આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. વિધિ પ્રમાણે માતાની પૂજા કરવાથી લાભ અને સુખ-સમૃદ્ધિ મળે છે. ચાલો જાણીએ માતા શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી.
શારદીય નવરાત્રી અને ચૈત્ર નવરાત્રીનું આપણા હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. નવરાત્રીના તહેવારમાં આદિશક્તિ માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આજે નવરાત્રી શરુ થઇ રહી છે. પહેલા દિવસે માતા શૈલપુત્રીના અવતારની પૂજા કરવામાં આવે છે. માતા આદિશક્તિની ઉપાસના કરવાના ઘણા નિયમો અને વિધિઓ જણાવવામાં આવી છે. એવી માન્યતા છે કે વિધિ વિધાનથી માતા આદિશક્તિની પૂજા કરવાથી સંકટ દૂર થાય છે અને માતાની વિશેષ કૃપા બને છે. ક્યારે અને કેવી રીતે કરવી શૈલપુત્રીની પૂજા સાથે જ જાણશું કળશ સ્થાપનાનું મુહૂર્ત અને મંત્ર…
- Advertisement -
માતા શૈલપુત્રી
કથા એવી છે કે માતા શૈલપુત્રીનો જન્મ પર્વતરાજ હિમાલયના ઘરે થયો હતો. એ જ કારણે એમનું નામ શૈલપુત્રી પડ્યું. શૈલપુત્રીએ ભગવાન શિવને મેળવવા માટે ઘણી તપસ્યા કરી હતી. કઠોર તપસ્યા પછી ભગવાન શિવએ પ્રગટ થઇ એમને વરદાન આપ્યું હતું. માતાના આ સ્વરૂપને કરુણા, ધૈર્ય અને સ્નેહનું પ્રતીક માનવામાં આવે છે. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી આપણી પરેશાનીઓ દૂર થાય છે. એની સાથે જ જે કન્યાઓની પૂજા કરે છે એમને ઈચ્છા અનુસાર પતિ મળે છે. એમનું વૈવાહિક જીવન પણ સફળ રહે છે.
આ મંત્રથી કરો પૂજા
- Advertisement -
આ દિવસે સવારે સ્નાન કર્યા પછી દેવી દુર્ગાની મૂર્તિ અથવા ફોટોને બાજોઠ કે આસન પર સ્વસ્તિક પ્રતીક બનાવીને સ્થાપિત કરવું જોઈએ. મા દુર્ગાની મૂર્તિની ડાબી બાજુ શ્રી ગણેશની મૂર્તિ મૂકો. તે પછી, દેવી માતાની સામે માટીના વાસણમાં જવ વાવો, જવને સમૃદ્ધિ અને સુખનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે દેવી માતાની પૂજા કરતી વખતે કોઈ મંત્ર જાણતા નથી, તો તમે દુર્ગા સપ્તશતીમાં આપેલા નવાર્ણ મંત્રથી જ પૂજા કરી શકો છો ‘ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે’ અને આ મંત્રનો પાઠ કરતી વખતે પૂજા સામગ્રી અર્પણ કરી શકો છો.
માતાને અર્પણ કરો શણગારની સામગ્રી
માતા શક્તિનો આ મંત્ર અચૂક છે. જો શક્ય હોય તો, દેવીને શણગારની સામગ્રી અને નારિયેળ- ચૂંદડી અર્પણ કરો. તમારા પૂજા સ્થાનથી દક્ષિણ-પૂર્વ તરફ ઘીનો દીવો પ્રગટાવો ‘ઓમ દીપો જ્યોતિર્હ પરબ્રહ્મ દીપો જ્યોતિર્ જનાર્દનઃ. ‘દીપો હરતુ મે પાપમ પૂજા દીપ નમોસ્તુતે’ આ મંત્રનો જાપ કરીને આરતી કરો. દેવી માતાની પૂજામાં શુદ્ધ દેશી ઘીનો અખંડ દીવો પ્રગટાવો. માં શૈલપુત્રી પૂજા પદ્ધતિ
નવરાત્રી દરમિયાન કળશ સ્થાપના ક્યારે કરવી?
નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપના કરવામાં આવે છે. કળશ સ્થાપના માટેનું શુભ મુહૂર્ત સવારનો છે. પ્રથમ શુભ મુહૂર્ત 9 એપ્રિલ, 2024ના રોજ સવારે 06:11 થી 10:23 સુધીનો રહેશે.
બીજું શુભ મુહૂર્ત 9 એપ્રિલ, 2024 ના રોજ સવારે 11:57 થી 12:48 સુધી અભિજીત મુહૂર્ત હશે. એવું માનવામાં આવે છે કે પ્રથમ દિવસે અભિજીત મુહૂર્તમાં કળશ સ્થાપના કરવી ખૂબ જ શુભ હોય છે.
મા શૈલપુત્રીની પૂજા શરૂ કરતા પહેલા તમારા પૂજા રૂમમાં કળશ સ્થાપિત કરો. પછી ભગવાન ગણેશની પૂજા કરો અને શાશ્વત જ્યોત પ્રગટાવો. માતા શૈલપુત્રીનો પ્રિય રંગ સફેદ છે. આ સિવાય નારંગી અને લાલ રંગ પણ પૂજા માટે ઉપયોગ કરી શકાય છે.
હવે ષોડોપચાર પદ્ધતિથી માતા શૈલૂપત્રીની પૂજા કરો. આ સમય દરમિયાન માતા શૈલપુત્રીને કુમકુમ, સફેદ ચંદન, સિંદૂર, સોપારી, હળદર, અક્ષત, પાન, લવિંગ, નારિયેળ અને 16 શ્રૃંગાર વસ્તુઓ અર્પણ કરો.
માતા શૈલપુત્રીને સફેદ ફૂલ અને સફેદ મીઠાઈ અર્પણ કરો. તે પછી મા શૈલપુત્રીના બીજ મંત્રોનો જાપ કરો અને અંતે આરતી કરો. સાંજે પણ મા શૈલપુત્રીની આરતી કરો અને લોકોને પ્રસાદ આપો.
માતા દેવીના મંત્રો
એવું માનવામાં આવે છે કે જો નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના મંત્રોનો સંપૂર્ણ ભક્તિ સાથે જાપ કરવામાં આવે તો વ્યક્તિને વિશેષ ફળ મળે છે, જીવન ભય અને અવરોધોથી મુક્ત બને છે અને સાથે જ તેને તમામ સુખ પણ પ્રાપ્ત થાય છે.
1. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણેય ત્રંબક્યે ગૌરી નારાયણી નમોસ્તુતે ||
2. ૐ જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલિની |
દુર્ગા ક્ષમા શિવ ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે ||
3. ‘ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે’