ભાજપ ઉમેદવાર ઉદય કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા અને ભાનુબેન બાબરીયાને વિક્રમજનક લીડથી વિજયી બનાવવા મતદાતાઓને અપીલ
રાજકોટને રંગીલા અને મોજીલા શહેરની ઓળખ ભાજપનાં રાજમાં મળી, કોંગ્રેસનાં રાજમાં તો રાજકોટ નપાણીયુ કહેવાતું અને આજે ભાજપનાં શાસનમાં રાજકોટ રૂડું-રણીયામણું સ્માર્ટ-ક્લીન સીટી તરીકે સર્વાંગી વિકાસ પામ્યું
- Advertisement -
શહેરવાસીઓનો દરેક મત રાજકોટના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ વિધાનસભા બેઠક પરથી ભાજપના લોકપ્રિય અને ખરા અર્થમાં લોકોના જ ઉમેદવાર એવા ઉદય કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા અને ભાનુબેન બાબરીયાને વિજયની વરમાળા પહેરાવવા રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે એ ફિર એક બાર ભાજપ સરકારનાં નારા સાથે રાજકોટ વિધાનસભા બેઠકનાં ચારેય ઉમેદવારરોને વિક્રમજનક લીડથી જીતાડવાની રાજકોટ ના સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજ્યસભા ના સાંસદ રામભાઈ મોકરીયાએ મતદારોને રેકોર્ડ અપીલ કરી છે.
રાજકોટ ના સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજ્યસભા ના સાંસદ રામભાઈ મોકરીયાએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, ભાજપનાં શાસનમાં રાજકોટનો ખરા અર્થમાં વિકાસ થયો છે. કેન્દ્રમાં અને રાજ્યમાં ડબલ એન્જીન ભાજપ સરકાર હોવાથી કેન્દ્ર અને રાજ્યની સરકારી યોજનાઓ અને સહાયોનો લાભ સીધો જ રાજકોટને સૌથી પહેલાં, સૌથી વધુ મળી રહ્યો છે. ડબલ એન્જીન સરકારના ફાયદા જૂઓ તો રાજકોટને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડતી એઈમ્સ મળી, આંતરરાષ્ટ્રીય સ્તરનું ગ્રીનફિલ્ડ એરપોર્ટ મળ્યું, આંતરરાષ્ટ્રીય સ્તરના ઘર લાઈટહાઉસ મળ્યા અને નર્મદાના નીરવાળી સૌની યોજના જેવી વિવિધ યોજનાઓનો લાભ તો ખરો જ. ભાજપ સરકારના રાજમાં ગણ્યા ગણાય નહીં એટલા બધા, અગણિત વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત રાજકોટમાં કરવામાં આવ્યા છે, રાજકોટ અને રાજકોટની જનતા માટે થયા છે, અનેક સુવિધા અપાવવામાં કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન ભાજપ સરકારની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજકોટને રંગીલા અને મોજીલા શહેરની ઓળખ ભાજપનાં રાજમાં મળી છે, કોંગ્રેસનાં રાજમાં તો રાજકોટ નપાણીયુ કહેવાતું હતું અને આજે ભાજપનાં શાસનમાં રાજકોટ રૂડું-રણીયામણું સ્માર્ટ-ક્લીન સીટી તરીકે સર્વાંગી વિકાસ પામ્યું છે. ભૂતકાળમાં કોંગ્રેસનાં ભ્રષ્ટાચારી શાસનનાં રાજકોટ અને આજનાં ભાજપનાં વિકાસશીલ રાજકોટમાં જમીન-આસમાનનો ફર્ક છે. આથી સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજકોટ વિધાનસભા બેઠકનાં મતદારો એવું દ્રઢપણે માને છે કે દેશ અને રાજ્યમાં ડબલ એન્જીન સરકાર રચીને વિકાસની ડબલ ગતિને અવિરત રાખવી પડશે.
ટુકડાટુકડા ગેંગની તરફદાર કોંગ્રેસ પાર્ટી એ ભારત જોડો યાત્રા શરૂ કરી છે, ખરેખર તો તેઓ ગુજરાત વિરોધી છે અગાઉ કેન્દ્રમાં સત્તા સ્થાને હતા ત્યારે તેમણે ગુજરાતની પ્રજાને અન્યાય કરતા રહ્યા છે એ ન ભૂલવું જોઈએ. હવે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં આવી છે તેઓ પણ કોંગ્રેસની જેમ મેઘા પાટકર સાથે સંકળાયેલા હતા. મેઘા પાટકર નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડવાનો સખત વિરોધ કરતા રહ્યા હતા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ગુજરાત વિરોધી, દેશ વિરોધી, હિંદુ ધર્મ અને સંસ્કૃતિ વિરોધી પાર્ટી છે ત્યારે તેઓ દ્વારા જે પગ પેસારો ગુજરાતમાં કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેને મતદારોએ જાકારો આપવાની જરૂર છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નેતાવિહીન, નીતિવિહીન પાર્ટી છે તેમજ મફતના રેવડી કલ્ચરથી લોકોને બેવફૂક બનાવવા નીકળ્યા છે. ગુજરાત સરકારનું જેટલું બજેટ છે તેના કરતાં પણ દસ ગણું વધારે લોકોને મફત આપવા નીકળ્યા છે જે હથેળીમાં ચાંદ બતાવવા સમાન છે. આ પ્રકારની પાર્ટીનું સત્તામાં આવવું જનતા માટે જ જોખમી છે.
આજે ભાજપ એ ભરોસાનું અને કમળ એ વિકાસના વિશ્વાસનું પ્રતિક બન્યું છે. ભારતને ફરી વિશ્વગુરૂનું સ્થાન અપાવવા માટે વડાપ્રધાન પદે ગુજરાતના પનોતા પુત્ર અને દેશભરના હૃદયસમ્રાટ કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપ સરકારને જ સત્તાનું સૂકાન સોપવું પડશે. અને આ માટે રાજકોટ વિધાનસભાની બેઠક સહિત સૌરાષ્ટ્રની તમામ બેઠક ઉપર ભાજપનો ભગવો ફરકાવવો જરૂરી છે. ભાજપના ઉમેદવારો ઉદય કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા અને ભાનુબેન બાબરીયાને માત્ર વિજય જ નહીં જ્વલંત વિજય અપાવવા રાજકોટ વિધાનસભા બેઠકનાં તમામ મતદારોને આવતીકાલે વહેલી સવારથી મતદાન કેન્દ્ર પર ઉમટી પડવા રાજકોટ ના સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજ્યસભા ના સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા અનુરોધ કરવામાં
આવ્યો છે.