પોલીસ ભરતીની તૈયારી કરતાં સ્પર્ધકોને શારીરિક-લેખિત પરીક્ષા અંગે આપ્યું માર્ગદર્શન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્ય પોલીસદળમાં સમયાંતરે ભરતી આવતી હોય છે ત્યારે આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છુક યુવક – યુવતીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે રાજકોટ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ભક્તિનગર પોલીસે શારીરિક-લેખિત પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજકોટ શહેર પોલીસની સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત લોકરક્ષક અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતી અન્વયે એક માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા દીપ્તિનગર ગાર્ડન ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પીઆઈ એમ એમ સરવૈયા અને ટીમની ટીમ દ્વારા ભરતીની તૈયારી કરતા યુવક-યુવતીઓને શારીરિક કસોટીમાં કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવું, સરળતાથી ગ્રાઉન્ડ કેમ પાસ કરવું તે સહિતની માહિતી આપી હતી ઉપરાંત શારીરિક કસોટી બાદ આવનાર મુખ્ય પરીક્ષામાં અભ્યાસક્રમ તેમજ વાંચન અંગે પણ વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું ઉમેદવારોએ પરીક્ષા સંદર્ભે મુંજવતા પ્રશ્નો રજુ કરતા પોલીસે તે અંગે પણ યોગ્ય માહિતી આપી હતી આ કાર્યક્રમમાં પોલીસ મથકના મહિલા-પુરૂષ જવાનો જોડાયા હતા.