PMના કાર્યક્રમથી કુખ્યાત સમીર પટેલને દૂર રાખવા બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિની માગ
બેટ દ્વારકા મંદિરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, બોટાદ લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી, બ્રાહ્મણોને ચોર કહેનાર સમીર પટેલ PM મોદીનું સ્વાગત કરશે?
- Advertisement -
લઠ્ઠાકાંડના આરોપી સમીર પટેલને વડાપ્રધાન મોદીનું બેટ દ્વારકા મંદિર ટ્રસ્ટ વતી સ્વાગત કરવા દેવાશે તો મંદિર અને વડાપ્રધાન બંનેની ગરિમા જળવાશે નહીં
બુધાભા ભાટી દ્વારા
બેટ દ્વારકા ખાતે 978.93 કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજનું નિર્માણ થઈ ચૂક્યું છે જેને આગામી તા. 25ને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લું મુકવામાં આવશે. આ દરમિયાન ચોંકવનારી બાબત એ સામે આવી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેટ દ્વારકા મંદિર મુલાકાતની જવાબદારી બેટ દ્વારકા મંદિર દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ સમીર પટેલે પોતાના હાથમાં લઈ લીધી છે. આ એ જ સમીર પટેલ છે જેનું નામ બોટાદ લઠ્ઠાકાંડ સાથે જોડાયેલું છે. આજથી બે વર્ષ અગાઉ બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં સમીર પટેલ મુખ્ય આરોપી છે અને હાલ જામીન પર મુક્ત છે.
ગુજરાત વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી બોટાદ લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી સમીર પટેલ પાસા સહિતના કડક પગલાં ભરી કાર્યવાહી કરવામાં આવશે એવું જણાવી ચૂક્યા છે, લઠ્ઠાકાંડ ઉપરાંત બેટ દ્વારકા મંદિર સમિતિમાં ભ્રષ્ટાચાર કરવાના સમીર પટેલ પર ગંભીર આરોપો છે, તે જાહેરમાં બ્રાહ્મણોને ચોર પણ કહી ચૂક્યો છે. છતાં સમીર પટેલ બેટ દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની જવાબદારી સંભાળી રહ્યો છે જે મામલે બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિ દ્વારા વિરોધ ઉઠાવવામાં આવ્યો છે.
બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિના જણાવ્યા અનુસાર સમીર પટેલ છેલ્લા દસેક દિવસથી બેટ દ્વારકામાં છે અને વડાપ્રધાનના મંદીર દર્શન કાર્યકમમાં પોતે મુખ્ય યજમાન તરીકે વડાપ્રધાનનું સ્વાગત કરશે એવું જણાવી ઉચ્ચ અધિકારીઓ સાથે મીઠી મીઠી વાતો કરી સૌને ભરમાવવાનો પ્રયાસો કરી રહ્યો છે. આ અંગે બેટ-દ્વારકા ધર્મ રક્ષા સમિતિના હોદ્દેદારો એ સખત વાંધો લીધો છે. લઠ્ઠાકાંડના આરોપી સમીર પટેલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બેટ દ્વારકા મંદિર વતી સ્વાગત કરવા દેવાશે તો મંદિર અને વડાપ્રધાન બંનેની ગરિમા જળવાશે નહીં એવું જણાવવામાં આવ્યું છે.
- Advertisement -
સમીર પટેલને PM મોદીના કાર્યક્રમથી દૂર રાખવો હિતકારી
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં સમીર પટેલે જાહેરમાં બ્રાહ્મણોને ચોર કહ્યા હતા. બેટ દ્વારકા મંદિર વહિવટી ઉપરાંત પુજા પદ્ધતિ વગેરે અનેક બાબતોમાં તમામ બ્રાહ્મણ, પેંડા પુરોહિત, પુજારીઓ સમીર પટેલથી નારાજ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેટ દ્વારકા મંદિર દર્શન કાર્યકમથી અપરાધિક છબી ધરાવતાં સમીર પટેલને દૂર રાખવો સૌ માટે હિચકારી છે એવું બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિના હોદ્દેદારોનું જણાવવું છે.