વાઈબ્રન્ટ રાજકોટ કાર્યક્રમ અંતર્ગત અલગ-અલગ ઉદ્યોગ સાહસીકો માટે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટમાં બનતા એન્જીનીયરીંગ ગુડસ, સબમર્સિબલ પમ્પસ, ઓટોમોબાઈલ પાર્ટસ, એગ્રી ઇકિવપમેન્ટ, ડીઝલ એન્જીન, ટેકસટાઈલ ગુડસ, પ્લાસ્ટીક ગુડસ, હાર્ડવેર ગુડસ, કિચનવેર ગુડસ, સિંગલ ઇકત પટોળા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ તકે ઉદ્યોગ સાહસીક નયનભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, અમે લોકો એક સહકારી મંડળી દ્વારા કાર્ય કરી રહ્યા છીએ. અમે મોતીકામની 350 જેટલી આઈટમ બનાવીને તેનું વેચાણ કરીએ છીએ. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રાજકોટની મદદ દ્વારા તેઓને માર્કેટિંગ મેનેજમેન્ટ અને અપગ્રેડેશનની સહાય પૂરી પાડવામાં આવે છે. તેમજ “વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ રાજકોટ”માં અમને સ્ટોલ મળતા અમને ખૂબ જ ખુશી છે કે અમારી મંડળીની બહેનો દ્વારા કરવામાં આવતા મોતીકામને વાઈબ્રન્ટ સમિટમાં સ્થાન મળ્યુ છે.