આજી ડેમ પોલીસે 5.35 લાખના બાઇક કબજે કર્યા : લોક વિનાના બાઇક ડાયરેક્ટ કરી ઉઠાંતરી કરતાં હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર અને ગ્રામ્યના જેતપુર, ઉપલેટા, શાપરમાંથી થયેલ 13 વાહન ચોરીનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી નાખ્યો છે ઉપલેટા અને ધોરાજીના શખ્સને ખોખડદળ પાસેથી દબોચી લઈ 5.35 લાખના 13 ચોરાઉ બાઈક કબ્જે કર્યા છે હેન્ડલ લોક વગરની બાઈક ડાયરેકટ કરી વાહન ચોરીને અંજામ આપતાં હતાં.
રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર દ્વારા નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ જે.જી.રાણા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સ્ટાફને મળેલી બાતમી કોઠારીયા રીંગ રોડ, ખોખડદડ પુલ પાસેથી ઉપલેટાના રવી ઉર્ફે કાલી રસીકભાઈ સોલંકી અને ધોરાજીના મીત સુરેશ વ્યાસને ચોરાઉ બાઈક નં. જીજે-03-એલએચ-3996 સાથે પકડી પાડી આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલ વાહન ચોરીનો ગુનો ડિટેકટ કર્યો હતો પકડાયેલ બન્ને આરોપીઓની પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા આરોપી રવી ઉર્ફે કાલી સોલંકીએ છેલ્લા બે મહીનામાં રાજકોટ શહેરમાં અલગ-અલગ જગ્યાએથી તેમજ રાજકોટ ગ્રામ્યના જેતપુર, ઉપલેટા, શાપર-વેરાવળમાંથી કુલ-12 બાઈકની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી જે તમામ ચોરાઉ બાઈક આરોપી મીત વ્યાસને વેંચાણ કરવા માટે આપેલ હતાં જે ચોરાઉ બાઈક મીત વ્યાસે ધોરાજીમાં અલગ- અલગ વ્યક્તિઓને વેંચાણ કરી તેમજ એક મોટર સાઈકલબાઈક લાખણકા ગામ ખાતે વેંચાણ કરેલ હોવાની કબૂલાત આપતાં અલગ-અલગ જગ્યાએથી ચોરીમાં ગયેલ 13 બાઈક રીકવર કરી કુલ રૂ.5.35 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી આરોપી મોડી રાત્રીના સમયે હેન્ડલ લોક વગરના બાઇકની હેડ લાઈટની પાછળના ભાગે લાગેલ સોકેટ તોડી મોટર સાઈકલ ડાયરેકટ કરી મોટર સાઈકલની ચોરીઓ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો.