતા અને ’મહિલા-યુવા’ ફોર્મ્યુલા દ્વારા જીત મેળવી. તેજસ્વી માટે આ હાર એક પાઠ છે – બિહારના યુવાનો બદલાવ ઇચ્છે છે, પરંતુ તે વ્યવહારુ અને સર્વસમાવેશી હોવો જોઈએ. આગામી લોકસભા 2029 સુધી મહાગઠબંધને પોતાની રણનીતિ પુનર્જોડવી પડશે, જ્યારે NDA માટે આ જીત નવા ’MY’ (મહિલા-યુવા) યુગની શરૂઆત છે. બિહારના મતદાતાએ ફરી એક વાર સાબિત કર્યું: રાજકારણમાં વાતો કરતાં કાર્યો વધુ મહત્વના છે.



