માલદીવ એસોસિયેશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટુર ઓપરેટર્સે ભારતીય હાઈ કમિશનર મુનુ મહાવર સાથે બંને દેશો વચ્ચે પ્રવાસ અને પ્રવાસન સહયોગ વધારવા પર ચર્ચા કરી
ભારત-માલદીવ વિવાદ વચ્ચે મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે માલદીવ ભારતના મુખ્ય શહેરોમાં રોડ શોનું આયોજન કરશે. નોંધનિય છે કે, માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. માલદીવ એસોસિયેશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટુર ઓપરેટર્સે અહીં ભારતીય હાઈ કમિશનર મુનુ મહાવર સાથે બંને દેશો વચ્ચે પ્રવાસ અને પ્રવાસન સહયોગ વધારવા પર ચર્ચા કરી હતી.
- Advertisement -
પ્રવાસન ક્ષેત્રે ભારત છઠ્ઠા ક્રમે
6 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ તેમના X હેન્ડલ પર ભારતના પશ્ચિમ કિનારે આવેલા પ્રાચીન લક્ષદ્વીપ ટાપુઓની તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા હતા. જે બાદ માલદીવ તરફથી સોશિયલ મીડિયા પર ભારત અને વડાપ્રધાન મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. વિવાદ બાદ દેશની અનેક પ્રખ્યાત હસ્તીઓ સહિત કરોડો ભારતીયોએ પોતાનું રિઝર્વેશન કેન્સલ કરીને માલદીવ જવાનો પ્લાન રદ્દ કર્યો છે. પ્રવાસન ડેટા દર્શાવે છે કે, ટોચના પ્રવાસી દેશ હોવાના કારણે ભારતનું સ્થાન જાન્યુઆરીથી ઘટીને પાંચમા સ્થાને અને હવે છઠ્ઠા સ્થાને આવી ગયું છે.
The Maldives Association of Travel Agents and Tour Operators (MATATO) met with the Indian High Commissioner in Malé to discuss collaborative efforts.
MATATO said it intends to collaborate with the Indian High Commission closely to “bolster tourism initiatives”. The association… pic.twitter.com/QCU9nDIp0n
- Advertisement -
— Frontalforce 🇮🇳 (@FrontalForce) April 11, 2024
પ્રવાસનને પ્રોત્સાહન આપવા વિનંતી
માલદીવના પર્યટન મંત્રાલયના ડેટા અનુસાર આ વર્ષે 10 એપ્રિલ સુધી, કુલ 6,63,269 પ્રવાસીઓના આગમનમાંથી, ચીન 71,995 સાથે ટોચ પર છે, ત્યારબાદ યુનાઇટેડ કિંગડમ, રશિયા, ઇટાલી, જર્મની અને ભારત છે. મીડિયા અહેવાલો અનુસાર માલેમાં ભારતીય હાઈ કમિશનમાં આયોજિત મીટિંગમાં ચર્ચા કર્યા પછી MATATOએ એક નિવેદનમાં કહ્યું કે, તેઓએ પ્રવાસન પહેલને પ્રોત્સાહન આપવા માટે માલદીવમાં ભારતીય હાઈ કમિશન સાથે નજીકથી સહયોગ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે.
ભારતના મુખ્ય શહેરોમાં રોડ શો
MATATOના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, મુખ્ય ભારતીય શહેરોમાં વ્યાપક રોડ શો શરૂ કરવા અને માલદીવમાં આગામી મહિનાઓમાં પ્રભાવશાળી અને મુસાફરીના અનુભવોની સુવિધા આપવા માટેની યોજનાઓ ચાલી રહી છે. જોકે માલદીવ્સ માટે ભારત એક મહત્વપૂર્ણ પ્રવાસી બજાર છે. એસોસિએશને ભારતીય હાઈ કમિશનર સાથેની તેની બેઠકને માલદીવ અને ભારત વચ્ચે મજબૂત પર્યટન સંબંધોને પ્રોત્સાહન આપવા માટે MATATOના સતત સમર્પણના પુરાવા તરીકે વર્ણવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, પર્યટન ક્ષેત્રમાં વિકાસને પ્રોત્સાહન આપવા માટે પરિવર્તનકારી સહકારનો માર્ગ મોકળો કરશે.