અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધુ રજા લેનાર રાષ્ટ્રપતિ બન્યા
ખાસ-ખબર ન્યૂઝ અમેરિકા, તા.9
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના 4 વર્ષના કાર્યકાળમાં 532 દિવસની રજા લીધી છે. 81 વર્ષીય બાઇડને રાષ્ટ્રપતિ પદ સંભાળ્યાને 1326 દિવસ થયા છે. બાઇડને આ દિવસોમાં 40% રજા લીધી છે, જ્યારે તેમણે માત્ર 794 દિવસ કામ કર્યું છે. રિપોર્ટ અનુસાર, બાઇડન દર 10 દિવસમાં 4 રજાઓ લઈ રહ્યા છે. અમેરિકામાં કોઈપણ વ્યક્તિને દર વર્ષે સરેરાશ 11 દિવસની રજા મળે છે. આ મુજબ,બાઇડને 4 વર્ષમાં જેટલી રજાઓ લીધી છે તેટલી રજાઓ લેવામાં સામાન્ય અમેરિકનને 48 વર્ષ લાગશે. અમેરિકાના ઈતિહાસમાં કોઈપણ રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવેલી આ સૌથી વધુ રજા છે. અગાઉ, તેમના કાર્યકાળ દરમિયાન, ટ્રમ્પે 1461માંથી 26% એટલે કે 381 દિવસની રજા લીધી હતી. જ્યારે બરાક ઓબામા અને રોનાલ્ડ રીગન તેમના કુલ કાર્યકાળના માત્ર 11% દિવસોની રજા પર હતા. જીમી કાર્ટરે રાષ્ટ્રપતિ તરીકે માત્ર 79 દિવસની રજા લીધી હતી. વધુ પડતી રજા લેવા બદલ બાઇડનની ટીકા કરતા ટ્રમ્પના કાર્યકાળમાં વ્હાઇટ હાઉસના સલાહકાર રહી ચૂકેલા માર્ક પાઓલેટાએ કહ્યું હતું કે, “બીચ પર ખુરશી પર સૂતા બાઇડનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. વિશ્ર્વમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે બાઇડનની આરામ કરતી તસવીરો તેમના કાર્યકાળનું ઉદાહરણ છે. બાઇડનના સહયોગીઓએ કહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જ્યારે પણ રજાઓ પર ગયા ત્યારે તેઓ તેમના કામ સાથે જોડાયેલા રહ્યા. તેમને નિયમિતપણે કોલ્સ આવતા હતા અને તે સરળતાથી સંપર્ક કરી શકતા હતા. બાઇડન અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ સંભાળનાર સૌથી વૃદ્ધ નેતા છે. 80 વર્ષીય ડેમોક્રેટ નેતાએ 20 જાન્યુઆરી, 2021ના રોજ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.
- Advertisement -
તેમણે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને અમેરિકામાં સત્તા મેળવી હતી. બાઇડન વૃદ્ધાવસ્થાના રોગોથી ઘેરાયેલા છે. કેટલાક અહેવાલોમાં, તેમને ડિમેન્શિયાના દર્દી તરીકે વર્ણવવામાં આવ્યા છે. બાઇડન ડિમેન્શિયાથી પીડિત હોવાની અટકળો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ તેમનો ટેસ્ટ પણ કરાવ્યો હતો. ટેસ્ટ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે બાઇડનને ડિમેન્શિયા નથી. બાઇડન 1988માં ’બ્રેઈન એન્યુરિઝમ’થી પણ પીડિત હતા, જેના માટે તેમણે સારવાર લીધી હતી. તે ફરીથી થવાની માત્ર 20% શક્યતા છે. બાઇડને તેમનું પિત્તાશય પણ કાઢી નાખ્યું છે. થોડા સમય પહેલા વ્હાઇટ હાઉસે સ્વીકાર્યું હતું કે તે શ્ર્વસન સંબંધી બીમારીને કારણે સૂતી વખતે CPAP મશીનનો ઉપયોગ કરી રહ્યા હતા. 2014માં વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીએ એક દિવસની પણ રજા લીધી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 31 જુલાઈ 2023ના રોજ પ્રફુલ પી સારડા નામના વ્યક્તિએ RTI દાખલ કરી હતી. જેમાં પૂછવામાં આવ્યું હતું કે વડાપ્રધાન તરીકેના બંને કાર્યકાળ દરમિયાન મોદીએ કેટલા દિવસની રજા લીધી છે. જેના પર ઙખઘએ જવાબ આપ્યો કે મોદીએ તેમના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધી એક પણ રજા લીધી નથી. તેઓ હંમેશા સમયસર કામ શરૂ કરે છે. આ ઉપરાંત તેમણે દેશ-વિદેશમાં 3 હજારથી વધુ કાર્યક્રમોમાં ભાગ લીધો છે.