ચીની માટીથી બનેલા એક આકર્ષક ‘ફલાવર પોટ’ના હરરાજીમાં 8.8 મીલીયન ડોલર (72 કરોડ રૂપિયા) ઉપજ્યા હતા. વાદળ અને ડ્રેગનમાં ચિત્ર ધરાવતાં આ ‘ફલાવર પોટ’નું ઓકશન પેરિસમાં થયું હતું.
ફલાવર પોટના માલિક તે પોતાના દિવંગત દાદીના નિવાસસ્થાનેથી લાવ્યા હતા. આ ફલાવર પોટ ખરીદવા 400 જેટલા લોકોએ રસ દાખવ્યો હોવાથી જંગી રકમ ઉપજવાનું અગાઉથી જ મનાવા લાગ્યું હતું.
- Advertisement -
જો કે હરરાજીમાં 30 લોકોને જ તક આપવામાં આવી હતી. આ ફલાવર પોટ 20મી સદીનો છે. છતા 18મી સદી જેવો લાગતો હોવાથી મોંઘી કિંમતે વેચાયો હતો.