By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    6 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    6 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    6 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 week ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    6 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    6 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    6 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    6 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 week ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    1 week ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    1 week ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    1 week ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    6 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    6 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 week ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 week ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બિસ્ટ: જાનવર જંગલી બને ત્યારે…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > બિસ્ટ: જાનવર જંગલી બને ત્યારે…
AuthorNaresh Shah

બિસ્ટ: જાનવર જંગલી બને ત્યારે…

Khaskhabar Editor
Last updated: 2022/11/07 at 10:32 AM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

ફિલ્મ જૂઓ ત્યારે ઘરની લાઈટસ ચાલુ રાખજો અને બચ્ચાંઓને બથમાં લઈને બેસજો કારણકે…

2022માં રિલીઝ થયેલી આ અમેરિકન ફિલ્મ માટે મિક્સ અભિપ્રાયો વ્યક્ત થયાં છે. ઘણાંને એ પસંદ નથી આવી તો અનેકને આ લખનારની જેમ ખૂબ પસંદ પડી છે. સપરિવાર જોઈ શકાય એવી બિસ્ટ ફિલ્મ (આ જ નામથી સાઉથમાં બનેલી ફિલ્મ હિન્દીમાં પણ ડબ થયેલી છે) તમને રોર (સિંહની ડણક અથવા ત્રાડ)ની સતત યાદ અપાવતી રહે છે. પરંતુ સ્વીકારવું પડશે કે રોર કરતાં બિસ્ટ અનેક બાબતમાં ચડિયાતી છે… ડૉ. નેટ ડેનિયલ્સ રજાઓમાં પોતાની બન્ને ટીનએજ બચ્ચીઓને લઈને સાઉથ આફ્રિકાના રિઝર્વ ફોરેસ્ટમાં આવે છે કારણકે આ રિઝર્વ ફોરેસ્ટને મેનેજ કરનાર માર્ટિન બટેલ્સ તેમના ફેમિલી ફ્રેન્ડ છે. માર્ટિન વાઈલ્ડ લાઈફનો બાયોલોજીસ્ટ છે અને જંગલી જાનવર, ખાસ કરીને સિંહો સાથે તેને ખાસો એવો ઘરોબો છે.

- Advertisement -

દરેક રિઝર્વ ફોરેસ્ટમાં એક કાયમી પ્રદૂષણ હોય છે : પ્રાણીઓનો ગેરકાયદે શિકાર કરનારા લોકો. ડોકટર મિત્ર અને તેની બે ટિનએજ પુત્રીને લઈને માર્ટિન આજે સિંહોનો પરિવાર રહે છે, એ સ્થળે આવે છે પણ એક ઘાયલ સિંહણ તેને પોતાની પાસે આવવા દેતી નથી. સિંહણની વેદનાના સીસકારા અને ઘૂરક્યિાં માર્ટિનને શંકાસ્પદ લાગે છે એટલે…
મિત્ર અને તેની પુત્રીઓ સાથે જંગલમાં જ વસતી આદિવાસીઓની વસાહતમાં પહોંચે છે કારણકે માર્ટિનને જાણવું છે કે સિંહણ ઘાયલ કઈ રીતે થઈ પરંતુ વસાહતમાં હિચકારો નજારો બધાને હેબતાવી દે છે. આખી વસાહતમાં લોહિયાળ લાશો પડી છે. સ્પષ્ટ થાય છે કે રાની પશુઓએ બધાને ફાડી-ચીરી નાખ્યા છે… માર્ટિનને આ બધું ભેદી લાગે છે એટલે તે મિત્ર અને તેની દીકરીઓને જીપમાં લઈને સલામત સ્થળે જવા નીકળે છે કારણકે જંગલના આ વિસ્તારમાં વોકીટોકી પણ સ્પષ્ટપણે કામ કરતાં નથી. જંગલના કાચા રસ્તે જીપ આગળ વધે છે ત્યાં અધવચ્ચે જ જંગલી પ્રાણીનો ભોગ બનેલો એક આદિવાસી લોહિયાળ હાલતમાં મળે છે…

એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે આ હૂમલો સિંહ જેવા પ્રાણીએ જ ર્ક્યો છે પણ સિંહ કારણ વગર (આટલા અને સતત) હૂમલા ન કરે એ જાણતો માર્ટિન મિત્રડોકટરને ઘાયલ આદિવાસી પાસે છોડીને ઘાતક બની ગયેલાં સિંહનું પગેરું પકડવા એકલો આગળ વધે છે પણ…

સત્ય ઘટના પર આધારિત બિસ્ટ ફિલ્મની આમ જૂઓ તો અહીંથી શરૂઆત થાય છે અને અંત સુધી એ તમારો જીવ તાળવે ચોંટાડી દે છે. મૂળ આઈસલેન્ડના ડિરેકટર બાત્સાર કોરમાકરે ડિરેકટ કરેલી ચોરાણું મિનિટની બિસ્ટ ની વાર્તા એકદમ સીધીસાદી છે. ખૂંખાર પ્રાણીઓ વચ્ચે નિસહાય જેવા બે પુરુષો અને બે ટિનએજ કેવી લડત આપે છે અને કોણ, કેવી રીતે બચે છે, તેની જ વાત છે. પ્રાણી અને માણસો વચ્ચેના સંબંધ-ઘર્ષણની વાત કરતી આપણે ત્યાં (જાનવર ઔર ઈન્સાન, આઝાદ, ર્ક્તવ્ય, હાથી મેરે સાથી, કાલ વિગેરે) અનેક ફિલ્મો બની છે પરંતુ અમેરિકન ફિલ્મ બિસ્ટ નો મિજાજ એકદમ અલગ અને થોડો ડરામણો પણ છે. અહીં માણસ દેખું, માણસ ખાઉં જેવા એક સિંહ વચ્ચે ફસાયેલાં અને બચવા માટે મરણિયા પ્રયાસો કરતાં માણસોની વાત છે. સામાન્ય રીતે શાંત ગણાતાં અને અટકચાળાં વગર ન ઉશ્કેરાતાં સિંહ શા માટે હિંસક અને આક્રમક બની ગયા છે, તેનું કારણ પણ સમજવા જેવું છે.

- Advertisement -

આ જીવલેણ ચુંગાલમાંથી બચવા માટેની માનવીય મથામણ, કોઠાસુઝ અને પિતૃપ્રેમની પણ વાત કરતી બિસ્ટ ફિલ્મ એક અલગ અનુભવ જેવી છે છતાં શાહનામા માં તેની ભલામણ કરવાનું ખાસ કારણ ફિલમની ફોટોગ્રાફી અને ધડકન સૂન્ન કરી દે તેવા સીન્સ છે. વીએફએક્સથી બધું થઈ શકે છે, એ વાત સાચી પણ બિસ્ટ ફિલ્મના કેટલાંક સીન્સ એટલાં લાજવાબ અને નેચરલ લાગે છે કે તમે આફરિન પોકારી જાવ. મિત્ર અને તેની બચ્ચીઓ સાથે પ્રથમ વખત સિંહને મળતાં બાયોલોજીસ્ટ માર્ટિનને તમે ડાલમથ્થા સાથે ધિંગામસ્તી કરતાં જોશો તો આભા જ થઈ જશો. એ જ રીતે પાછળ દોડતાં સિંહથી બચવા જીપનો દરવાજો બંધ થાય અને સિંહ દરવાજાના કાચ સાથે અથડાઈ, એ જૂઓ તો ખરેખર થથરી જશો… બિસ્ટ ફિલ્મમાં આવા સીન્સની ભરમાર છે. પુત્રીથી ખૂંખાર સિંહને દૂર લઈ જવા માટે પિતા ખુદ સિંહને પોતાની જાત ધરી દે છે, એ અને પછીના શ્યોનો ઉલ્લેખ એટલા માટે ર્ક્યો છે કે એ સીન્સ જોવાનું તમને કુતૂહલ જાગે અને…
તમે એમેઝોન પ્રાઈમ પરની બિસ્ટ ફિલ્મ જૂઓ. હા, જોવામાં બચ્ચાં સાથે હોય તો હોમ થિયેટરની લાઈટસ ચાલુ રાખજો અને બચ્ચાંને બથમાં લઈને બેસજો. આ ડરામણો અનુભવ છે, જે ચૂક્વા જેવો નથી. ન તમારે, ન તમારા બચ્ચાંઓએ.

બુલેટ ટ્રેન: ગતિશીલ અકસ્માતો

પલ દો પલ કા સાથ હમારા, પલ દો પલ કે યારાને હૈ… ધ બર્નિંગ ટ્રેન નામની આપણી હિન્દી ફિલ્મની કવ્વાલીના આ શબ્દો દરેક ટ્રેનમાં મુસાફરી કરનારાને લાગુ પડે છે, પછી એ ટોક્યો (જાપાન)ની બુલેટ ટ્રેન જ કેમ ન હોય ? મારિયા બિટલેની આ જ નામની નોવેલ પરથી હોલીવુડ ડિરેકટર ડેવિડ લિત્ચે બનાવેલી બુલેટ ટ્રેન ફિલ્મની મજા એ છે કે તેમાં મુસાફરી કરનારા લગભગ પોણાં ડઝન જેટલાં મુસાફરો પોતપોતાનો એજન્ડા પૂરો કરવા મુસાફરી કરી રહ્યા છે અને એ બધા આપસમાં, એક પછી એક અથડાય છે.

જાણીતા અભિનેતા બે્રડ પીટ આ બુલેટ ટ્રેનમાં ચઢે છે કારણકે તેણે મિલિયન ડોલર ભરેલી બેગ તફડાવવાની છે. એક પિતા પણ મુસાફર બને છે કારણકે એ પોતાના પુત્રને ઊંચાઈ પરથી ફેંકી દેનારની હત્યા કરીને બદલો લેવા માંગે છે. બે ક્રિમિનલ પણ આ બુલેટ ટ્રેન માં છે. તેણે એક ડોનના અપહત પુત્રને છોડાવી લીધો છે અને તેને જીવતો ડોન-પિતાને સોંપવાનો છે, મિલિયન ડોલર ભરેલી બેગ સાથે.

ટિપિકલ ફિલ્મ રિવ્યુની ભાષામાં લખીએ તો, બુલેટ ટ્રેન ફિલ્મ (ઝી ફાઈવ પર જોવા મળશે) દિમાગને ખિસ્સામાં મૂકીને એન્જોય કરવાની રાઈડ છે કારણકે આ એકશન થ્રિલરને કોમેડીનો તડકો મારવામાં આવ્યો છે.

આખી ફિલ્મ બુલેટ ટ્રેનની અંદર જ છે છતાં ચુસ્ત પટકથા, શાર્પ ફોટોગ્રાફી અને રમૂજી એટિટયૂડને કારણે ફિલ્મ મજેદાર બની છે. બે્રડ પિટને જોવાની પણ મજા આવે છે. જો કે ટ્રેનમાં મુસાફરી કરી રહેલાં જોડિયા-ભાઈ જેવા ક્રિમિનલ અને બીજા સરપ્રાઈઝ એલિમેન્ટ આ ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે. ફેમિલી સાથે હસતાં-હસતાં જોઈ શકાય એવી આ ફિલ્મ છે.

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

TAGGED: WERSERIES
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફેક ન્યુઝને ખાળવા આવી ગઇ છે ‘બૂમ’
Next Article માતા અને સંતાનનો નાતો ન તો કેવળ ભાવનાત્મક કે સામાજિક રીતે અતૂટ છે બલ્કે તે અતૂટ હોવા પાછળ પ્રકૃતિનું એક સહુથી અદભૂત રહસ્યમય વિજ્ઞાન છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?