ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા 8 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના દરેક નાગરિકના સપના અને આકાંક્ષાઓને પાંખો આપી છે અને તેમનામાં નવો આત્મવિશ્વાસ જગાવ્યો છે તે બદલ મોદી સરકારને રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરે અભિનંદન પાઠવ્યા હતાં.
મોદીએ પોતાના સક્ષમ નેતૃત્વ અને મજબૂત ઈચ્છાશક્તિથી દેશને માત્ર સુરક્ષિત જ નથી બનાવ્યો, પરંતુ આવા અનેક નિર્ણયો લીધા, જેણે દરેક દેશવાસીઓનું માથું ગર્વથી ઊંચું કર્યું. આજે 130 કરોડ ભારતીયોના વિશ્વાસની આ શક્તિ દેશને દરેક ક્ષેત્રમાં આગળ લઈ જઈ રહી છે. સક્ષમ નેતૃત્વ સાથે ભારત આપત્તિને તકમાં કેવી રીતે ફેરવે છે, આ નવા ભારતે આખી દુનિયાને બતાવી દીધું. જમ્મુ અને કાશ્મીર હોય કે પૂર્વોત્તર કે પછી ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત પડકારરૂપ વિસ્તારો, જેની તરફ કોઈએ દાયકાઓ સુધી જોવાની હિંમત કરી ન હતી, મોદીજીએ તેમના નેતૃત્વ અને દૂરંદેશીથી વિકાસ અને શાંતિનો નવો અધ્યાય લખ્યો છે, આજે આ પ્રદેશ દેશ સાથે કદમ મિલાવી આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત દેશ સશક્ત ભારત, સંગઠિત ભારત નાં સુત્ર સાથે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ દેશને દરેક ક્ષેત્રમાં અગ્રેસર બનાવવાનો પાયો નાંખી રહ્યો છે.આ સંકલ્પને સાબિત કરવાની તમામ દેશવાસીઓની જવાબદારી અને ફરજ છે, જેથી આપણે આવનારી પેઢીને એક મજબૂત અને આત્મનિર્ભર ભારત આપી શકીએ.