થોરાળા પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખી 2.15 લાખની મત્તા કબજે કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટની રાજારામ સોસાયટીમાં બંગડીના કારખાનાના તાળા તોડી 65 હજારની બંગડીની ચોરી થયાની ફરિયાદ કારખાનેદારએ નોંધાવતા થોરાળા પોલીસે બે શખ્સોને ઝડપી લઈ ચોરીમાં ગયેલ તમામ મુદામાલ તેમજ ગુનામાં ઉપયોગમાં લીધેલ રિક્ષા સહિત 2.15 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
- Advertisement -
રાજકોટની રાજારામ સોસાયટીમાં આવેલ કારખાનાના તાળા તોડી 65,220ની કિમતના બંગડીના 302 બોક્સ ચોરી થયાની ફરિયાદ નોંધાતા થોરાળા પોલીસ મથકના પીઆઇ જી એન વાઘેલા, પીએસઆઈ મોહન મહેશ્વરી, પીએસઆઈ જે એમ પરમાર સહિતે તપાસ હાથ ધરી હતી દરમિયાન ચોરીને અંજામ આપનાર બેલડી ટ્રેક્ટર ચોકમાંથી પસાર થવાની છે તેવી ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી બાતમીવાળી રિક્ષા અટકાવી જડતી લેતા તેમાંથી તમામ 302 બોક્સ બંગડી મળી આવતા મયૂરનગરના પાર્થ સુરેશભાઇ ચૌહાણ અને મોરબી રોડ પર રહેતા સની મનજીભાઇ સોનારાની ધરપકડ કરી બંગડી અને રિક્ષા સહતી 2.15 લાખનો મુદામાલ કબજે કર્યો છે.