સૂત્રધાર હેન્ડલ લોક વિનાના બાઇક ડાયરેક્ટ કરી સસ્તામાં વેચી નાખતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.03
- Advertisement -
શહેરમાં વાહન ચોરીના નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલવાની સુચના અન્વયે ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમી આધારે રાજકોટ, શાપર, ગોંડલ અને જુનાગઢમાંથી હેન્ડલ લોક વિનાના 17 બાઈકની ચોરી કરી સસ્તા ભાવે વેચી દેનાર અમરેલી અને વીરપુરના બે શખસોને દબોચી લઇ 6.75 લાખના 17 ચોરાઉ બાઈક કબજે કરી 16 ગુનાના ભેદ ઉકેલી નાખ્યા છે અમરેલીનો સુત્રધાર અગાઉ જુનાગઢમાં 27 ચોરાઉ બાઇક સાથે પકડાઈ ચૂક્યો હોવાનું અને 5 ગુના પણ નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટમાં વાહનચોરીના ગુનાઓના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે ક્રાઈમ બ્રાંચ પીઆઈ એમ આર ગોંડલીયા અને ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન સ્ટાફ્ના પીએસઆઈ પરમાર સહિતનાને મળેલી બાતમી આધારે મૂળ અમરેલીના ખાંભા ગાયકવાડી ગામનો અને હાલ ગોંડલ સડક પીપળીયા ગામે રહેતા મુકેશ લાભુભાઈ માડિયા ઉ.40ને ચોરાઉ બાઈક સાથે અટકાવી આગવી ઢબે પુછતાછ કરતા ભાંગી પડ્યો હતો અને પોતે બાઈક ચોરી કરી મૂળ વિરપુરના હાલ ગુંદાસરા ગામે રહેતા આશિષ વલ્લભભાઈ કાપડીને 10-20 હજારમાં વેચી નાખ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી
પ્રાથમિક પૂછતાછમાં મુકેશએ રાજકોટના ભક્તિનગર પોલીસ વિસ્તારમાંથી 3, તાલુકા અને માલવિયાનગર વિસ્તારમાંથી 202, શાપરમાંથી 3, ગોંડલ વિસ્તારમાંથી 5, જુનાગઢમાંથી 1 અને એક બાઈક ગુંદાસરામાંથી મળી 17 બાઈક ચોરી કર્યાની કબૂલાત આપતા બંને પાસેથી 6.75 લાખના 17 ચોરાઉ બાઈક કબજે કર્યા હતા મુકેશ મેગવ્હીલવાળા બાઈક કે જેમાં હેન્ડલ લોક ન હોય તેવા બાઈક થોડે સુધી દોરવીને લઇ જઈ ડાયરેક્ટ કરી ચોરી કરતો હોવાનું અને મોટાભાગે હોસ્પિટલ બહારથી ઉઠાંતરી કરતો હોવાનું જાણવા મળ્યું છે મુકેશ સામે અગાઉ પ ગુના નોંધાઈ ચુક્યા છે 2011માં જુનાગઢ પોલીસે પકડ્યો ત્યા2ે 27 બાઈક કબજે કર્યા હતા.