12 થી 14 વર્ષની કોઈપણ વ્યક્તિ વેક્સીનેશન માટે કોવિન પોર્ટલ અથવા સરકાર તરફથી જણાવવામાં આવેલ પ્લેટફોર્મની મદદથી રજિસ્ટ્રેશન કરાવી શકશે.
દેશનાં કોરોનાની ત્રીજી લહેર ભલે સમાપ્તના આરે છે. પરંતુ મોદી સરકારે કોઇ રિસ્ક લેવા માંગતી નથી. તેથી 15થી 18 વર્ષના કિશોરો બાદ આજથી 12થી 14 વર્ષના બાળકોને પણ રસી આપવાનું અભિયાન શરું કર્યું છે. જેમાં વર્ષ 2008 થી વર્ષ 2010માં જન્મેલ બાળકોને વેક્સીન આપવામાં આવશે. સાથે આવતી કાલથી તમામ વરિષ્ઠ નાગરિકોને પણ બૂસ્ટર ડોઝ આપવાની પણ શરૂઆત થશે.સરકારે બાળકો માટે રસિકરણ અંગેની જારી કરેલી ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે આ વયજૂથના બાળકોને માત્ર કોર્બેવેક્સ રસી (Corbevax Vaccine) આપવામાં આવશે.
12થી 14 વર્ષના બાળકોને 28 દિવસના અંતરે Corbevax Vaccineના બે ડોઝ આપવામાં આવશે. આ રસી હૈદરાબાદ સ્થિત ‘બાયોલોજિકલ ઈવાંસ’ દ્વારા તૈયાર કરાઇ છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે એક પત્ર જારી કરી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આજથી એટલે 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોને રસી આપવા અંગે સૂચના આપી હતી. જે મુજબ CoWIN એપ પર જઇ રજિસ્ટ્રેશન કરાવવવાનું રહેશે. 12 થી 14 વર્ષની કોઈપણ વ્યક્તિ વેક્સીનેશન માટે કોવિન પોર્ટલ અથવા સરકાર તરફથી જણાવવામાં આવેલ પ્લેટફોર્મની મદદથી રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
- Advertisement -
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી
‘બાળકો સુરક્ષિત રહેશે તો દેશ સુરક્ષિત રહેશે’.16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોવિડ-19ના રસીકરણની શરૂઆત થશે, આ વાત જણાવતા મને ખૂબ જ ખુશી થઈ રહી છે. 60 થી વધુ વર્ષ ધરાવતા લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ બાળકોના પરિવારજનો અને વરિષ્ઠ નાગરિકોને કોરોનાની રસી લેવાની અપીલ કરી.12 થી 14 વર્ષના 7.11 કરોડ બાળકોને રસી આપવામાં આવશે. વેક્સીનેશન માટે 16 માર્ચથી રજિસ્ટ્રેશનની શરૂઆત થશે.